You are here
Home > Articles >

અમદાવાદ ની એક દીકરી ની પેહલ, તેનું બનાવેલ “we help” ગ્રુપમા જોડાયા ૪૦૦ લોકો, જરૂરિયાતમંદ ને આપે છે ફ્રી મા જ દવા અને ભોજન

મિત્રો, અમદાવાદ સહિત આખા ગુજરાત રાજ્યમા ૨૧ દિવસ સુધી લોકોડાઉન છે. ત્યારે અમદાવાદ યુથના એક ગ્રૂપ દ્વારા અમદાવાદ મા વસતા વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધો અથવા તો જે એકલા રહેતા હોય તો તેમની સહાય કરવા માટે ઘરે-ઘરે જમવાનુ અને દવાઓ પહોચાડી રહ્યા છે. આ ગૃપ પોતાના ઘરે થી જમવાનુ બનાવી અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડે છે. અમદાવાદ ની એક યુવતી ચાંદનીએ પોતાના ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયામા એક ગ્રુપ બનાવ્યુ છે. જેનું નામ ‘વી હેલ્પ’ આપવામા આવ્યુ છે.

આ ગ્રૂપના માધ્યમ દ્વારા પી.જી. મા રહેતા અને વૃધ્ધ અસહાય લોકો ને જમવાનુ તથા દવા પહોચાડવા ની એક મુહિમ ચલાવવામા આવી છે. હાલ મા આ ગ્રૂપમા ૪૫૦ થી વધુ યુવાનો જોડાઈ ગયા છે. જે જુદા-જુદા વિસ્તારમા રહે છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા જ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વૃધ્ધો નો સંપર્ક સાધી પોતાના ઘરે જ આવશ્યકતા પ્રમાણે નો આહાર બનાવી આ લોકો સુધી પહોંચાડવા મા આવી રહ્યો છે. ધીમે-ધીમે આ ગ્રુપના માધ્યમ થી હાલ ૧૫૦ થી પણ વધુ લોકો ને આહાર અને દવા પહોચાડવામા આવી રહી છે.

લોકો ને ફૂડ પહોંચાડવામા મુશ્કેલી પડતા ‘વી હેલ્પ’ નામ નુ ગૃપ બનાવવા મા આવ્યુ. આ અંગે ‘વી હેલ્પ’ નો એક મુખ્ય ભાગ ચાંદનીએ એક ન્યુઝ ચેનેલ સાથે કરેલી વાતચીતમા જણાવ્યુ હતુ કે, અમારા ફાઉન્ડેશનમા અમે અનેક લોકો ની સહાય કરવા માંગતા હતા. પરંતુ, જુદા-જુદા વિસ્તારમા ફૂડ પહોચાડવુ ખૂબ જ કપરુ બની રહ્યુ હતુ. તેથી ‘વી હેલ્પ’ નામનુ ગૃપ બનાવ્યુ અને તેમા અન્ય લોકો ને જોડાવવા માટે અપીલ કરી. હાલ, આ ગૃપ મા ૪૫૦ થી પણ વધુ યુથ જોડાઈ ગયુ છે.

આ પછી અમે અમારી મદદ માંગનારાઓ નો સંપર્ક અમારા સ્વયંસેવક સાથે કે જે તેના વિસ્તાર ની નજીક હોય કરાવવા લાગ્યા. જેથી અનેક લોકો સુધી સહાય પહોંચે. આ કાર્ય શરૂ કર્યુ ત્યાર થી અનેક લોકો અમારી સાથે જોડાયા અને અમને યોગ્ય સહકાર પણ આપ્યો. ચાંદની નુ કહેવુ એવુ છે કે, અમે હાલ પી.જી.મા રહેતા અને જમવા નો મેળ આવી ના શકતો હોય તથા જે લોકો વૃદ્ધ છે અને તેમની આગળ પાછળ કોઈ નથી તેવા લોકોને અમારા ઘર થી રસોઈ બનાવી આપી રહ્યા છીએ. અમે આ સેવા માટે કોઈપણ જાત નુ ડોનેશન લેતા નથી.

Leave a Reply

Top