You are here
Home > Jyotish >

અમાસ ના દિવસે જો કરી લેવા મા આવે આ કામ, તો જાગી ઉઠશે સુતેલુ ભાગ્ય

મિત્રો, આપણે સૌ જાણીએ જ છીએ કે અમાસ ના દિવસે લોકો ખુબજ વધુ પડતું દાન પુણ્ય કરતા હોય છે. આપણાં પૌરાણિક શાસ્ત્રો મા જણાવ્યા અનુસાર આપણે અમાસ ના દિવસે જેટલું પણ દાન-પુણ્ય નું કાર્ય કરો છો, તેનાથી કેટલાય ગણું થઈને આપણને તે પરત મળે છે. આજે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમ દ્વારા અમાસ ના દિવસે ધન પ્રાપ્તિના અમુક વિશેષ ઉપાયો વિશે જણાવીશું. શાસ્ત્રોમા એ પણ દર્શાવ્યું છે કે, અમાસ ના દિવસે દાન કરવાથી ચંદ્ર અને સૂર્ય સાથે સંકળાયેલા તમામ દોષો દૂર થાય છે.

જો તમારી આર્થિક સ્થિતિ નબળી ચાલી રહી હોય તો અમાસ ના શુભ દિવસે એક શ્રીફળ ને ફોડી તેને વધેરી તેમાં ખાંડ ભરવી, ત્યારબાદ આ શ્રીફળ ને કીડીઓ ના દર પાસે રાખવું. આ ક્રિયા કરતી વખતે એક વાત ની વિશેષ કાળજી રાખવી કે, શ્રીફળ રાખ્યા બાદ પાછુ વળી ને ભૂલ થી પણ ના જોવું. જો તમે પાછુ ફરી ને ભૂલ થી પણ જોશો તો તે તમારા માટે અશુભ સાબિત થઇ શકે છે. એવી પૌરાણિક માન્યતાઓ છે કે જો કીડીઓ નું કીડીયારું પૂરવામાં આવે તો ભવિષ્યમા તમને આકસ્મિક ધન લાભ થઇ શકે છે.

આ ઉપરાંત અમાસ ના દિવસે પીપળા ના વૃક્ષ નું પૂજન કરવું અત્યંત શુભ ગણાય છે. આ દિવસે મોટાભાગ ના લોકો પીપળા ને જનોઈ પહેરાવવી, પૂજા ની અન્ય સામગ્રીઓ અર્પણ કરે છે. ત્યારબાદ પ્રભુ વિષ્ણુ ના મંત્ર ‘ઓમ નમો ભગવતે વાસુ દેવાય’ નું મંત્રોચ્ચારણ કરે છે. ત્યારબાદ પીપળા ના વૃક્ષ ની આસપાસ પ્રદક્ષિણા કરવી. આ સિવાય તમે સ્ટીલ ના લોટામા પાણી, દૂધ, કેળા અને સફેદ તલ તેમજ જવ મિક્સ કરીને પીપળા ના વૃક્ષ ને અર્પણ કરી શકો.

અમાસ ના દિવસે એક સારા વિદ્વાન બ્રાહ્મણ ને બોલાવીને ઘર મા શિવ પૂજા કરાવવી અને હવન પણ કરાવવો, જે ખુબ જ શુભ માનવામાં આવે છે. તેના થી મહાદેવ ની કૃપા સદાય આપણા પર બની રહે છે. આ ઉપરાંત અમાસ ની રાત્રે ૫ લાલ ફૂલ અને ૫ દીવડા પ્રજ્વલિત કરીને વહેતી નદી મા તરતા મુકવા.

તે સિવાય પોતાના પિતૃ ના નામ પર કોઈ ગાય, બ્રાહ્મણ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિ ને દાન કરવું જેથી , આપણા ઘરમા ક્યારેય પણ ધન-ધાન્ય ની ઉણપ ના સર્જાય. અમાસ ના શુભ દિવસે પ્રભુ નારાયણ ના મંદિરે પીળી ધજા અર્પણ કરવી. આવું કરવાથી તમારા પર પ્રભુ વિષ્ણુ ની સાથોસાથ માતા લક્ષ્મીજી ની કૃપા પણ બની રહે છે અને તમને આકસ્મિક ધનલાભ થાય છે.

જો તમે અમાસ ના શુભ દિવસે ઘરના પૂજાસ્થળે અને તુલસી ના ક્યારા પાસે સવારે તથા સાંજ ના સમયે દિપક પ્રજ્વલિત કરો છો તમારા ઘર માથી ગરીબી દુર થઈ જાય છે. આ ઉપરાંત અમાસ ના દિવસે ક્યારેય ભૂલ થી પણ તુલસી ના પર્ણો કે બીલીપત્ર ના તોડવા તે અશુભ ગણાય છે. તો મિત્રો, જો તમે અમાસ ના દિવસે આ ઉપરોક્ત ઉપાયો અજમાવો તો તમને ધનવાન બનવાથી કોઈપણ રોકી શકતું નથી.

Leave a Reply

Top