You are here
Home > Jyotish >

અગાથ પરિશ્રમ કર્યા બાદ પણ જો સફળતા નો મળતી હોય તો કરી લો શનિદેવ ના આ ખાસ ઉપાય

મિત્રો, વર્તમાન સમયમા દરેક વ્યક્તિ ને ઓછા-વતા પ્રમાણમા નાણાં ની આવશ્યકતા તો હોય જ છે. આ ફુગાવાના સમયકાળ મા, દરેક ના ઘર મા ઓછા-વતા પ્રમાણમા નાણાં ની અછત સર્જાતી હોય છે. આ જ કારણ છે કે લોકો આ આધુનિક સમયકાળ માં આખો દિવસ-રાત પરિશ્રમ કરે છે. જો કે અમુક લોકોનું આટલું ખરાબ ભાગ્ય હોય છે કે અથાગ પરિશ્રમ કરવા છતાં પણ તેમને તેમની આવશ્યકતા મુજબ ના નાણાં મળતા નથી.

તેમની સાપેક્ષ માં અન્ય લોકો કે જે અત્યંત ઓછું પરિશ્રમ કરીને પણ અઢળક નાણાં કમાઈ લે છે. તમે તેને તેમના સારા ભાગ્ય કહી શકો છો. જો તમે પણ આ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા હોવ કે અથાગ પરિશ્રમ કરવા છતાં પણ તમને તમારા મન મુજબ નાણાં પ્રાપ્ત થતા નથી, તો જરાપણ તણાવ ના લો. આજે આ લેખમા અમે તમને શનિદેવ ના એક એવા અસરકારક ઉપાય વિશે જણાવીશું કે, જે તમારા ઘરમા ધનલક્ષ્મી ના આગમન ના તમામ દ્વાર ખોલી દેશે અને તમારી નાણાં ની અછત ની સમસ્યા નો પણ અંત લાવી દેશે.

નાણાં સાથે સંકળાયેલી સમસ્યાઓ માટે આપણે સામાન્ય રીતે ધન ના દેવી માતા લક્ષ્મી નું પૂજન કરીએ છીએ. પરંતુ, જ્યારે દુષ્પ્રભાવ પાડતા ગ્રહો અને ખરાબ ભાગ્ય તમારો સંગાથ છોડતો નથી, ત્યારે તમારે સૌપ્રથમ શનિદેવને પ્રસન્ન કરવા પડે છે. આ દુષ્પ્રભાવ માંથી મુક્ત થયા બાદ તમને તમારા પરિશ્રમ અનુસાર અવશ્ય નાણાં પ્રાપ્ત થશે. તો ચાલો આપણે ઝાઝો સમય વેડફયા વગર જાણીએ કે શનિદેવને પ્રસન્ન કરવા માટે અને દુર્ભાગ્ય માંથી મુક્તિ મેળવવા માટે તમારે શું-શું કરવું પડશે?

નાણાં પ્રાપ્તિ માટે કરો શનિદેવ નો આ ચમત્કારિક ઉપચાર :

શનિવાર ના શુભ દિવસે , તમારા ઘરે લોટ માંથી એક નાનો એવો દીવડો તૈયાર કરો. જ્યારે તમે આ દીવડો બનાવો ત્યારે તેમાં હળદર ભૂલ્યા વગર ઉમેરવી, ત્યારબાદ હવે આ તૈયાર કરેલા દીવડા મા કાળા તલ અને સરસવના ત્રણ દાણા પણ ઉમેરવા પડશે. ત્યારબાદ આ દીવડા મા રૂ થી બનાવેલી વાટ તૈયાર કરો અને તેને આ દીવડા મા મુકો. હવે એક પીપળા ના વૃક્ષ નું પર્ણ લો અને તેના પર ૧૦ રૂપિયાનો સિક્કો મૂકો. આ સિક્કા પર તમે દીવડો સ્થાપિત કરીને તેને શનિદેવની સમક્ષ પ્રજ્વલિત કરીને રાખી મુકો.

ત્યારબાદ તમે શનિદેવની આરતી કરો. હવે, તેમની પ્રતિમા સમક્ષ તમારું મસ્તક નમાવી અને બંને હાથ જોડી તેમને વંદન કરો અને તમારી નાણાં સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ જણાવો. હવે તમે આ પૂજા દરમિયાન જે સિક્કા નો ઉપયોગ કર્યો તેને તમારા ઘર ની તિજોરી મા સાચવીને રાખી મુકો.

આ ઉપચાર કર્યા બાદ તમારા ઘરમા ક્યારેય પણ નાણાં ની અછત સર્જાશે નહીં. આ ઉપરાંત, તમારી સમક્ષ નાણાં કમાવવા માટે ના અનેકવિધ દ્વારો ખુલશે. આ ઉપચાર પૂર્ણ થયા બાદ તમારા જીવન મા કોઈપણ પ્રકાર ના નાણાંકીય અવરોધો ઉદ્ભવશે નહીં. વિશેષ કરીને નાણાંકીય મામલા મા તમારો માર્ગ સ્પષ્ટ રહેશે.

આ ઉપચાર ઉપરાંત તમે શનિવારે વ્રત રાખી શકો છો. જેનાથી શનિદેવ અત્યંત પ્રસન્ન થશે. તમે કમ સે કમ ત્રણ માસ સુધી નિરંતર આ ઉપચાર કરવાનું ચાલુ રાખો. આ ઉપચાર નિરંતર અજમાવવા થી તેની અસરો ક્યારેય સમાપ્ત કરશે નહીં. તમારા ભાગ્ય ના સિતારા હમેંશ ને માટે ચમકતા રહેશે. આ સિવાય તમે માતા લક્ષ્મી નું પૂજન પણ કરી શકો છો. જો તમે શનિદેવ અને લક્ષ્મીજી બંને ને પ્રસન્ન કરો છો તો તમારા જીવન મા ક્યારેય પણ નાણાં ની અછત સર્જાશે નહીં.

Leave a Reply

Top