You are here
Home > News >

આણંદ નો અજુબોઃ પત્ની ગઈ પિયર અને પતિએ બે પ્રેમિકાઓ સાથે નદીમા ઝંપલાવ્યું, પણ તેમના ભાગ્ય નો ખેલ તો જુઓ…

મિત્રો, આ કહેવત તો સૌ કોઈએ સાંભળી હશે કે , “ઉપરવાલા જબ ભી દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ” હાલ આ કહેવત આ લેખ ના પ્રારંભ મા એટલા માટે યાદ કરું છું કારણ કે, આજે આપણે આ લેખ મા જે મુદા અંગે વાત કરવાના છીએ તેને આ કહેવત ૧૦૦ ટકા લાગુ પડે છે. હાલ વર્તમાન સમયમા કેટલાય યુવકો એકલા જીવન વ્યતીત કરી રહ્યા છે અને એક યુવતી જીવનમા આવી જાય તે માટે પ્રભુ આગળ હજાર માનતાઓ માનતા હોય છે તેમ છતાં પણ તેમને એક યુવતી મળતી નથી.

તમે સોશિયલ મીડિયા પર અનેકવિધ ‘ફોરેવર સિંગલ’ ના ઇમેજિસ પણ જોયા હશે. પરંતુ, હાલ આણંદ મા એક એવો વિચિત્ર કિસ્સો સમક્ષ આવ્યો છે કે જેને સાંભળીને તમે પણ આશ્ચર્ય મા મુકાઈ જશો. આણંદમા એક પરિણીત યુવકે પોતાની બે-બે પ્રેમિકાઓ સાથે કેનાલ મા ઝંપલાવ્યું હતું. પરંતુ, સદભાગ્યે ત્યાં આસપાસ વસવાટ કરતાં લોકોએ આ ત્રણેય ના જીવ બચાવી લીધા હતા. આ ઘટના બાદ આ ત્રણેય ત્યાં થી નાસીપાસ થઈ ગયા હતા.

આ ઘટના અંગે થોડી વિસ્તૃત મા ચર્ચા કરીએ તો, આણંદ ના ઉમરેઠ મા વસવાટ કરતાં એક યુવક ને બે યુવતીઓ સાથે પ્રેમ સંબંધ હતો. આ સમગ્ર પ્રસંગ મા સૌથી વિશેષ વાત તો એ છે કે, આ યુવક ના ત્રણ વર્ષ પૂર્વે જ વિવાહ થઈ ચુક્યા હતા અને તેના વિવાહ થઈ ગયા છતાં પણ તેને બે-બે પ્રેમિકાઓ હતી. પત્ની સાથે તેનો કોઈ બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. જેના કારણે પત્ની પોતાના પિયરે જતી રહી હતી. આ રોજબરોજ ના ઝઘડા થી પતિ ત્રાસી ગયો હતો.

પત્ની સાથે તો ઝઘડો ચાલી જ રહ્યો હતો તે ઉપરાંત તેની બે પ્રેમિકાઓ વચ્ચે પણ ઝઘડો ચાલી રહ્યો હતો. આ બંને યુવક ને પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે ઝઘડી રહી હતી અને આ કારણોસર તે પોતાના જીવન થી ત્રાસી ગયો હતો. હવે આ ઝઘડા નો અંત લાવવા માટે યુવક તેજસ પોતાની બે પ્રેમિકાઓ સાથે આશાપુર ગ્રામ્ય વિસ્તાર પાસે આવેલી કેનાલ પાસે પહોંચી ગયો હતો.

તેજસ ના પ્રેમ મા બંને યુવતીઓ એટલી હદ સુધી પાગલ થઈ ચૂકી હતી કે, તેમણે પણ તેજસ ની સાથે કેનાલમા છલાંગ લગાવી દીધી હતી. જો કે આ ત્રણેય ને કેનાલ મા છલાંગ લગાવતાં ત્યાં થી પસાર થતાં લોકો અને ખેતમજૂરો જોઈ ગયા અને તુરંત જ તેમના જીવ બચાવવા અમુક લોકો કેનાલ મા કૂદી પડ્યા હતા અને ત્રણેય ને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો.

પરંતુ, હવે સમગ્ર આયોજન નિષ્ફળ જતાં ત્રણેય જણાં ક્ષણભર મા તો ઘટનાસ્થળે થી નાસીપાસ થઈ ગયા હતા. જો કે, આ રીતે ત્રણ-ત્રણ યુવતીઓ નું જીવન બરબાદ કરવું એ કેટલું યથાર્થ છે તે અહીં એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે. આ ઉપરાંત આ યુવક પરિણિત છે તે જાણવા છતાં આ રીતે ગાંડો પ્રેમ કરતી યુવતીઓ પર પણ પ્રશ્નો ની હારમાળા સેવાઇ રહી છે.

Leave a Reply

Top