You are here
Home > News >

અંબાણી ની આ નિશાળ મા માત્ર અરબપતિઓ જ ભણાવી શકે છે પોતાના બાળકો ને, ફી જાણીને રહી જશો દંગ

મિત્રો, વર્તમાન સમય મા અભ્યાસ દ્વારા બાળક ને સક્ષમ બનાવવું માતા-પિતા માટે એક અત્યંત વિશાળ અને કપરી જવાબદારી છે. સામાન્ય લોકો તેમની આર્થિક સ્થિતિ અને આવક પ્રમાણે તેમના બાળકોને સરકારી શાળા મા અભ્યાસ કરાવે  છે પરંતુ, જો કોઈની આવક વધુ સારી હોય તો તે પોતાના સંતાનો ને મોટી અને ખાનગી શાળામા અભ્યાસ કરાવવા ની ઈચ્છા ધરાવશે. આ ઉપરાંત સમાજ મા ઉચ્ચ સ્તર પર બિરાજમાન લોકો ના બાળકો ની શાળા પણ અલગ હોય છે.

જેમ કે, મુંબઈની એવી અનેકવિધ કોલેજો છે કે જ્યા અનેકવિધ અબજોપતિઓ તેમના સંતાનો ને ત્યા અભ્યાસ કરાવી રહ્યા છે. આ શાળાનુ નામ છે “ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ”. અહીં ફક્ત ફિલ્મ, રમતગમત, રાજકારણ અને ઉદ્યોગપતિઓ ના જ સંતાનો અભ્યાસ કરી શકે છે કારણ કે, અહીની ફી લાખો રૂપિયા મા હોય છે માટે આ અંબાણી સ્કૂલમા માત્ર અબજોપતિ જ ભણી શકે છે. તો ચાલો આજે આ લેખમા આ શાળા વિશે તથા તેની ફી વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

આ અંબાણી સ્કૂલમા માત્ર અબજોપતિ જ ભણી શકે છે

હાલ ની ૨૧મી સદી ની આ વાસ્તવિકતા એ છે કે વિશ્વના કોઈપણ માતાપિતા બે બાબતો પર ક્યારેય સમાધાન કરતા નથી. એક તો શિક્ષણ અને બીજુ હેલ્થ કારણ કે, આ બંને તેમના બાળકો માટે ખૂબ જ અગત્ય ના છે. ગરીબ હોય કે શ્રીમંત દરેક માતા-પિતા તેમના બાળકો ને સારી શાળામા ભણાવવા ઈચ્છે છે અને આવશ્યકતા પડે ત્યારે શ્રેષ્ઠ દાકતર પાસે થી નિદાન પણ કરાવવા માંગે છે. દેશ ના મશહુર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ “ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ” તેમના પિતાની યાદમા બનાવી છે.

આ શાળા ની ફીસ એટલી છે કે જેના થી તમારી હોશ ઉડી શકે છે. આ દેશની પ્રથમ નંબરે આવતી શાળા છે અને અહીની ફી એટલી છે કે સામાન્ય માણસ માત્ર અહી બાળકો ને સ્વપ્ન મા જ ભણાવી શકે છે. આ શાળા બોલિવૂડની હસ્તીઓ ની મનપસંદ શાળા છે. શાહરૂખ ખાન નો પુત્ર અબરામ, એશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા ઉપરાંત ઘણા સ્ટાર્સ ના બાળકો અહીં અભ્યાસ કરે છે. ક્રિકેટજગત ના સમ્રાટ ગણાતા સચિન તેંડુલકર ના બાળકો પણ આ સ્કૂલ મા જ ભણે છે.

આ શાળા મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી ચલાવે છે અને તે આ શાળા ના હેડ પણ છે. નીતા અંબાણીએ પોતાના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, જ્યારે આ શાળા પ્રવેશોત્સવ શરુ હોય છે ત્યારે તે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દે છે જેથી કોઈ અહી ભલામણ માટે વાત કરી શકે નહીં.

મુંબઈ ના બાંદ્રા મા આ શાળા નો પ્રારંભ કરતી વખતે મમતાએ નીતાને ઘણી સહાય કરી હતી અને સૌથી વિશિષ્ટ વાત તો એ છે કે જયારે શાળા ની શરૂઆત કરી તે સમયે નીતા અંબાણી ખૂબ જ ભયભીત હતા કે આ શાળા ચાલશે કે નહિ પરંતુ, હાલ અન્ય  શૈક્ષણિક સંસ્થાઓ સાથે રેન્કિંગ મા દેશ ની ૧૦ સર્વશ્રેષ્ઠ શાળાઓમા અંબાણી સ્કૂલે સ્થાન મેળવ્યુ છે. આ શાળા ને નંબર વન ઇન્ટરનેશનલ શાળા નો ખિતાબ પણ પ્રાપ્ત થયો છે.

હવે આ શાળા ની ફીસ વિશે માહિતી મેળવીએ :

આ શાળા નો પ્રારંભ વર્ષ ૨૦૦૩મા થયો હતો. આ શાળામા અંદાજીત ૭ માળ છે. મીડિયા ના એક એહવાલ મુજબ એલ.કે.જી. થી લઈને સાતમા ધોરણ સુધી ફી ૧ લાખ ૭૦ હજાર રૂપિયા છે. જયારે ૮ માથી લઈને ૧૦મા ધોરણ ની ફી ૧ લાખ ૮૫ હજાર અને આઠ થી દસ માટે (આઈ.સી.એસ.ઈ બોર્ડ મા ૪ લાખ ૪૮ હજાર રૂપિયા છે.

આ શાળા આંતરરાષ્ટ્રીય સ્તરે બેકલેકરેટ આઇ બી કોર્સ પર વિશેષરૂપે ચાલે છે. આ શાળા મલ્ટિમીડિયા પ્રોજેકટરો ના લેટ આઇ.ટી ઇલેવન વર્ગખંડ છે. આ શાળામા પ્રવેશ માટે, તમે વેબસાઇટ પર ફોન નંબર પર વાત કરી શકો છો. શાળામા વાર્ષિકોત્સવ સમયે ઘણા કાર્યક્રમો યોજવામા આવે છે જેમાં સ્નાતક દિવસ અને ભાષા દિવસ નો પણ સમાવેશ થાય છે.

Leave a Reply

Top