You are here
Home > Articles >

અમેરિકામા હાલ ની પરિસ્થતિ ને ધ્યાન મા રાખી મદદ માટે આગળ આવ્યા ગુજરાતી હોટલ તેમજ મોટેલ ના માલિકો, નોધારા ભારતીય વિદ્યાર્થીઓ માટે ૫૦૦૦ રૂમ સાથે રહેવા તેમજ જમવાની મફત સુવિધા

મિત્રો, હાલ સમગ્ર વિશ્વમા ફેલાયેલ કોરોના ની સમસ્યા ના હાહાકાર વચ્ચે અમેરિકામા પોઝિટિવ કેસ નો આંકડો સતત વધી રહ્યો છે. હાલ, અમેરિકાના જુદા-જુદા રાજ્યોની યુનિવર્સિટીઓ મા અભ્યાસ માટે ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ પણ ત્યા ફંસાય ચુક્યા છે. અત્યારે આમાના મોટાભાગ ના હંગામી ડોમમા આશ્રય લઈ રહ્યા છે. પરંતુ, અમેરિકામા કોરોનાના કેસ નો આંકડો દિન-પ્રતિદિન નિરંતર વધવાના કારણે ત્યાની સરકાર આ સુવિધાઓ પણ ગમે ત્યારે બંધ કરી શકે છે.

આવામા પોતાના દેશ પાછા નહી આવી શકવાના કારણે આવા હજારો વિદ્યાર્થીઓ ત્યા ફંસાય રહે તેવી સમસ્યા ઊભી થઈ છે ત્યારે અમેરિકામા વસતા ભારતીય અને વિશેષ કરીને ગુજરાતી હોટેલ-મોટેલ ના માલિકો આ વિદ્યાર્થીઓ ની મદદ માટે આગળ આવ્યા છે. ન્યૂજર્સી, ન્યૂયોર્ક, વર્જિનિયા સહિતના તમામ વિસ્તારોમા આ ગુજરાતી હોટેલ ના માલિકોએ એક ગ્રુપ બનાવીને આવા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રહેવા-જમવાની વ્યવસ્થા કરી છે.

ફક્ત આટલુ જ નહી વધુ ને વધુ ગુજરાતી હોટેલ ના માલિક આમા જોડાય તે માટે તેમણે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યુ છે તથા ભારતીય એમ્બેસી ના નિરંતર સંપર્કમા રહીને તેમણે આવા અસહાય બનેલા વિદ્યાર્થીઓ ની સહાય માટે આગળ આવીને પરદેશમા પણ પોતાનુ ભારતીયપણુ દાખવ્યુ છે.

ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ૫૦૦૦ થી પણ વધુ રૂમની હોટેલ-મોટેલમા વ્યવસ્થા :

આ વિશે અમેરિકામા જ વસવાટ કરતા એક ગુજરાતી હોટેલ ના માલિક નીરવ પટેલ અને નવનીત પટેલે જણાવ્યુ હતુ કે, જો અમેરિકામા સ્થિતિ હજુ કફોળી બનશે તો ભારતીય વિદ્યાર્થીઓ કે જે અહી હોસ્ટેલ અને ડોમમા આશ્રય લઈ રહ્યા છે તેમને ખાલી કરાવવામા આવી શકે છે. આવી સ્થિતિમા તેમની પાસે કોઈ આશ્રય નહી રહે કારણકે, અત્યારે તેઓ ભારત પરત ફરી શકે તેમ પણ નથી.

હાલ, ભારતના તમામ એરપોર્ટ બંધ કરી દેવાયા છે અને સમગ્ર દેશ ૨૧ દિવસ સુધી લોકડાઉન કરાયો છે. આ પરિસ્થિતિમા આપણા ભારતીય વિદ્યાર્થીઓ ફંસાય ના જાય તે માટે અમે ભારતીય એમ્બેસી સાથે મળીને અમેરિકા ની હોટેલ અને મોટેલ માલિકો નો સંપર્ક કર્યો છે. આ બધાએ મળીને અમેરિકામા વિવિધ રાજ્યોમા ભારતીય વિદ્યાર્થીઓના રહેવા માટે ૫૦૦૦ કરતા પણ વધુ રૂમોની વ્યવસ્થા કરી છે.

ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે હોટેલમા રહેવાની વ્યવસ્થા કરી :

અમેરિકા મા અભ્યાસ અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર તરફ થી ન્યૂયોર્ક ની એમ્બેસી ના માધ્યમે ન્યૂજર્સી, ફિલાડેલ્ફિયા, વર્જિનિયા, ન્યૂયોર્ક, બોસ્ટન, વિસ્કોન્સિન સહિતના રાજ્યો મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને રહેવાની કે જમવાની કોઈ સમસ્યા હોય તો ઉપલબ્ધ યાદી મુજબ ની હોટલ મા તે આશ્રય લઈ શકે છે.

આ ઉપરાંત અમેરિકા મા લાંબા સમય થી વસવાટ કરતા ભારતીયો અને વિશેષ કરીને ગુજરાતી હોટેલ ના માલિકો એ પણ આ વિદ્યાર્થીઓ ની સારસંભાળ લેવાનુ બીડુ ઉઠાવ્યુ છે અને આટલા સમય વિદેશ માં રહ્યા છતા પણ હાલ જ્યારે તેમના દેશવાસીઓ મુસીબત મા છે તો તેમની સહાયતા માટે અડીખમ ઉભા છે.

આ સહાય મા જોડાવવા માટે ઈચ્છુક હોટેલ માલિક માટે વોટ્સએપ ગ્રુપ તથા ગુગલ શીટ બનાવી :

નિરવ પટેલે એક વીડિયો સંદેશમા જણાવ્યુ હતુ કે, આ કપરા સમયમા એકબીજાના કામમા આવવુ એ પરમ ધર્મ છે. આ મહામારીની લપેટમા કોઈનુ પણ બાળક આવી શકે છે, એ મારુ બાળક પણ હોઈ શકે છે. આ માટે અમે ગુજરાતી હોટેલ ના માલિકોએ ભેગા મળીને એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યુ છે જેમા અમે મદદ માટે ઈચ્છુક હોટેલની યાદી ઉમેરી રહ્યા છીએ. આ સિવાય અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ ભારતીય વિદ્યાર્થીને રહેવા-જમવા માટેની વ્યવસ્થા જોઈએ તો અમને ગુગલશીટમા વિગતો ભરીને મોકલી શકે છે. અમે અમારા થી બનતી તમામ સહાય કરીશુ.

Leave a Reply

Top