
આપણા શરીરનું સૌથી વધારે મહત્વનું અંગ જો હોય તો તે છે આંખ. જો તમે વધારે સમય માટે બુક્સ,મોબાઇલ,ટીવી, પીસી પર કામ કરી રહ્યા છો તો તમારી આખોમાં, દુખાવો, બડતરા, નેત્રો માથી પાણી નીકળવું, શુષ્કતા, નેત્રોમા ખંજવાળ જેવી અનેક સમસ્યાઓનો ભવિષ્યમા સામનો કરવો પડી શકે છે.ઘણીવાર સમય જતાં નેત્રોની દ્રષ્ટિ પણ ઓછી થવા લાગે છે. ઘણીવાર બીપી, સુગર, થાઇરોઇડ, પ્રદૂષણ, એલર્જીના કારણે નેત્રોની દ્રષ્ટિ પણ ઓછી થાય છે.આવી પરિસ્થિતિમાં નેત્રોનું તેજ વધારવા માટે તમે આ ઘરગથ્થું અને આયુર્વેદિક ઉપચાર અપનાવી ને નેત્રો ની દ્રષ્ટિ ફરી મેળવી શકો છો.
નેત્રનું તેજ વધારવા માટે ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપાય :
દરરોજ એક ચમચી ત્રિફળા ચૂર્ણ લો.ત્યારબાદ તેમાં આમડાનો રસ બસો ગ્રામ,શતાંવરી ૧૦ગ્રામ,મોતીપુષ્ટિ ૨થી ૪ ગ્રામ અને મુક્તિસુક્તિ ૧૦ગ્રામ મિક્સ કરો. ત્યારપછી દરરોજ સાંજે એક મિલી આ ચૂર્ણ લો. આમડા ને નિયમિત રીતે ખાવા જોઈએ. તેમા વિટામિન-સી હોય છે જે નેત્રો માટે ખૂબ જ ફાયદાકારક છે. એલોવેરાનો રસ પીવો. એલોવેરા થી પણ ખૂબ ફાયદો થાય છે.
ગાજર ખાઓ: ગાજર માં ખાસ બીટા-કેરોટીન,વિટામીન,પોટેશિયમ જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.તેમજ વિટામિન એ હોય છે.જેના થી નેત્રો ની રોશની વધે છે.
લીલા શાકભાજી ખાઓ: વિટામિન કે તાજા લીલા શાકભાજી માં જોવા મળે છે. શાકભાજી નો નિયમિત વપરાશ હાયપરટેન્શન ઘટાડે છે.
ઘેરબેઠા નેત્રો ના ટીપા આવી રીતે બનાવો:
સામગ્રી: સો મિ.લી ગુલાબજળ, દસ ગ્રામ સૂકા આંબલાં.
પ્રક્રિયા :
પહેલા સૂકા આમળા ને ગુલાબજળમાં ડૂબાડી દો. બે દિવસ સુધી એમ જ રહેવા દો. બે દિવસ પછી તેને નીચવી લો, ત્યાંરબાદ સુતરાવ કાપડ ને આઠવડુ કરીને તેમાથી ગાળી લો. એ પછી આ પાણીને એક શીશીમાં ભરી દો. સવાર-સાંજ નેત્રોને ચોખ્ખા પાણીથી ધોઈને સીધા સુઈ જાવ અને બે બે ટીપાં બંને નેત્રો માં નાખો ત્યાર પછી થોડી વાર સુઈ રહો.
જીરું અને સાકર:
જીરું શરીર માટે ખૂબજ લાભદાયક છે. તમે જીરાનો ઉપયોગ કરીને તમારી નેત્રોનું તેજ વધારી શકો છો. જીરું અને સાકળને સરખા પ્રમાણમાં મિક્સકરીને પીસી નાખો.દરરોજ એક ચમચી ઘી સાથે રાત્રે સુતા પહેલા ખાય લો.આ ચૂર્ણ ખાવાથી નેત્રોનું તેજ વધશે.