You are here
Home > Articles >

એક ખેડૂતને ખેતરમાંથી મળ્યો કરોડો રૂપિયાનો ખજાનો પરંતુ થોડી વાર બાદ તે રડવા માંડયો , શું બની ઘટના ચાલો જાણીએ

મિત્રો , આપણે સૌ એ નાનપણ માં એવી અનેક પરીકથાઓ સાંભળી છે જેમાં ઘણાં લોકો ને જમીન માં દટાયેલો તથા સંતાડેલો કરોડો નો ખજાનો પ્રાપ્ત થાય છે અને તે વ્યક્તિ સામાન્ય માણસ માંથી શ્રીમંત બની જાય છે. હાલ આવી જ એક ઘટના વાસ્તવિક જીવન માં પણ ઘટીત થઈ છે.

હાલ , થોડાં સમય પૂર્વે જ એક ખેડૂત ને પોતાના ખેતર માંથી પ્રાપ્ત થયો ખજાનો પરંતુ , આ ખજાનો મળ્યા નો આનંદ તેના જીવન માં લાંબા સમયગાળા સુધી ટક્યો નહી. આ વાત સાંભળીને આશ્ચર્ય થશે કે એવી તો શું ઘટના બની કે આ ખજાનો મળવા છતાં પણ ખેડૂત ના મુખનું સ્મિત છીનવાઈ ગયું.

હાલ આપણે જે ઘટના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ઘટના છે મધ્યપ્રદેશ ના રાયપુર ની. રાયપુર માં એક ખેડૂત પોતાના ખેતર માં ખેડાણ નું કાર્ય કરી રહ્યો હતો અને એકાએક હળવી સાથે કોઈ વસ્તુ અથડાયા ની ધ્વનિ સંભળાણી.

ખેડૂત ને આ વિશે થોડી શંકા ઉદભવી અને તેણે તે જગ્યા પર ખાડો ખોદ્દયો. આ ખેતરમાં ખાડો ખોદ્દયા બાદ જાણે તેનું સૂતેલું ભાગ્ય ખુલી ના ગયું હોય તેવી ઘટના બની. આ જગ્યાએ થી ખેડૂત ને એક માટલું મળ્યું જેમાં પુષ્કળ પ્રમાણ માં સ્વર્ણ ના આભુષણો તથા પ્રભુ ની પ્રતિમાઓ પડેલી હતી.

ત્યાર બાદ ખેડૂત આ વાત ગ્રામ્યજનો ને જણાવે છે અને આ વાત ફરતી-ફરતી પોલીસસ્ટેશને પોલીસ ના કર્મીઓ સુધી પહોંચે છે. પોલીસકર્મીઓ ને આ વાત ની જાણ થતાં તે આ વાત સાચી છે કે નહી તે વાતની ખરાઈ કરવા ઘટનાસ્થળે પહોંચ્યા.

આ ઘટનાસ્થળે પહોંચીને પોલીસકર્મીઓ ખેડૂત ને હિરાસત માં લઈ લે છે અને જે પણ કંઈ તેને જમીન માંથી મળ્યું તે ના પર સરકાર નો હક હોય છે માટે આ સંપતિ સરકરની માલિકી ની ગણાય. જયારે પોલીસકર્મીઓ દ્વારા આ વાત જણાવવા માં આવી ત્યારે તમામ ગ્રામવાસીઓ તેમના પર ક્રોધિત થઈ ગયા.

પરંતુ , કાયદાકીય રીતે પોલીસકર્મીઓ ની વાત સાચી હતી. જયારે પણ ખોદકામ દ્વારા કોઈપણ વસ્તુ મળે તો તેના પર પ્રથમ હક સરકાર નો લાગે અને જો જમીનમાંથી જો નાણાં અથવા તેની સમકક્ષ કોઈ વસ્તુ પ્રાપ્ત થવાની હોય તો તેને રાજકોષ માં જમા કરવામાં આવે છે.

પરંતુ , ગ્રામવાસીઓ જણાવે છે કે કોઈપણ પ્રકાર ની લીગલ એકશન લેતાં પૂર્વે એ તો તપાસ કરો કે આ સ્વર્ણ ની ધાતુ ના ઘરેણાં સાચા છે કે ખોટાં? ત્યાર બાદ એક સોની ને બોલાવીને આ સોનાની ખરાઈ કરવામાં આવે છે કે શું આ સોનું વાસ્તવિક છે કે પછી ફેક.

સોની ના ચેક કર્યા બાદ જાણવા મળ્યું કે આ તમામ સ્વર્ણ નકલી છે. આ વાત સાંભળી ને તમામ ગ્રામજન્યો આશ્ચર્ય માં મુકાઈ ગયા. ત્યાર બાદ પોલીસે આ સમગ્ર ઘટના અંગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે કોઈએ જાણી જોઈને આ ખેતર માં નકલી સોનાના દાગીના દાટયા અને આ સોનું દાટવા પાછળ ની તેમની મનશા અત્યંત ખરાબ હતી.

જેવી ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને જાણ થઈ કે જમીન માંથી પ્રાપ્ત થયેલું આ સોનું ફેક છે ત્યારે થોડા સમય માટે સમગ્ર ગામના ગ્રામ્યજનો માં હસી-મદાક નું વાતાવરણ ફેલાઈ ઉઠે છે પરંતુ , આ ગ્રામ્યજનો ને એક વાતનું દુ:ખ પણ થયું કે આ સોનું સાચુ હોત તો તેમના આ ખેડૂભાઈ ના ભાગ્ય ખુલી જાત.

પરંતુ , ભગવાન સામે કોનું ચાલ્યું છે તો આપણું ચાલે? જે પણ કુદરત ને મંજૂર હોય છે અથવા જે પણ તમારા ભાગ્ય માં તેટલું જ તમને પ્રાપ્ત થાય. ખેડૂત પણ આ ઘટના થી શીખ લે છે કો સાચું સોનું ત્યારે જ મળે જયારે આપણે અથાગ પરિશ્રમ કરો.

Leave a Reply

Top