You are here
Home > Health >

“અજમા” નો આ રીતે ઉપયોગ માત્ર એક અઠવાડિયામા ઉતારશે વજન, જાણો રીત

મિત્રો, જો તમે પેટ સાથે સંકળાયેલી કોઈ સમસ્યા થી પીડાવ છો તો તેના માટે અજમા એક શ્રેષ્ઠ ઔષધ છે. પરંતુ, શું તમને ખ્યાલ છે કે અજમા નો ઉપયોગ વજન ઘટાડવા માટે કારગર સાબિત થાય છે. અજમા માં ભરપૂર પ્રમાણમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિઇન્ફ્લેમેટરી ગુણતત્વો સમાવિષ્ટ હોય છે જે તમારા વજનને નિયંત્રણ માં રાખવા માટે સહાયરૂપ બને છે. અજમામાં પ્રાકૃતિક એન્ટિઓક્સિડેંટ સમાવિષ્ટ હોય છે જે તમારા શરીરમાં રહેલા તમામ ઝેરી તત્વો ને દૂર કરે છે.

આ ઉપરાંત તે તમારા શરીર નો વજન ઘટાડવામાં સહાયરૂપ બને છે. તો ચાલો જાણીએ કે અજમાનો ઉપયોગ કેવી રીતે કરવો. અજમા ના પાણી નું સેવન કરવાથી તમારા વજનમાં તુરંત ઘટાડો થાય છે. અજમાનું પાણી બનાવવા માટે સૌપ્રથમ એક પાત્ર માં ૨ ચમચી અજમા નાખી અને મધ્યમ તાપે તેને શેકી લ્યો. ત્યારબાદ અડધો લિટર પાણી ને હૂંફાળું ગરમ કરો. ત્યારબાદ આ શેકેલા અજમાને પાણીમાં ઉમેરો અને ત્યારબાદ તેને ઉકાળો. તે પાણી અડધું થાય ત્યાં સુધી તેને ઉકાળો.

ત્યારબાદ તેને ગળણી વડે ગાળી લો. અને તે પાણી નું આખા દિવસ દરમિયાન સેવન કરતા રહેવું. વજન ઘટાડવા માટે આ એક વિશિષ્ટ પદ્ધતિ છે. જો તમે થોડા સમય માં જ તમારા વજન ને નિયંત્રિત કરવા ઇચ્છતા હોવ તો તમે ૨ ચમચી અજમા ને ૨ ગ્લાસ પાણીમાં પલાળી ને રાખી મુકો અને આખી રાત રાખી મુકો. ત્યારબાદ પરોઢે તે પાણીને ગળણી ની સહાયતા થી ગાળી લો. તેમાં ૧ ચમચી મધ મિક્સ કરો અને ભૂખ્યા પેટે નિયમિત તે પાણી નું સેવન કરવું. આ સાથે ત્રણ માસ સુધી કાર્બોહાઇડ્રેટ ની બનેલી વસ્તુઓ નું ઓછું સેવન કરો.

તેથી તમારા વજનમાં તુરંત ઘટાડો થશે. અજમા અને વરિયાળીનું મિશ્રણ વજન નિયંત્રણ માં લાવવા માટે નો શ્રેષ્ઠ નુસખો છે. ૧ ચમચી શેકેલા અજમા અને ૧ ચમચી શેકેલી વરિયાળી ને ૪ કપ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી ને ઉકળવા મુકશો તો તેનો રંગ પરિવર્તિત થવાનો પ્રારંભ થશે , ત્યારે તેને ગેસ પર થી ઉતારી લ્યો. એક ગળણી દ્વારા તે પાણી ને ગાળી લ્યો જેથી અજમા અને વરિયાળી દૂર થઈ જાય. તે પાણી ઠંડુ થાય એટલે બોટલમા ભરો. આખો દિવસ દરમિયાન થોડું – થોડું પાણી પીધા કરવું.

જો તમારી પાસે આ અજમા નું પાણી બનાવવા માટે નો સમય ના હોય તો પણ તમારે હતાશ થવાની કાંઈ આવશ્યકતા નથી. તેના બદલે તમારે અજમા, મેથી અને વરિયાળી ને સપ્રમાણ લઈ તેનું સેવન કરવું. તેને ૧-૨ દિવસ સુધી વધુ સૂર્યપ્રકાશમાં રાખી સૂકવવા દેવું. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી તેનો પાવડર બનાવો. સુતા પૂર્વે નિયમિત રાત્રે ૧ ચમચી અજમાના પાવડર ને ૧ ગ્લાસ ગરમ પાણીમાં નાખી તેનું સેવન કરી લો. આ નુસખો અજમાવવા થી તમારું વજન તુરંત નિયંત્રણમાં આવી જશે.

Leave a Reply

Top