You are here
Home > Health >

આંખમા આવતા સોજા, દુખાવો અને મોતિયા જેવી તમામ આંખો થી લગતી તકલીફો થી છુટકારો મેળવવા એકવાર જરૂર થી અજમાવો આ ખાસ ઉપાય…

મિત્રો, જો તમે સમયસર તમારી આંખોની દ્રષ્ટિ અને તેમા ઉદ્ભવતી સમસ્યાઓના કારણો પર ધ્યાન ના આપો તો આ સમસ્યા વધતી જાય છે અને આ સમસ્યા તમારા માટે જીવલેણ પણ બની શકે છે. ઘણા સંજોગોમા તો આંખોની દ્રષ્ટિ પણ ચાલી જાય છે. આજે આ લેખમા આપણે અમુક ઘરગથ્થુ ઉપાયો વિશે ચર્ચા કરીશુ જે તમારી આંખો સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરશે.

આંખમા બળતરા થવી :

જો લીંબુ અને ગુલાબજળને એકસમાન માત્રામા મિક્સ કરી એક-એક કલાકના અંતરે આંખોમા આંજવામા આવે અથવા તો હળવો શેક કરવામા આવે તો તમને આંખમા થતી બળતરામા રાહત મળી શકે છે. આ સિવાય એક ચપટી શુદ્ધ ફટકડીને બે ચમચા ગુલાબ જળમા યોગ્ય રીતે મિક્સ કરી એક-બે ટીપા થોડી-થોડી વારે આંખમા આંજતા રહેવાથી પણ આ સમસ્યામાથી રાહત મળે છે.

આંખ લાલ પડી જવી :

જો તમે આમળાના પાણીમા ગુલાબજળ ઉમેરી તેનાથી તમારી આંખો સાફ કરો તો તમારી આ સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત જો તમારી આંખ વધારે પડતી લાલ રહેતી હોય તો જેઠીમધનો ટુકડો પાણી સાથે ચંદનની જેમ ઘસી રૂ પર લગાવી આંખ બંધ કરી તેની ઉપર મૂકી દેવો, જ્યા સુધી રાખી શકાય ત્યા સુધી રાખવો જેથી આ સમાંસ્યમાથી તમને રાહત મળે. આ સિવાય તાજા દૂધના પોતા તમારી આંખ પર મુકો તો તમને આ સમસ્યામાંથી રાહત મળી શકે છે.

આંખમા ગરમી થવી :

આખા દિવસમા જ્યારે પણ સમય મળે ત્યારે બે-ત્રણ વાર ઠંડા પાણીની છલકાર મારવી. આ ઉપરાંત ગરમીના દિવસોમા ખુલ્લા પગે ક્યાય પણ બહાર જવુ નહીં કારણકે, ગરમી લાગવાથી આંખને વધુ પ્રમાણમા હાની પહોંચે છે.

આંખમા દુ:ખાવો થવો :

જો તમને આંખમા કોઈપણ પ્રકારનો દુ:ખાવો થાય છે તો ગાયના દૂધમા રૂ પલાળી તેની ઉપર ફટકડીની ભૂકકી છાંટવી જેથી, આ સમસ્યા દૂર થઇ જાય જાય છે. આ સિવાય ચાર-પાંચ બદામ રાત્રે પાણીમા પલાળી સવારે છોલીને ખૂબ ચાવીને ખાવી જેથી, આ સમસ્યા દૂર રહે. આ ઉપાયો અજમાવવાથી થોડા જ દિવસોમા તમારી આંખો દુખતી બંધ થઈ જશે.

આંખમા ઝાંખપ આવવી :

જો તમે નિયમિત રાત્રે એક ચમચી ત્રિફળાનુ ચૂર્ણ ઠંડા પાણીમા પલાળી સવારે આ પાણીને નીતારીને આંખમા નાખવું. આ સિવાય પાણીમા જે નીચે ચૂર્ણ નો રગડો વધે તે પી જવો જેથી, પાચન સાથે સંકળાયેલ સમસ્યાઓમા પણ રાહત મળે. આ ઉપરાંત આંખે ઠંડું પાણી છાંટવાથી આંખોની ગર્મી પણ દૂર થાય છે અને આંખોનુ તેજ વધે છે.

આંખમા ફુલાની સમસ્યા થવી :

જો તમે હળદરનો ગાંગડો તુવેરની દાળમા બાફી છાંયડે સૂકવીને પાણીમા ઘસી સૂર્યાસ્ત પહેલા બે વાર આંખમા લગાવો તો આ ધોળા ફૂલાની સમસ્યામા રાહત મળે છે. આ સિવાય ડુંગળીનો ૨૫૦ ગ્રામ રસ કાઢી તેમા કપડું પલાળી, છાયડે સૂકવી તે કપડાની દિવેટ બનાવી તલના તેલમા સળગાવી કાજળ મેષ પાડી આંખમાં આંજવાથી આ ફુલાની સમસ્યા દૂર થાય.

આંજણી થવી :

હળદર અને લવિંગને પાણીમા ઘસીને અથવા તો ચણાની દાળને વાટીને તેનો પાવડર આંખમા લગાડવાથી ત્રણ દિવસમા જ આંજણીની સમસ્યા દૂર થાય છે. આ સિવાય મરીને પાણીમા ઘસીને આંજણી ઉપર તેનો લેપ લગાવવામા આવે તો આંજણી જલદી પાકીને ફૂટી જાય છે. આ ઉપરાંત દાડમના તાજા રસના ચાર-પાંચ ટીપા દિવસમા ચારેક વખત થોડા દિવસ મુકતા રહેવાથી આંખમા આવતી ખંજવાળ પણ દૂર થાય છે.

આંખમાથી પાણી બહાર નીકળવુ :

જો તમારી આંખોમાથી દરરોજ પાણી નીકળ્યા કરતુ હોય તો સવાર, બપોર, સાંજ અને રાત્રે એમ દિવસમા ચાર વાર સંતરાનો એક ગ્લાસ તાજો રસ પીવો. આ સિવાય બોરના ઠળીયાને પાણીમા ઘસી દિવસમા બે વાર એકાદ મહિના સુધી આંખમા આંજવાથી પાણી નીકળવાનુ બંધ થાય છે. જો તમારી આંખ સતત ભીની રહેતી હોય અથવા તો આંખમાંથી પાણી નીકળ્યા કરતુ હોય તો દરરોજ રાત્રે પાંચ-સાત મરી ચાવી તેની ઉપર એક ગ્લાસ હૂંફાળું દૂધ પીવુ જેથી, આ સમસ્યા દૂર થાય.

આંખની કાળાશ દૂર થવી :

જો આંખોની નીચે કાળાશ આવી ગઈ હોય તો સરસિયાના ઓઈલની માલિશ કરવાથી આ સમસ્યામા રાહત મળે છે. આ સિવાય સૂકા આમળા અને સાકરનુ ચૂર્ણ એકસમાન માત્રામા સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા દાગ-ધબ્બા દૂર થઇ જાય છે. આ ઉપરાંત કાળા તલને મધમા બારીક વાટી સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દિવસમા જ આંખો નીચેના કાળા કુંડાળા દૂર થઇ જાય છે.

Leave a Reply

Top