You are here
Home > Articles >

જાણો, અમદાવાદમા કોર્પોરેશન દ્વારા છૂપાવવામા આવી રહી છે કોરોનાના કેસોની માહિતી, મીડિયા દ્વારા કરાયા ધમપછાડા

મિત્રો, હાલ વર્તમાન સમયમા અમદાવાદમા એક સદંતર વિચિત્ર ઘટના બની. હાલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અચાનક જ કોરોનાની સમસ્યાથી પીડાતા દર્દીઓની વોર્ડ અનુસાર લીસ્ટ તૈયાર કરીને મીડિયાને આપવાનુ બંધ કરી દીધુ. ત્યારે હાલ, આ ઘટનાને લઈને સમગ્ર અમદાવાદ શહેરમા ચકચાર મચી ગયો છે અને સમગ્ર અમદાવાદમા હાલ, આ ઘટના અંગે અનેક પ્રકારના તર્ક-વિતર્ક લગાવવામા આવી રહ્યા છે પરંતુ, કોઈ જ નથી જાણતુ કે, આવુ કરવા પાછળનુ વાસ્તવિક કારણ શુ છે?

કોર્પોરેશન દ્વારા પહેલા સત્તાવાર રીતે વોર્ડ પ્રમાણે કોરોના સંક્રમિત લોકોની લીસ્ટ તૈયાર કરીને મીડિયાને આપવામા આવતી હતી તે બંધ કરી દેવામા આવી છે. હા, એ વાત અલગ છે કે મીડિયા પાસે એટલુ વિશાળ નેટવર્ક છે કે તે સ્વયં પોતાની રીતે આ માહિતી હાંસલ કરવાનો જુગાડ કરી લે છે. પરંતુ, તમને જણાવી દઈએ કે, જેમ પહેલા મીડિયા સુધી વોર્ડ મુજબ કોરોનાના દર્દીઓની લીસ્ટ કોર્પોરેશન દ્વારા પહોંચાડવામા આવતી હતી તે હાલ નથી આપવામા આવી રહી.

હાલ, ગુજરાત રાજ્યમા સૌથી વધુ કેસો અમદાવાદ શહેરમા નોંધાયા છે અને એવુ પણ કહેવામા આવી રહ્યુ છે કે અમદાવાદ એ હાલ વુહાન બનવાની દિશામા અગ્રેસર જઇ રહ્યુ છે, આવી પરિસ્થિતિમા જો કોર્પોરેશન તરફથી મળતી વિગતવાર માહિતી બંધ થઈ જાય તો જાહેર જનતા નુ ભવિષ્ય અંધકારમય બની જાય છે. જ્યારથી કોંગ્રેસ પક્ષના નેતા અહમદ પટેલ દ્વારા કોરોના ટેસ્ટિંગ અંગે અમુક પ્રશ્નો ઊભા કર્યા છે ત્યારથી વિગતવાર પ્રેસનોટ આવવાની બંધ થઇ ચૂકી છે અને ફક્ત એક જ પાનામા મર્યાદિત માહિતી પહોંચાડવામા આવે છે.

હાલ, હજુ પણ કોર્પોરેશન દ્વારા આ કોરોનાની વિગતવાર યાદી આપવાની બંધ કરવા અંગે કોઈ સ્પષ્ટતા કરવામા આવી નથી. જ્યારે વિજય નહેરા મ્યુનિસિપલ કમિશનરના પદ પર હતા ત્યારે ૩ પેજની યાદી અપાતી તથા કોરોનાના દર્દી અને લેબટેસ્ટની સંખ્યાના આંકડા પણ રજૂ કરવામા આવતા હતા તથા પળેપળ ની ખબર સમયસર મીડિયા સુધી પણ પહોંચાડવામા આવતી. હાલ, એ.એમ.સી. દ્વારા આવો નિર્ણય શા માટે લેવામા આવ્યો તે અંગે તો આવનાર સમય જ જણાવી શકે.

તમારુ શુ કહેવુ છે આ બાબત અંગે? એ.એમ.સી. દ્વારા લેવામા આવેલ નિર્ણય યોગ્ય છે? જો યોગ્ય છે તો શા માટે તે આ નિર્ણય અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી રહ્યુ? અને યોગ્ય નથી તો આ વાતનો કોઈ વિરોધ શા માટે નથી થઈ રહ્યો? તમારા અમૂલ્ય પ્રતિભાવ અમને કૉમેન્ટ બોકસમા અવશ્ય જણાવજો, તથા આ માહિતીને વધુમા વધુ લોકો સુધી શેર કરી પહોંચાડવી જેથી અન્ય લોકો પણ આ અંગે પોતાના અમૂલ્ય પ્રતિભાવ આપી શકે, ધન્યવાદ!

Leave a Reply

Top