You are here
Home > Articles >

અક્ષય અને ટ્વિંકલ નુ આ “સી-ફેસિંગ” ઘર, જેને જોઈ આંખો થઇ જશે ચાર !

મિત્રો, અક્ષય કુમાર એ બોલીવુડ જગત નો વાસ્તવિક એક્શન હીરો તો છે જ પરંતુ, હાલની તેની અમુક ફિલ્મોએ તેને ખરા અર્થમા સામાજીક હીરો બનાવી પણ દીધો છે. પરંતુ, જો તમે તેનુ ઘર જોશો તો તેમા તમને ટ્રાવેલ સંબંધિત તથા જીવનશૈલી ની થીમ આધારિત તત્વો જોવા મળશે. અક્ષય કુમાર તેની પત્ની તેમજ જાણીતી લેખીકા ટ્વીન્કલ ખન્ના અને તેમના બે બાળકો સાથે આ ઘરમા રહે છે. તેનુ આ સુંદર ઘર સમુદ્ર ના તટ પર આવેલુ છે.

મુંબઈ જેવા અત્યંત વ્યસ્તતા ભરેલા શહેરમા આ ઘરની અંદર પ્રવેશતા જ જાણે તમે કોઈ અભ્યારણ્ય મા આવી ગયા હોવ તેવુ લાગશે અને તેનો સંપૂર્ણ શ્રેય અવશ્યપણે શ્રીમતી ખન્નાને જ મળશે. આ ઘરમા તમને કોઈ જ વસ્તુની કમી નહી લાગે એટલે કે આ ઘર સુખી અને સંપન્ન ઘરનુ એક આદર્શ ઉદાહરણ છે. એક પ્રાચીન કહેવત મુજબ દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પરંતુ, અક્ષય કુમારના આ સુંદર ઘરને બનાવવા પાછળ તેને ડીઝાઈન કરનારનો હાથ છે.

ટ્વીંકલ ખન્ના એ ફક્ત એક સફળ લેખીકા અને નવલકથાકાર જ નથી પરંતુ, તેની સાથે તે એક સારી ઇન્ટિરીયર ડીઝાઈનર પણ છે. તે ‘ધી વ્હાઈટ વિન્ડો’ નામના ઇન્ટીરીયર ડીઝાઈનીંગ સ્ટોર ની કો-ઓનર પણ છે માટે તેમને પોતાના ઘરને ડીઝાઈન કરવા માટે બહાર ની વ્યક્તિ ની કોઈ જ આવશ્યકતા પડી નથી અને તેમ છતા ઘર અદ્ભુત રીતે સુંદર બન્યુ છે. જો તેમના બગીચા ની વાત કરીએ તો તેમા તેમણે વાદળી રંગ પર પસંદગી ઉતારી છે. એમ પણ મુંબઈ ની કાળઝાળ ગરમી મા તેમજ ઘરને સારો દેખાવ આપવા માટે વાદળી રંગ એક સારો રંગ છે.

વાદળી રંગને ઠંડક આપતા રંગ તરીકે ઓળખવામા આવે છે. તમે કુંવારા હોવ કે પછી તમારી ફેમિલી સાથે રહેતા હોવ વાદળી રંગ કોઈપણ પરિસ્થીતીમા ઘરને શોભાવતો રંગ છે. આ સિવાય માટી જેવી ઝાંય ધરાવતા રંગ ને તેમણે પોતાના બાકીના ઘર માટે પસંદ કર્યો છે. તમે જોઈ શકશો કે ઘરની દીવાલો થી લઈને સોફા અને લાદી ની પેટર્નના વિવિધ શેડ્સમા પણ તમને આ જ સૌમ્યતા જોવા મળશે. આ ન્યુટ્રલ શેડ્સ પ્રાકૃતિક વાતાવરણ નુ પ્રતિનિધિત્વ કરે છે અને તમે તેની સાથે સંકળાયેલા છો એટલે તેની અનુભૂતી કરાવે છે. તમે જોઈ શકો છો કે, આ શેડ્સ ટ્વીંકલ ખન્ના ના ઘરને એક આકર્ષક બેકગ્રાઉન્ડ પુરુ પાડે છે.

