You are here
Home > Articles >

આત્મનિર્ભર બનવા તરફ ભારતનુ પ્રથમ ડગલું , જાતે જ કરશે આ ૫૩દવાઓનુ ઉત્પાદન

મિત્રો, આપણા દેશ દ્વારા ૫૩ દવાઓના ઉત્પાદન અંગે આત્મનિર્ભર બનવાની યોજના તૈયાર કરવામા આવી  છે. મોદી સરકારે હાલ આ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂર કરી દીધી  છે. અત્યાર સુધી મોટા ભાગની દવા માટે એ.પી.આઇ. તથા અન્ય આવશ્યક તત્વો ચીનથી આયાત થતા હતા. પરંતુ, હવે આ યોજના હેઠળ ભારતે આત્મનિર્ભર થવાનુ લક્ષ્ય નિર્ધારિત કર્યુ છે, જેના કારણે ચીને એક ફ્ટકો સહન કરવા માટેની તૈયારી રાખવી પડશે.

આ સ્કીમ હેઠળ આપણા દેશમા સ્વદેશી સ્તરે આ દવાઓના મહત્વપૂર્ણ  ડ્રગ ઇન્ટરમીડિએટ અને એક્ટિવ ફર્માસ્યૂટિકલ્સ ઇન્ગ્રેડિએન્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામા આવશે. આ યોજના ૨જી  જૂનથી આવનાર ચાર માસ સુધી ચાલુ રહેશે. આ યોજના હેઠળ રોકાણકારો ૫૩ ડ્રગ ઇન્ટરમીડિયેટરી અને જથ્થાબંધ દવાના ઉત્પાદન માટે નવા કારખાના સ્થાપિત કરવાની દરખાસ્ત કરી શકશે. હાલમાં આ દવાઓ ચીનથી આયાત કરવી પડે છે.

શુ છે સરકારનુ આયોજન ?

આ યોજના હેઠળ દવાના ઉત્પાદકોને પહેલા ૪ વર્ષ સુધી સરકાર વર્ષે વેચાણ વધારાના ૨૦ ટકા જેટલો હિસ્સો પ્રોત્સાહન તરીકે આપશે. ત્યારબાદ પાંચમા અને છઠ્ઠા વર્ષમા એ પ્રોત્સાહન ક્રમશઃ ઘટાડીને ૧૫ અને ૫ ટકા કરવામા આવશે. કેમિકલી સિન્થેસિસથી થતા ઉત્પાદનો આ પ૩ દવાઓ પર પાંચ વર્ષ સુધી વેચાણ વધારાના ૧૦ ટકા હિસ્સા જેટલુ પ્રોત્સાહન અપાશે. સરકાર આ રીતે પ્રોત્સાહન આપવા માટે અંદાજે ૬ હજાર ૯૪૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો અને હા આ લેખને લાઈક અને શેર કરવાનુ ભૂલશો નહિ. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશ-વિદેશની પળેપળની ખબર મેળવો.

Leave a Reply

Top