You are here
Home > Articles >

અમદાવાદના એક યુવકે કોરોનાની સમસ્યા સામે રક્ષણ મેળવવા માટે બનાવ્યુ એક વિશિષ્ટ મશીન

મિત્રો, હાલ કોરોના વાયરસ સામે ઝઝુમી રહેલુ વિશ્વ શક્ય તેટલુ જલદી આ સમસ્યાનુ નિરાકરણ શોધાય તેની રાહ જોઇ રહી છે. હાલ આ વાયરસના કારણે સમગ્ર વિશ્વમા લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે જેના કારણે લોકો ઘરમા જેલના કેદીઓ માફક પુરાઈ ગયા છે. આ કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનમા લોકો ઘરબેઠા અનેકવિધ નવીનતમ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

ત્યારે હાલ આ લોકડાઉનમા અમદાવાદના નારાણપુરામા રહેતા દિનેશભાઈએ પણ આ લોકડાઉનના સમયનો સદુપયોગ કરીને કોરોના વાયરસની જીવલેણ બીમારીથી રક્ષણ મેળવવા માટે હાલ, કપડા ધોવા માટે એક વિશેષ પ્રકારનુ મશીન બનાવ્યુ છે. આ મશીનનુ નામ અને કામ એકદમ અદ્ભુત અને અવિશ્વસનીય છે.

આ મશીનનુ નામ દિનેશભાઈ એ “ડિસઇંક્ટીંગ બોક્સ” આપ્યુ છે. આ કપડા ધોવાના મશીનમા યુવીસી જર્મની લેમ્પનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ બોક્સમા કપડા મૂકીને વોશ કરવાથી તમારા કપડા પર રહેલા તમામ સુક્ષ્મ વાયરસ અને બેક્ટેરિયાનો ફક્ત ૨ મિનિટમા જ નાશ થાય છે. આ મશીનના ઉપયોગ દ્વારા કોરોના વાયરસને અન્ય લોકો સુધી ફેલાતા અટકાવી શકાય છે.

આ બોક્સને બનાવવા પાછળ ૧૦ હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો :

આ બોક્સને બનાવવામા ૧૦ હજાર રૂપિયા જેટલો ખર્ચ કરવામા આવ્યો છે. પી.પી.ઇ. કીટનો ઉપયોગ કરીને તમારા કપડા આ બોક્સમા મૂકવામા આવે છે. ત્યારબાદ તે કપડાંને ક્લીનીંગમા મોકલવામા આવે છે.કપડા ક્લીન થઈ ગયા બાદ કસ્ટમરના ઘર સુધી પહોંચાડવામા આવશે. આ કપડા સંપૂર્ણપણે બેક્ટેરિયા મુક્ત હશે.

Leave a Reply

Top