You are here
Home > Jyotish >

આવુ કપાળ ધરાવતા માણસો હોય છે ઘણા ભાગ્યશાળી

મિત્રો, આપણ ને સૌ ને આ બાબત વિશે ખ્યાલ હોય છે કે દરેક વ્યક્તિ ની શરીર ની રચનામા થોડી-થોડી ભિન્નતા હોય છે અને તેના આધારે આપણે તેમના આવનાર ભાવિ અંગે અને તેમના વ્યક્તિત્વ વિશે માહિતી મેળવી શકીએ છીએ. જે વ્યક્તિના કપાળ ના નીચેના ભાગ કરતાં ઉપર નો ભાગ વધારે પહોળાઈ ધરાવતો હોય તે વધુ પડતા વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા હોય છે. આ જાતકો સલાહકાર તરીકે પોતાનું જીવન પસાર કરતા હોય છે.

આ જાતકો બુદ્ધિવાદી હોવાની સાથે વધુ પડતા પરિશ્રમી પણ હોય છે અને તેથી તેમને શાંત વાતાવરણ વધુ પડતું પ્રિય હોય છે. આ જાતકો ને શાંત સ્વભાવ વધુ પડતો ગમતો હોવા થી તે ઘોંઘાટવાળા વાતાવરણ થી દૂર રહેવાનું પસંદ કરે છે અને તેથી તે તેવા જ પ્રકારના કાર્ય મા રસ ધરાવે છે. જે વ્યક્તિ નું કપાળ સાકડું હોવા છતાં ઊંચું હોય તેમજ તેમના મુખ ની શોભામા વૃદ્ધિ કરતું હોય તે પ્રતિભાશાળી હોવા ની સાથોસાથ આર્થિક દૃષ્ટિએ પણ સારી એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હોય છે.

જે વ્યક્તિનું કપાળ અત્યંત સાંકડું હોય તેમના મા સ્વતંત્ર બુદ્ધિ શક્તિ નો અભાવ હોય છે. ઉદાહરણ તરીકે, જો તમે આ વ્યક્તિને કોઈ કાર્ય સોંપશો ત્યારે તે અંગે તમે તેને જેટલી સૂચનાઓ આપશો તેટલી જ તે ધ્યાનમા રાખશે અને અનુસરશે. કાર્ય નો પ્રારંભ કરતાં જો તમારી સૂચના થી વિપરીત એવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો તે પોતાની સ્વતંત્ર બુદ્ધિ નો ઉપયોગ કરી કોઈ માર્ગ શોધી શકશે નહીં.

પરિણામે તે માર્ગદર્શન પ્રાપ્ત કરવા કાર્ય સોંપનાર વ્યક્તિ ને શોધવા નીકળશે. આવી વ્યક્તિ ને આપણે મોટે અંશે જડબુદ્ધિ ના વ્યક્તિ તરીકે પણ ઓળખીએ છીએ. જે વ્યક્તિ નું કપાળ ગોળ તેમ જ ચળકાટ ધરાવતું હોય તેવું હોય તે તીવ્ર વિચારશક્તિ ની પ્રતિભા ધરાવે છે. આ જાતકો ઉદાર મનોસ્થિતિ તેમજ વ્યવસાય ક્ષેત્રે પોતાની બુદ્ધિક્ષમતા થી આગળ વધતી હોય છે.

કપાળ મા કરચલી હોય તો કેવી-કેવી અસર ઉદભવે ?

જે વ્યક્તિ ના કપાળમા યુવાવસ્થા માં જ કરચલી પડતી હોય તો તેમને નસીબ ની સહાયતા ઓછી મળતી હોય છે. આવા વ્યક્તિઓ ને અથાગ પરિશ્રમ માં પોતાનું જીવન વ્યતીત કરવું પડે છે. જો આ કરચલી ખૂબ જ તૂટક પડેલી હોય તો ઘણીવાર આવા લોકો થી નાણાં દૂર ભાગતા હોય તેવી પરિસ્થિતિ નું સર્જન થઈ શકે છે અને આ પરિસ્થિતિ દરમિયાન ઘરમા તણાવ નો માહોલ એટલી હદ સુધી વધી જાય છે કે, પરિણામે તેમનું મન અત્યંત અસ્વસ્થ રહે છે.

જે વ્યક્તિના કપાળમાં મધ્ય માં એક જ ઊભી રેખા પડેલી હોય તે વ્યક્તિ હૃદય ના ભોળા , પરોપકારી તેમજ લાગણીપ્રધાન હોય છે. વિશેષ કરીને આ જાતકો તેના કુટુંબમા આવી રહેલા વંશપરંપરાગત ધાર્મિક કાર્યો નું અનુસરણ કરીને પોતાનું જીવન પસાર કરતા હોય છે, આ જાતકો ના કપાળ મા અમુક પ્રકારના વિશેષ ચિહ્ન જોવા મળે છે. કપાળ પર જુદી જગ્યાએ તલ, મસા કે અન્ય કોઈ ચિહ્ન જોવા મળી શકે છે.

