You are here
Home > Recipe >

આજે જ આ સરળ રીતે ઘરે બનાવો એકદમ પરફેક્ટ બિરિયાની, આ રીતે તૈયાર કરવો બિરયાની નો મસાલો…

મિત્રો, બિરિયાની મસાલા પાવડર બનાવવા માટે જુદા-જુદા પ્રકારના આખા મસાલાનો ઉપયોગ કરવામા આવે છે. જો તમે ઘરે જ બિરિયાની બનાવી રહ્યા છો અથવા બિરિયાની બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છો તો તમે બિરિયાની ને મસાલેદાર અને લિજ્જતદાર બનાવવા માટે ઘરે જ મસાલો બનાવવો. બહાર મળતા બિરયાની મસાલામા એટલો સ્વાદ નથી હોતો અને તમારી બિરિયાનીનો સ્વાદ બગડવાના ચાન્સ પણ બની રહે છે. એટલા માટે હંમેશા બિરિયાની બનાવવા માટે ધરે બનાવેલા મસાલાનો જ ઉપયોગ કરવો.

આ મસાલાની વિશિષ્ટ વાત તો એ છે કે, આ મસાલો ફ્લેવર થી ભરપૂર હોય છે અને તાજો દળેલો હોય છે. જો તમે તાજા બિરિયાની મસાલા પાવડરનો ઉપયોગ કરશો તો તમારી બિરિયાની નો સ્વાદ વધી જશે. તમે આ મસાલાને બનાવીને તેનો સંગ્રહ પણ કરી શકો છો, તેને તમે એક એયર ટાઈટ કંટેનરમા ભરીને સંગ્રહ કરો. તો ચાલો આ બિરિયાનીનો મસાલો બનાવવા માટેની વિધિ વિશે માહિતી મેળવીએ. આ મસાલો તૈયાર કરવામા ચાલીસ મિનિટ જેટલો સમય લાગી શકે છે, તો ચાલો જાણીએ.

આવશ્યક સાધન-સામગ્રી :

મોટી એલચી : ૧ નંગ, નાની એલચી : ૬ નંગ, ધાણા : ૫ ચમચી, કાળા મરી : ૨ ચમચી, અજમો : ૨ ચમચી, જીરુ : ૨ ચમચી, જાવંત્રી : 3 નંગ , બાદીયા : ૩ નંગ, સ્ટોન ફ્લાવર : ૩ નંગ, જાયફળ પાવડર : ૧/૪ ચમચી, તજ : ૧ નંગ, લવિંગ : ૫ નંગ, તમાલપત્ર : ૨ નંગ

વિધિ :

આ મસાલો તૈયાર કરવા માટે સૌથી પહેલા ગેસ પર એક કડાઈ મુકો અને તેને ગરમ કરો. આ કડાઈ ગરમ થઈ જાય તો તેમા ધાણા, આખા કાળા મરી ઉમેરો અને તેને સારી રીતે શેકી લો. ત્યારબાદ તેને ૧૦-૧૫ સેકન્ડ સુધી જ શેકો. હવે તેમા તજ, જીરુ, લવિંગ વગેરે મિક્સ કરો અને તેને પણ શેકી લો. ત્યારબાદ તેમા અજમો, તમાલપત્ર, નાની એલચી, મોટી એલચી, જાવંત્રી, સ્ટોન ફ્લાવર, બાદીયા અને જાયફળ પાવડર મિક્સ કરો અને તેને એક થી બે મિનિટ સુધી શેકો.

આખા મસાલા શેકાઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી દો અને તે મસાલાને ઠંડા થવા દો. જયારે મસાલા ઠંડા થઈ જાય તો તેને મિક્સરમા ઉમેરો અને દળીને પાવડર બનાવી લો. તમારો બિરિયાની મસાલા પાવડર તૈયાર છે. તમે જયારે પણ બિરિયાની તૈયાર કરો તો આ મસાલાનો જ ઉપયોગ કરો. આ મસાલા ઉમેરીને તૈયાર કરેલી બિરિયાનીનો સ્વાદ એકદમ લિજ્જતદાર હોય છે, જે સ્વાદ સામાન્ય રીતે કોઈ બીજા મસાલા ઉમેરવાથી નથી મળતો. આ મસાલા પાવડરનો ઉપયોગ તમે વેજ બિરિયાની થી માંડીને નોનવેજ બિરયાની સુધી તમામ ચીજવસ્તુઓમા કરી શકો છો.

Leave a Reply

Top