You are here
Home > Articles >

આવનાર 15 દિવસમાં અંબાજી જવાના હોય તે આ માહિતી જાણી લેજો બાકી ચોક્ક્સ ધક્કો માથે પડશે

દાંતા તથા અંબાજી પહાડી માર્ગને ફોરલેન કરવાની કામગીરી કેટલાક સમયથી ચાલુ થઈ ગઈ છે. ત્યારે હવે આ રસ્તાને વધુ 15 સુધી બંધ રાખવાનો એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, દાંતાથી અંબાજીને જોડાણ કરતા રસ્તાને સંપૂર્ણ બંધ કરીને વાહનવ્યવહારને ડાયવર્ટ કરી દેવાયો છે. દાંતાથી અંબાજી જતા ત્રિશુળિયા ઘાટ પર અકસ્માતો નિવારવા પ્રોટેક્શન વોલ અને રસ્તો આજ કરતા વધુ પહોળો કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે.

જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ સંદીપ સાંગલે દ્વારા વધુ 15 દિવસ સુધી રસ્તો બંધ રાખવાનો એક અગત્યનો તથા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ રસ્તાના વિકલ્પ રૂપે દાંતાથી કણબીયાવાસ, કુવારસી, બોરડીયા, બેડા, હાથીપગલા, સનાલી, હડાદ, મચકોડા, ગનાપીપળી, ચિખલાથી અંબાજી પર ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે.

• રસ્તાનો કરવામાં આવી રહ્યો છે પહોળો

આ અંબાજી પર્વતીય માર્ગને પહોળો કરવાનો લઈને સમગ્ર તંત્ર દ્વારા માર્ગ બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રિશુળિયા ઘાટ પર અકસ્માત થતા તંત્ર દ્વારા માર્ગ પહોળો કરવાનો એક નિર્ણય લેવાયો છે. દાંતાથી અંબાજીનો માર્ગ હમણાં બંધ થતા હવે મુસાફરો હડાદ રોડ થઈને જઈ શકે છે. પાલનપુરથી બાલારામ-વિરમપુર માર્ગથી માણસો ચોક્ક્સ જઈ શકે છે. ત્યારે હવે જિલ્લા કલેક્ટરે રસ્તો બંધ કરવાનું જાહેરનામું બહાર પાડી દીધું છે.

• રોજબરોજ બની રહેલી અકસ્માતની ઘટના ઓછી કરવા તથા કાબુ કરવા રોડ કરવામાં આવી રહ્યો છે વધુ પહોળો

અગત્યનું એ છે કે આ રોડ પર
દરરોજ અકસ્માત થતાં હોય છે. કેટલાક સમય પહેલા ત્રિશુળીયાં ઘાટ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં આણંદ જિલ્લાના શ્રદ્ધાળુઓ ભોગ બન્યા હતા. ત્યારે સાવચેતીના ભાગરૂપે આ માર્ગનું સમારકામ કરવામાં આવશે. પ્રોટેક્શન વોલ સહિતની કામગીરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભયજનક વળાંકોને કાયમ માટે દૂર કરવા માટે સરકારે નિર્ણય લીધો છે. આ બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

dip

Leave a Reply

Top