ઘરમા સ્થિત નાનકડી એવી પ્રિન્ટ પણ ખુબ જ આકર્ષક લાગે છે :

પાઇનેપલ પ્રીન્ટ્સ થી લઈને બેડરૂમ પર પાથરેલી ચાદર ની ઇકતની પ્રીન્ટ ઘરમા કેટલુ મોટુ પરિવર્તન લાવે છે. જો તમે પણ તમારા ઘરનુ મેકઓવર કરવા ઈચ્છતા હોવ તો આ નાની-નાની માહિતી પર અવશ્ય ધ્યાન આપો.

અક્ષય કુમારના ઘરમા તેનુ પોતાનુ એક નાનુ એવુ વન પણ છે :

બોલીવૂડ ના સિતારાઓ ભલે તેને ગાર્ડન તરીકે ઓળખે પરંતુ, આપણા જેવા સામાન્ય લોકો માટે તો તે એક વન જ છે. તેમના ઘરમા તેમણે રીંગણ, ટામેટા, બટાટા અને આંબા જેવી અનેકવિધ વનસ્પતિઓ નુ વાવેતર કર્યુ છે. તેમના આ મૂલ્યવાન ગાર્ડનમા એક નાનુ એવુ તળાવ એટલે કે ખાબોચીયુ પણ આવેલુ છે. જેમા તેમણે તેના સુશોભન માટે બુદ્ધ નુ મસ્તક પણ રાખ્યુ છે જે સુંદર અને સ્વચ્છ પાણી માથી ડોકીયા કરતું હોય તેમ લાગે છે.

અક્ષય કુમારના ઘરની મોટાભાગ ની દીવાલો ને આધુનિક કળાના નમુનાઓથી શણગારવા મા આવી છે. જો તમે પણ તમારા ઘરની આ દીવાલોને સુશોભિત કરવા ઇચ્છતા હોવ તો તમે પણ તેમાથી ઘણુ બધુ શીખી શકો છો. તમારી પાસે પણ કદાચ એક સુંદર ઘર હોય જેમાથી સુંદર દ્રશ્યો જોઈ શકાતા હોય પરંતુ, ઘરની પોતાની પણ એક આગવી ઓળખ હોવી જોઈએ, એક આગવુ વ્યક્તિત્વ હોવુ જોઈએ જે તેમા રહેનારા લોકોના વ્યક્તિત્વને દર્શાવતુ હોય. જો તમારી પસંદ પણ સારી હોય, તો તેને પ્રદર્શિત કરવામા હાનિ નહી થાય.

એવુ નથી કે અક્ષય-ટ્વીન્કલ નુ ઘર ફક્ત કળાના નમુનાઓ થી જ ભરેલુ છે પરંતુ, તેના અમુક ભાગ ને પુસ્તકો થી સુશોભીત કરવામા આવ્યુ. જેનો તેમણે સમગ્ર વિશ્વ માથી સંગ્રહ કર્યો છે. જો તમે પણ તમારા ઘર ને રસપ્રદ બનાવવા ઇચ્છતા હોવ તો તમે પણ તમારા ઘર ની બુક શેલ્ફ ને સુંદર વાંચવા લાયક પુસ્તકો થી તથા તમારા કાર્ય માટે આપવામા આવેલી કોઈ ટ્રોફી હોય તો તેનાથી પણ શણગારી શકો છો.

અક્ષય કુમારના પ્રાંગણ માથી દેખાતુ આ દ્રશ્ય જોઈ તમે તમારા મોઢામા આંગળા નાખી જશો. વર્ષની કોઈપણ ઋતુ હોય કે તે પછી શિયાળો હોય, ઉનાળો હોય કે પછી ચોમાસુ હોય અહી તમને હંમેશા મનને શાંતિ આપતું દ્રશ્ય જોવા મળશે. જરા ઈમેજીન તો કરો કે તમે રોજ સાંજે કામે થી ઘરે આવો અને તમને આ દ્રશ્ય જોવા મળે તો આખા દિવસ નો થાક ઉતરી જાય છે અને હળવાશ મહેસુસ થાય છે, છેને અદ્ભુત !

Leave a Reply

Top