You are here
Home > Articles >

આજે થવાના આપણા દેશના સૌથી મોંઘા લગ્ન, ખર્ચ જાણીને તમને અવશ્ય ચક્કર આવી જશે

આજે કર્ણાટકમાં એવા મેરેજ થઈ રહ્યા છે જેની ચર્ચા માત્ર કર્ણાટકમાં જ નહીં પણ સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. આ મેરેજ માટે હમણાં સુધી તમે માત્ર કલ્પના જ કરી હશે પણ આ એક સુંદર લગ્ન છે. BJP નેતાની પુત્રીના મેરેજ જેમાં 500થી વધુ પંડિતો મંત્રોચ્ચાર કરશે. આની જોડે જ 500 કરોડ રૂપિયાના ખર્ચે 1 લાખ મહેમાનોને આવકારવામાં આવશે.

આરોગ્ય મંત્રી શ્રીરામુલુની દીકરી રક્ષિતાના મેરેજ આજે 5 માર્ચે હૈદરાબાદના ઉદ્યોગપતિ રવિ કુમાર જોડે થશે. 9 દિવસ ચાલનારા આ મેરેજના શરૂઆત 27 ફેબ્રુઆરીથી થઈ હતી. આ લગ્ન ભારત દેશના સૌથી મોટા મેરેજ છે. આના પહેલા વર્ષ 2016માં જી.જનાર્ધન રેડ્ડીની પુત્રી બ્રાહ્મણીના લગ્નનો રેકોર્ડ બનાવ્યો હતો. આલીશાન આયોજન કરનારા રેડ્ડી તાજેતરમાં પોતાના મિત્ર શ્રીરામુલુને લગ્નના આયોજનમાં સહાય કરી રહ્યા છે. જાણવા મળ્યું છે કે આ મેરેજનાં 500 પંડિતો મંત્ર વાંચશે.

• કેવી છે લગ્નની તૈયારી

આ સુંદર તથા આકર્ષક સમારંભમાં રાજનેતાઓ જોડે જોડે 500 પૂજારીઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ પૂજારીઓને રોકાવા માટે બેંગાલુરુમાં વિવિધ સગવડ કરવામાં આવી છે.રક્ષિતાના મેરેજ માટે એક લાખ વિશેષ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ કાર્ડમાં આરોગ્યનું ખાસ ધ્યાન રાખી દેવામાં આવ્યું છે.પોતે આરોગ્ય મંત્રી હોવાને લીધે જ શ્રીરામુલુએ આમંત્રણ પત્રિકાની જોડે જોડે કોસર, ઈલાઈચી, સિંદુર, હળદર અને અક્ષત સાથે રાખ્યું છે.

• આ નેતાઓ રહેશે લગ્નમાં હાજર

શ્રીરામુલુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા પાર્ટીના બીજા અનેક મોટા નેતાઓને ખાસ નિમંત્રણ આપ્યું છે.આ લગ્ન પેલેસ ગ્રાઉન્ડમાં થવાના છે જે આશરે 40 એકરમાં ફેલાયેલું છે.27 એકરમાં લગ્ન સમારંભ યોજાશે જ્યારે 15 એકરમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.તો લગ્નના સેટ માટે બોલિવુડ જગતના ફેમસ ડાયરેક્ટરને બોલાવવામાં આવ્યા છે.જે છેલ્લા ત્રણ મહિનાથી ભવ્ય સેટ તૈયાર કરી રહ્યા છે.

• આ વ્યક્તિની ટીમ કરશે ફોટોગ્રાફી

પુત્રીના મેકઅપ માટે દીપિકા પાદુકોણના મેકઅપ આર્ટિસ્ટને બોલાવી દેવામાં આવ્યો છે. આની જોડે જોડે ફોટો અને વીડિયોગ્રાફી માટે જયરામન પિલ્લઈ તથા દિલિપની ટીમને બોલાવાઈ છે. આ જ ટીમે મુકોશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના શાહી મેરેજના ફોટો ખેંચ્યા હતા. અને વીડિયોગ્રાફી કરી હતી. રક્ષિતાના લગ્નના કપડા સાનિયા સરદારિયાએ ડિજાઇન કર્યા છે.

• અહીં રોકાશે જાન

તો વરરાજાના ફેમિલી અને મહેમાનોને રહેવા માટે તાજ વેસ્ટ ઈંડ હોટલમાં બુકિંગ કરી દેવામાં આવ્યું છે. એક હજાર રસોઈયાઓ મહેમાનો માટે ખાસ ડીશ બનાવશે. તો એક એવો ખાસ ડાયશનગ બનાવવામાં આવી રહ્યો છે જેમાં 7 હજાર માણસો જોડે બેસીને જમી શકશે. 15 એકર જમીનમાં કાર પાર્કિંગ થશે અને સાથે જ 40 એકર જમીનનો લગ્ન માટે ઉપયોગ કરાશે.

dip

Leave a Reply

Top