You are here
Home > News >

અમદાવાદ ના એક કેદી ની અદભુત સિદ્ધિઓ, આઠ વર્ષ ના જેલ કારાવાસમા મેળવી ૩૧ ડિગ્રીઓ, જાણો કોણ છે આ કેદી અને ક્યાં કારણોસર થઇ હતી જેલ…

જો કોઈ વ્યક્તિને ગુનાની સજા મળે તો તે વ્યક્તિને જેલમાં મોકલવામાં આવે છે પરંતુ જો કોઈ વ્યક્તિ સજા કાપીને પરત ફરતા હોય ત્યારે તે પોતાની સાથે નિરાશા લઈને પ્રાપ્ત ઘરે પરત ફરશે. પરંતુ આજે આપણે એવા વ્યક્તિ વિશે જાણીશું જેમને પોતાની સજા દરમ્યાન ૩૧ જેટલી પદવીઓ પ્રાપ્ત કરી છે. અને તે પણ માત્ર આઠ વર્ષમાં. પોતાની મહેનતના આધારે ડિપ્લોમા ડિગ્રી અને અન્ય કેટલાક સર્ટિફિકેટ કોર્સ પૂરો કરી કર્યા છે. ૩૧ જેટલી ડિગ્રી આઠ વર્ષમાં ધારણ કરીને તેમને એક વિશ્વનો રેકોર્ડ બનાવ્યો છે.

જી હાં આ સાચું છે ૫૦ વર્ષના ભાનુભાઈ પટેલે જણાવ્યું કે આઠ વર્ષ સુધી તેમણે સખત મહેનત કરી છે અને તે માટે તેમના સંજોગો પણ અનુકૂળ હતા નહીં. ભાનુભાઇ પટેલ ૧૯૯૨માં અમેરિકા ના મેક્સિકો શહેરમાં મેડિકલની ડિગ્રીનો અભ્યાસ કરવા ગયા હતા. તે દરમિયાન તેમના એક મિત્ર એ તેમના વિઝા પર અમેરિકા ના મેક્સિકો શહેરમાં નોકરીની શરૂઆત કરી. તે મિત્રનો પગાર ભાનુભાઈ ના ખાતામાં જમા થવા લાગ્યો. તેથી ભાનુભાઈ ઉપર દાણચોરી નો કેસ લગાવવામાં આવ્યો. તેને ભારત પરત મોકલવામાં આવ્યા. ભારતીય કોર્ટે તેમને આઠ વર્ષની સજા ફટકારી.

પોતાના મિત્રની ભૂલના કારણે પોતાને ૮ વર્ષની સજા થઈ તો પણ તેમણે સહજતાથી આ ભૂલ સ્વીકારી લીધી અને સજા કાપવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ તેમણે જેલમાં જતા પહેલા એ પ્રતિજ્ઞા લીધી કે જ્યારે તે સજા પૂરી કરશે ત્યારે ખૂબ જ અભ્યાસમાં આગળ વધશે. જેલ માંથી પરત આવ્યા બાદ તેમણે સરકારી નોકરી પણ મેળવી લીધી. તેમને સિદ્ધિ નામનું પુસ્તક પણ લખ્યું. જે બીજા લોકો માટે પ્રેરણા બનશે. તેણે આફતને અવસરમાં ફેરવી નાખી. હવે તે ખુશીની લાગણી અનુભવે છે.

તે જણાવે છે કે જ્યારે તે સાબરમતી જેલમાં હતા ત્યારે જુદી જુદી જુદી યુનિવર્સિટી શૈક્ષણિક સંસ્થા અને તેમના અભ્યાસ કેન્દ્રો ત્યાં શરૂ હતા. પરંતુ ત્યાં વાતાવરણ તેમને અનુકૂળ હતું નહીં. અને તેની ઉંમર પચાસ વર્ષની હતી છતાં પણ તેમણે અભ્યાસ શરૂ કર્યું.અનેક ડિગ્રી-ડિપ્લોમા અને સર્ટિફિકેટ અભ્યાસક્રમ સાથે સફળતાપૂર્વક આઠ વર્ષનો કારાવાસ પૂર્ણ કર્યું. તેમને વિશ્વાસ નહતો થતો કે તેમણે એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે જેલમાં રહીને અભ્યાસમાં પારંગત થઈ ને એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

તેમણે તેના અનુભવ દુનિયાને બતાવવા માટે પોતે પુસ્તક લખ્યું અને તેમને આ પુસ્તકનું નામ સિદ્ધિ રાખ્યું તે જેલમાંથી મુક્ત થયા બાદ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ખાતે એક સેમીનારમાં ભાગ લેવા ગયા હતા ત્યાં દક્ષિણ ભારત રાજ્યની જેલના અધિક્ષક અને ગુજરાતની જેલના તે સમયના વડા સી પી ઠાકોર તેમને મળ્યા. તેમને પોતાની સિદ્ધિઓ વિશે તેમને સફળ પુસ્તક લખવા માટે પ્રેરણા આપી.

Leave a Reply

Top