You are here
Home > Articles >

આવા કઠોર પ્રતિબંધો અમલ મા મૂકી, ચીને કોરોના પર લગાવી છે રોક, હવે ભારત પણ આવા પગલા લઈ શકે છે

હાલ, સમગ્ર વિશ્વમા કોરોના વાઇરસ નુ કહેર છવાયેલુ છે ત્યારે વિશ્વના ૧૬૫ થી પણ વધુ દેશો આ જીવલેણ સમસ્યા ને દૂર કરવાની રાહ મા છે. આ વાયરસ ઇટાલીમા સૌથી વધુ હાનિ પહોંચાડવા માટે કારણભૂત બન્યો છે. હાલ, આપણા દેશમા પણ આ સમસ્યા થી પીડાતા દર્દીઓ ની સંખ્યાઓ મા નિરંતર વધારો થઈ રહ્યો છે. વર્તમાન સમય સુધીમા સમગ્ર વિશ્વમા ૧૧ હજારથી પણ વધુ લોકો મૃત્યુ પામી ચુક્યા છે. આ જ સમયે, ૨,૭૫,૦૦૦ થી વધુ લોકો આ ચેપ નો શિકાર બન્યા છે.

ચીન કોરોના ની સૌથી વિકટ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યુ હતુ :

એક સમય એવો હતો કે જ્યારે ચીન એ કોવિડ-૧૯ થી સૌથી વધુ પીડાતો દેશ હતો. ૧ દિવસમા ત્યા હજારો લોકો વુહાનમા ચેપગ્રસ્ત થયા હતા. લોકોએ જીવ ગુમાવ્યો હતો. બધી હોસ્પિટલો ભરેલી હતી. લાખો લોકો ઘરમા કેદી બનીને જીવન વ્યતીત કરી રહ્યા હતા. વુહાનમા ઇમરજન્સી ઘોષિત કરી દેવામા આવી હતી. શહેર ને તાળાબંધી કરવામાં આવી હતી.

ત્યારબાદ એકાએક હોસ્પિટલોના પલંગ ખાલી થવા લાગ્યા :

ત્યારબાદ થોડા દિવસો મા જ ચાઇનામા એકાએક કોરોના વાયરસના કેસ ઓછા થવા લાગ્યા. હોસ્પિટલો મા દાખલ થયેલા વ્યક્તિ પણ સાજા થવા લાગ્યા અને ઘરે જવા લાગ્યા. જ્યારે આ દેશમા એક પણ સ્થાનિક મામલો સામે આવ્યો ના હતો ત્યારે ચીન માટે રાહત ના સમાચાર આવ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસ થી આવુ જ બની રહ્યું છે.

આજે ત્રીજા દિવસે પણ સ્થાનિક સમસ્યાઓ નથી :

ચીનમા નિરંતર ત્રીજા દિવસે પણ કોરોના વાયરસ નો કોઈ નવો સ્થાનિક કેસ નોંધાયો નથી. ચીને આ જીવલેણ વાયરસ પર સંપૂર્ણપણે રોક લગાવી દીધી છે . જો કે, આ દેશમા હજુ પણ અમુક વિદેશી કેસો કાર્યરત છે.

કોઈ નિદાન કર્યા વિના પણ કેવી રીતે અટકાવવી આ સમસ્યા :

દરેક વ્યક્તિ ને ખ્યાલ છે કે આ જીવલેણ બીમારી નો હજુ પણ કોઈ ઇલાજ પ્રાપ્ત થયો નથી, તેથી મનમા એવો પ્રશ્ન ઉભો થાય છે કે ચીને આ સમસ્યા ને કેવી રીતે રોકી? તો આજે આ લેખમા આપણે જાણીશુ કે કેવી રીતે ચીને સારવાર વિના અને કોઈપણ ઓપરેશન કર્યા વગર આ સમસ્યા ને દૂર કરવામા સફળ રહી. ચીને આ જીવલેણ સમસ્યા ને કેવી રીતે કાબુ કર્યો તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ છે. ડબ્લ્યુ. એચ. ઓ. સંસ્થા મુજબ, ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે નો સંપર્ક ૨.૬ લોકોને ચેપ લગાવી શકે છે.

