You are here
Home > News >

આશરે દસ લાખ જેટલા લોકોએ સામસામે બેસી ને સાત કિ.મી. લાંબા રસ્તા પર કર્યું ભોજન

મિત્રો, આવુ દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે જે ઈન્દોર મા મંગળવારે થયું હતું. અંદાજીત સાત મિલિયન લોકોએ સાત કિ.મી. લાંબા રસ્તે બે હરોળમા ખાધુ હતુ. ૧૦ હજાર લોકોએ આ સમયે સેવા આપવાનું કાર્ય સંભાળ્યું. અહી ભોજન પીરસવા માટે વાહનો નો ઉપયોગ કરવામાં આવતો હતો. સામાન્ય હોય કે વિશેષ , સ્ત્રીઓ હોય કે પુરુષો , ઉદ્યોગપતિ હોય કે અધિકારી પ્રભુ બજરંગબલી ની પ્રસાદી લેવા માટે દરેક વ્યક્તિ આવે છે.

વિશેષ બાબત એ છે કે આ મહાભોજન બપોર થી લઈને મોડી રાત સુધી ચાલતુ હતુ અને સવાર સુધી મા આ રસ્તો પહેલા જેવો સાફ દેખાતો હતો. આ મહાભોજન ઇંદોર ની એક વિશેષ ઘટના હતી. અગાઉ ક્યારેય પણ આવા મહાભોજ ઇન્દોર મા થયા ના હતા. તાજેતરમા, દેશમા ક્યાય આવી કોઈ બાબત જોવા મળતી ના હતી, જ્યા ૭ કી.મી. લાંબી પંગથ જમણવાર માટે બેઠી હોય. આયોજકો નો દાવો છે કે ૧ મિલિયન થી વધુ લોકોએ અહી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

લોકો હજારોની સંખ્યામા અહી આવ્યા હતા અને રસ્તા ની આજુબાજુ ઉભા રહ્યા હતા અને તેમના વારા ની રાહ જોતા હતા. ટોળા મા એકત્રિત થયેલા હજારો લોકો અહી અન્ન મેળવવા માટે દોડી આવ્યા હતા. ૭ કિ.મી. ના રસ્તા પર બેસેલા આ લોકો ને ઇ-રિક્ષા, બાઇક, લોડિંગ રિક્ષા જેવા વાહનો દ્વારા ભોજન પીરસવામા આવતુ હતુ. આ મહાભોજ મા શુદ્ધ ઘી ના ૨ હજાર કાર્ટન, ૧ હજાર ક્વિન્ટલ લોટ, ૧ હજાર ક્વિન્ટલ ખાંડ, ૫૦૦ ક્વિન્ટલ સબ્જી, ૫૦૦ ક્વિન્ટલ ચણાનો લોટ, ૫૦૦ કિલો મસાલો વગેરે નો ઉપયોગ કરીને ભોજન તૈયાર કરાયુ હતુ.

પ્રભુ શ્રી બજરંગબલી ની ૨ ફૂટ ઉચી અષ્ટધાતુ મૂર્તિ નું નિર્માણકાર્ય છેલ્લા ૧૪ વર્ષ થી ચાલી રહ્યુ હતું, તેમની પ્રતિમા સ્થાપન ને માન આપવા માટે ૯ દિવસ નો ધાર્મિક વિધિ સાથે મહાપ્રસાદ નુ આયોજન થયુ હતું. ઇંદોર ઉપરાંત ઉજ્જૈન, દેવાસ સહિતના નજીકના ગ્રામ્ય વિસ્તાર ના લોકો પણ આ અવસર નો લાભ લેવા અહી પહોંચી ગયા હતા. અહી પાણી પૂરુ પાડવાની જવાબદારી સ્થાનિક લોકોએ સંભાળી હતી. તેમના ઘરો અને દુકાનો ની બહાર પાણી ના ડબ્બા ની ગોઠવણી કરવામા આવી હતી.

આ મહાભોજ નો લાભ લેવા માટે હજારો ભાવિકો તેમના સહપરિવાર અહી આવી પહોંચ્યા હતા. ૭ કિલોમીટર ના આ માર્ગ પર લોકોએ તેમની અનુકુળતા અનુસાર ભોજન ગ્રહણ કર્યુ. ઇંદોર ના નિવાસી તથા ભાજપ ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયા પણ આ પ્રસંગ સાથે સંકળાયેલ છે, તેમણે પિત્રેશ્વર હનુમાન ના સ્વરૂપ મા ૧૬ વર્ષ પૂર્વે પ્રતિમા પ્રસ્થાપિત કરવાનુ વચન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે મૂર્તિ નુ કાર્ય પૂર્ણ ના થાય ત્યા સુધી ભોજન ગ્રહણ ના કરવાનો સંકલ્પ હતો.

સવાર સુધી મા તો રસ્તો થઇ ગયો હતો સાવ સાફ :

સફાઇ મા પણ પ્રથમ નંબરે રહ્યા આ આયોજકો. આ શહેર ના ૧૫૦ જેટલા કોર્પોરેશન ના કાર્યકરોએ ભોજન સમારંભ પૂર્ણ થયા બાદ સમગ્ર વિસ્તાર ની સાફ-સફાઇ કરી હતી. અહી સચોટ અંદાજ લગાવવુ પણ મુશ્કેલ હતું કે થોડા કલાકો પૂર્વે લાખો લોકો અહીં જમ્યા છે. અહી ના નગરજનોએ પણ પ્લેટો ને જ્યાં-ત્યાં ફેકવાની જગ્યાએ કચરાપેટીઓ નો ઉપયોગ કર્યો હતો. આ રસ્તો સાફ કરવા માટે બે મશીનો પણ રસ્તા ની સાફ-સફાઇ માટે કાર્યરત હતી.

Leave a Reply

Top