You are here
Home > Articles >

અક્ષયે ની આ અભિનેત્રી હાલ જીવે છે ગુમનામ જીવન, તેના સસરાએ પણ કરી મિલકત માથી બેદખલ, જાણો તેના વિશે

મિત્રો, બોલીવુડમા હાલ એવી અનેક અભિનેત્રીઓ અને અભિનેતાઓ છે જેને એક સમયે બોલીવુડમા રાજ કર્યુ પણ થોડા સમય બાદ એ લોકો કયા ગુમ થઈ ગયા એ કોઈને ખ્યાલ જ નથી. આ અભિનેતાઓ તથા અભિનેત્રીઓ મા અમૂકે નશા ની લત પાછળ પોતાનુ કેરિયર ખોઈ બેસ્યા તો અમુક લગ્ન કરી અને ફિલ્મી દુનિયા ને હંમેશ ને માટે અલવિદા કહીને ચાલ્યા પણ ગયા. હાલ, અમે આ લેખ મા એક એવી અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે એક સમયે બોલીવુડજગત પર રાજ કર્યુ હતુ.

આ અભિનેત્રી ની ફિલ્મો જોવા માટે લાઈનો લાગતી હતી પરંતુ, આજે તેનુ જીવન સાવ ગુમનામ થઈ ગયુ છે. અમે અહી વાત કરી રહ્યા છીએ અભિનેત્રી “વર્ષા ઉસગાવકર” ની જેણે હિન્દી અને મરાઠી ની અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. અક્ષય કુમાર, મિથુન ચક્રવતી અને જેકી શ્રોફ જેવા તજજ્ઞ કલાકારો સાથે પણ વર્ષાએ ફિલ્મો કરી છે, પરંતુ આજે તેનુ જીવન સાવ ગુમનામ થઈ ગયુ છે. આજે તેની વય ૫૪ વર્ષ ની છે. તેનો જન્મ ૨૮ ફેબ્રુઆરી, ૧૯૬૫ના રોજ ગોવામા થયો હતો.

૯૦ના દાયકા મા તે બૉલીવુડજગત સાથે સંકળાયેલ હતી અને ૪૩ જેટલી હિન્દી ફિલ્મમોમા તેણીએ કામ કર્યુ હતુ. વર્ષા ની સૌથી પહેલી ફિલ્મ હતી ‘ઇન્સાનિયત કે દેવતા’, આ સિવાય તેણે સાથી, તિરંગા, સ્ટાઇલ, ખલનાયિકા, દૂધ કા કર્જ, અને શિકારી ધ હન્ટર જેવી સફળ ફિલ્મોમા કાર્ય કર્યુ છે. વર્ષાએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘હત્યા’ મા કાર્ય કર્યુ હતુ, જો કે આ ફિલ્મ બોક્સઓફિસ પર એટલી બધી સફળ નહોતી નીવડી છતા પણ વર્ષા નો અભિનય દર્શકો ને પસંદ પડ્યો હતો.

ફિલ્મો સિવાય વર્ષાએ ટીવી સીરિયલમા પણ કામ કર્યુ હતુ, એક સમયની સૌથી સફળ ધારાવાહિક ચંદ્રકાંતા મા રાણી રૂપમતી નુ પાત્ર વર્ષાએ ભજવ્યુ હતું. વર્ષાએ ગોવાના કોંકણી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર હતા, વર્ષાએ વર્ષ ૨૦૦૦ મા સંગીતકાર રવિ શર્માના સુપુત્ર અજય શર્મા સાથે લગ્ન કર્યા હતા.

થોડા સમય પહેલા વર્ષા અને તેના પતિ પર તેના સસરાની સંપત્તિ કબ્જે કરી લેવા નો આરોપ પણ લાગવાયો હતો. આ આરોપ તેની નણંદો દ્વારા લગાવવા મા આવ્યો હતો. આ આરોપમા વર્ષા અને અજયે સંગીતકાર રવિના મૃત્યુ બાદ તેમનુ ઘર કબ્જે કરી લીધુ હોવાનો આરોપ હતો. વર્ષાના સસરાએ પોતાની બધી જ સંપત્તિ તેમની પુત્રીઓ ના નામ કરી હતી.

સંગીતકાર રવિએ પોતાની વસિયતમા લખ્યુ હતુ કે, મારા પુત્રએ વર્ષા ઉસગાવકર સાથે લગ્ન કર્યા ત્યારબાદ મારી ક્યારેય પણ સહાય નથી કરી, હુ એવુ ઈચ્છુ છુ કે મારા પુત્ર નો મારી સંપત્તિ પર કોઈ હક ના હોય. તેમણે તો એમ પણ લખ્યુ હતુ કે મારા મૃત્યુ બાદ મારા શબને પણ સ્પર્શ કરવાનો હક તેમને ના મળે. આ કિસ્સામા કોર્ટે દખલગીરી કરીને સંગીતકાર રવી ના બંગલાને તેમની પુત્રીઓ ને આપવામા આવ્યો હતો. હવે આ પાછળ શુ રહસ્ય છે તે તો ખ્યાલ જ નથી.

Leave a Reply

Top