સંપર્કમા આવ્યા ના ૧૦ દિવસો પછી પણ વાયરસ ૫-૬ દિવસની અંદર ૧ દિવસમા અંદાજે ૩૫૦૦ લોકોમા ફેલાય શકે છે. ચીને સૌપ્રથમ આ પહેલા પાસા ને તોડ્યુ. તેમણે ચેન તોડવા માટે લોકોના ને બહાર નીકળવા માટે મનાઈ ફરમાવી દીધી હતી. લાખો લોકોને ઘરો મા કેદ કરવામા આવ્યા અને શહેરો મા પણ લોકડાઉન થયુ પરંતુ, વાયરસના ફેલાવાને અટકાવવા માટે નો આ એકમાત્ર માર્ગ હતો.લોકડાઉન ને અમુક લોકો દ્વારા વ્યક્તિગત હક ના ઉલ્લંઘન તરીકે વર્ણવ્યુ હતુ.

પરંતુ, લોકોની સાવચેતી મુજબ આ પરિવર્તન આવશ્યક હતુ. યુ.એસ. મા ૯/૧૧ ના હુમલા બાદ, વિશ્વના તમામ વિમાની મથકો પર મુસાફરો ની ડ્રાકાનીયન સુરક્ષા ચકાસણી શરૂ થઈ. લોકોએ એરપોર્ટના આ સુરક્ષા નિયમોને ધ્યાનમા લીધા હતા કારણ કે, જાહેર હિત માટે અમુક હક ત્યાગ કરી શકાય છે. ચીને લોકોને ખૂબ જ કડક કાયદાઓ સાથે ઘરોમા અલગ કર્યા. કોઈપણ દેશના ઇતિહાસમા આજ સુધી આવી ઘટના બની નહિ હોય.

કંપની અને કારખાનાઓ બંધ કરી દેવામા આવ્યા, જાહેર પરિવહન પર પ્રતિબંધ મુકાયો, લોકોને ઘરોમા કેદ કર્યા. આ પ્રયાસ ના કારણે, રોજિંદા કોરોના વાયરસના કેસો પણ ઘટવા લાગ્યા. આ વાયરસનો ફેલાવો પણ એકાએક ઓછો થયો. આ રીતે ચીને લાખો કેસ પર વિજય હાંસલ કરી અને હજારો લોકોના જીવ નુ રક્ષણ પણ કર્યુ. લોકોને ઘરોમા લોકડાઉન કરવાની અસર એ હતી કે છેલ્લા ત્રણ દિવસમા ચીનમા એક પણ કોરોના નો સ્થાનિક કેસ નોંધાયો નથી.

ભારતમા જેટલા ૪૦ દિવસ મા સંક્રમિત હતા હવે તે ૧ દિવસ મા થઇ ગયા છે :

આપણા દેશમા પહેલા ૪૦ દિવસમા કોરોના વાયરસના ૫૦ કેસ નોંધાયા છે. ત્યારબાદ ૪ દિવસમા દેશમા ચેપગ્રસ્ત દર્દીઓ ની સંખ્યા ૫૦ થી વધીને ૧૦૦ સુધી પહોંચી. તે પછીના આવતા ૪ દિવસોમા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૧૦૦ થી વધીને ૧૫૦ થઈ ગઈ. ત્યારબાદ વાયરસ ઝડપ થી ફેલાવા લાગ્યો અને પછીના બે દિવસમા દર્દીઓની સંખ્યા ૧૫૦ થી વધીને ૨૦૦ થઈ ગઈ. છેલ્લા એક દિવસમા કોવિડ -૧૯ ના દર્દીઓની સંખ્યા ૨૦૦ થી વધીને ૨૫૦ થઈ ગઈ છે.

પહેલા ૪૦ દિવસ મા ૫૦, તે પછીના ૪ દિવસમા ૫૦, પછીના બે દિવસમાં ૫૦ અને હવે એક જ દિવસમા ૫૦ થી વધુ લોકો ને ચેપ લાગી રહ્યો છે. હાલ, ભારત પણ કોરોના ના પ્રસાર ને રોકવા માટે ચીન જેવા પગલા લઈ શકે છે. આ જ પહેલ સાથે પીએમ મોદીએ રવિવારે જનતા કર્ફ્યુની અપીલ કરી હતી.

Leave a Reply

Top