You are here
Home > Jyotish >

આવા શુભ પ્રસંગો વખતે જરૂર થી કરવો જોઈએ આંબા ના પાંદડાઓ નો ઉપયોગ, માતા લક્ષ્‍‍મી ના આશીર્વાદ થી થઇ જશો માલામાલ…

કેરીના પાનનો ઉપયોગ લગભગ બધી પૂજા મા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુશાર કેરીના પાન ને ખુબ જ શુભ ગણવામા આવે છે અને તેને પૂજા સ્થાને રાખવાથી પૂજા સારી રીતે પૂરી થાય અને લાભ મળે છે. જ્યારે પણ નવા મકાન માં ગૃહ્પ્રવેશ કરવામાં આવે છે ત્યારે તેના પાંદડાને દરવાજા ઉપર બાંધવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ખરાબ શક્તિઓ દરવાજા ઉપર તેના પાન લગાવવાથી ઘરમાં આવી શકતી નથી. તો ચાલો તમને જણાવી દયે કે તેનાં પાન નો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે.

લગ્ન ના સમયે

તેના પાન લગ્નનો મંડપ બનાવતી વખતે તેના લગભગ ફરજીયાત લગાવવા માં આવે છે.તેવું કહેવામાં આવે છે કે તેના પાન વગર નો લગ્નમંડપ અધૂરો ગણાય છે અને લગ્ન ને પુરા ગણવા માં આવતા નથી. તેથી જ્યારે પણ મંડપ તૈયાર થાય છે ત્યારે પ્રથમ કેરીના પાન મંડપની ટોચ ઉપર બાંધવ માં આવે છે અને તે પછી જ લગ્નવિધિ શરૂવાત કરવામાં આવે છે.

જરૂર બાંધો નવજાતનાં બાળકનાં પારણામાં

આ પાણ નવજાત બાળકના પારણા પર ફરજીયાત ૧૧ દિવસ સુધી બાંધવા જોઈએ. એવું કેવામાં આવે છે કે પારણા પર આંબાના પાન બાંધવાથી દ્રષ્ટ શક્તિઓ બાળકથી દૂર રહે છે અને તેનો વિકાસ થાય છે.

નવરાત્રી દરમિયાન

નવરાત્રીની ઉપાસના કેરીના પાન વિના અધુરી રહે છે. માતાજીની સ્થાપના નવરાત્રાઓની પૂજા દરમિયાન કરવામાં આવે છે અને કળશને પૂજા સ્થાને મુકવામાં આવે છે. પૂજા કરતા પહેલા તેના પર આંબા પાન પેલા મૂકવામાં આવે છે અને ત્યાર પછી નાળિયેર મૂકવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરના મૈન દરવાજા ઉપર તેના પાન પણ બાંધવામાં આવે છે.

હવન ના સમયે

જયારે હવન કરવામા આવે ત્યારે આંબા ના પાન અને તેના લાકડા નો ઉપયોગ કરવામા આવે છે. હવન કુંડ ની આજુબાજુ પણ આંબા ના પાન બાંધવામા આવે છે અને હવન ને આંબા ની લાકડીઓ દ્વારા પણ પ્રગટાવવામાં આવે છે.

કોઈપણ પ્રકાર ની પૂજા પહેલાં

કોઈ પણ જાતની ભક્તિ-પૂજા કરતા પહેલા ઘરના મેઈન દરવાજા પર આંબાના પાન લગાળવામાં આવે છે. આ કરવાથી પૂજાકાર્ય સફળ બને છે. અને જે સમયે, જ્યારે તમે તમારા ઘર ની અંદર ગૃહપ્રવેશ કરો ત્યારે પણ ચોક્કસપણે તેના પાનને સ્પર્શ કરો. તે કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે અને વિખવાદ નહી થાય.

શ્રી બજરંગબલી ને ખૂબ પ્રિય છે તેના પાન

ખુબજ ઓછા માણસો ને ખબર હશે કે આંબાનું વૃક્ષ શ્રી બજરંગબલીને ખૂબ પ્રિય છે. ધાર્મિક માન્યતા મુજબ આંબા નું ફળ નું પ્રિય ફળ માનવામાં આવે છે અને તેની ભક્તિ-પૂજા કરતા સમયે આંબાના પાન ને ઉપયોગમાં લેવા આવે છે.

આ રીતે કરો આંબાના પાનનો ઉપયોગ કરો

પૂજા માં પાનનો ઉપયોગ કરયા પહેલા તેને શુદ્ધ કરવા. તેના પાનને જળથી સાફ કરી અને તેને સૂકવો. ઘણીવાર પાંદડા ઉપર રજકણ જામી જાય છે. જેથી તે અશુદ્ધ થઈ જાય છે. પૂજા સમયે તે જ આંબાના પાન ઉપયોગ માં લેવા જે પુરેપુરી રીતે સાફ હોય. ઘરના મેઈન દરવાજા પર આંબાના પાન બાંધતી વખતે, ધ્યાનમાં રાખવું કે દોરા પર ઓછામા ઓછા ૧૧ પાન તો હોવા જ જોઈએ.

Leave a Reply

Top