કાન નો આકાર કેવી-કેવી અસરો કરે?

મુખ પર થી વ્યક્તિના સ્વભાવ તેમજ ભવિષ્ય જાણવા માટે કાન નું પણ વિશેષ મહત્વ આંકવામાં આવી રહ્યું છે  એટલે તમે જે વ્યક્તિ ના પરિચયમા આવો છો તે દરેક વ્યક્તિના મુખ ની જેમ કાન ને જોવાની પણ આદત પાડશો. જેમ-જેમ તમે આ આદત વધુ ને વધુ કેળવતા જશો, તેના પર આત્મચિંતન કરશો તેમ તેમ તે વ્યક્તિ અને તે વ્યક્તિ વચ્ચેના તફાવત ની માહિતી વધતી જશે અને તેના પરિણામે તમે આ કળા માં વધુ ને વધુ પારંગતતા મેળવતા જશો.

આ એક અભ્યાસ દરમિયાન તમને અનેક પ્રકાર ની વિવિધતા ધરાવતા કાન જોવા મળશે. સામાન્ય રીતે જે સ્ત્રીઓ ના કાન સાધારણ પહોળા, સરખા, દેખાવમા સુંદર તેમજ લાંબા હોય તેવી સ્ત્રીઓ ને ભાગ્યશાળી માનવામાં આવે છે. આ પ્રકાર ના કાન ધરાવતી સ્ત્રીઓ વૈવાહિક જીવનમા વર્ષો સુધી સૌભાગ્ય સુખ પ્રાપ્ત કરે છે. આ ચિહ્ન સાથે અન્ય અનેકવિધ ચિહ્નો તેમજ હસ્તરેખામા વિવાહરેખા લક્ષમા લઈ પછી જ અંતિમ નિર્ણય લેવો જોઈએ.

જે વ્યક્તિના કાન મોઢા ના પ્રમાણમા અત્યંત નાના હોય તે ખૂબ જ કુમળા સ્વભાવ ની હોય છે. આ જાતકો પાસે થી નાણાં કમાવવા માટે ગમે તેટલા હાથ-પગ મારશો પરંતુ, તે વ્યર્થ સાબિત થશે. જે જાતકો ના કાન સરળ, પ્રમાણસર, સુઘડ દેખાવડા તથા માંસલ હોય તે ખૂબ જ સારું વ્યક્તિત્વ ધરાવે છે. આ સ્ત્રીઓ અત્યંત સરળ સ્વભાવ ની હોય છે. આવા પ્રકાર ના કાન ધરાવતી સ્ત્રીઓ ને સંગીત અત્યંત પ્રિય હોય છે અને તે એવું પણ ઈચ્છતી હોય છે કે સંગીત અને તેની સાથે સહકાર સાધતા તાલની માફક જીવન નું ઘડતર થાય.

આ સ્ત્રીઓ ને બાળપણ થી જ આ પ્રકાર ના સંસ્કાર મળતા હોય છે અને તેના કારણે તે સારી રીતે ઘડાઈ જાય છે. આ સ્ત્રીઓમા એવી પણ વિશેષતા જોવા મળે છે કે તે ગમે તેવા નવા અને અજાણ્યા વાતાવરણમા પણ પોતાનું સ્થાન સારી રીતે જમાવી શકે છે. અન્ય એક વિશિષ્ટતા એ પણ જોવા મળી છે કે જ્યાં તેનો પગસંચાર થાય છે ત્યાં એવા પ્રકારની છબી પડે છે કે ત્યાંનું વાતાવરણ તેની અનુપસ્થિતિ માં પણ તેની વ્યવસ્થા અને વિચાર નો અમલ સારી રીતે કરે છે, આમ આવી સ્ત્રીઓ ની ગેરહાજરી દરેક જગ્યાએ અનુભવાતી હોય છે.

કાન મા રુવાંટી હોવી શુભ છે કે અશુભ ?

જે સ્ત્રી ના કાનમા વધુ પડતી રુવાંટી હોય તેમજ તેના કાન ના છિદ્ર અત્યંત નાના હોય તેને કુટિલ ગણવામાં આવે છે. જે વ્યક્તિ ના કાન પર વાળ ઊગેલા હોય તે સામાજિક કાર્યો પ્રત્યે વધુ પડતો રસ ધરાવતા હોય છે. જે વ્યક્તિના કાન હાથી જેવા હોય તેઓ વધુ પડતું બળ તથા દુરદ્રષ્ટિ તેમજ સત્તાધિકાર સૂચવે છે. આ પ્રકાર ના કાન આપણા વડાપ્રધાન મોરારજી દેસાઈના હતા.

Leave a Reply

Top