
વર્ષાની મજા લેતાની સાથોસાથે ગરમા-ગરમ મકાઈ(કોર્ન) ખાવાની મજા કદાચ જ કોઇએ આનંદ નહીં લીધો હોય. મકાઈ(કોર્ન) ખાવાનો જેટલો આનંદ આવે છે તેટલી જ તે આરોગ્ય માટે પણ સારી છે. તો ચાલો જાણીએ મકાઈ(કોર્ન) ખાવાથી થતા લાભો વિશે..
મકાઈ(કોર્ન)માં વિટામીન એ, બી તથા ઇની વિપુલ માત્રા હોય છે. તેમાં રહેલ ફાયબર પાચનક્રિયાને સારી તથા બળવાન બનાવે છે. તેનાથી કબજિયાત તેમજ ગેસનીતકલીફ થવાનું જોખમ ઓછું થઇ જાય છે. ઇનસોલ્યુએબલ ફાઇબર હોવાને કારણે આંતરડાંની બિમારી, કબજિયાત વગેરે દૂર કરે છે.
મકાઈ(કોર્ન) આંખો માટે ફાયદાકારક છે કારણ કે આમાં વિટામિન એ હોવાને લીધે આંખોની રોશની વધે છે. આની સાથે જ મકાઈ(કોર્ન)માં રહેલુ કેરેટનનોયડ પણ આંખો માટે ખુબ જ ઉપયોગી ગણવામાં છે. મકાઈ(કોર્ન)માંથી એન્ટી ઓક્સીડેન્ટ પણ વધુ માત્રામા મળી આવે છે.
મકાઈ(કોર્ન)માં રહેલુ સ્ટાર્ચ તથા ફાયબર બ્લડપ્રેશર એટલે કે રક્તના દબાણને કાબુમાં રાખવામાં સહાયતા કરે છે. ફોલેટ વધુ હોવાને લીધે નવા સેલ્સનુ નિર્માણ થાય છે, જે પ્રેગ્નન્સી દરમિયાન ફાયદાકારક છે. પણ તેનાથી ગેસ, અપચો થતા હોવાથી આ વસ્તુ રાતના સમયે ન ખાવા. મકાઈ(કોર્ન)માં રહેલું બીટા-ક્રીપટોક્ઝાથીન ફેફસાંમા થતા કેન્સરને રોકવામાં સહાયરૂપ સાબિત થાય છે.