You are here
Home > News >

અમેરીકા જેવા દેશને પણ દાઢે ચોટયો કઢી-ખીચડી નો સ્વાદ, જાણો સત્ય હકીકત

૧૯૬૮ ની સાલ મા અમેરીકા ની ઈન્ડીયા ના યુનિવર્સીટી મા MBA ના અભ્યાસ માટે ૨૩ વર્ષ નો મફત પટેલ નામ નો યુવાન જાય છે. ગ્રીલ સેંડવિચ , પાઉ બટર , બ્રેડ બટર જામ વગેરે આરોગી ને તે થાકી જાય છે. મહેસાણા ના ભાંડુ ગામ મા ખાટલા પર બેસી દિવસ મા બે વાર ભોજન કરતા , ખીચડી , કઢી અને અથાણા ની યાદ એમને આવે છે. તેને પોતાના દેશ ની યાદ ખુબ જ સતાવે છે.

એ પોતે જ્યારે વતન મા હતા ત્યારે પોતાના ગામ થી થોડે જ દુર પાટણ મા સ્થિત મિકેનિકલ એન્જિન્યરીંગ મા ડિપ્લોમા કરવા ગયા. ત્યા તેને જમવા નો ખુબ જ આનંદ આવતો પણ હવે અહી અમેરીકા જેવા દેશ મા ગમે એવો ખોરાક આવે પણ તે ભાવતો જ નથી.

૧૯૭૦ ની સાલ મા તેઓ MBA ની પદવી પ્રાપ્ત કરી અને તેઓ શિકાગો ની જેફરસન ઈલેક્ટ્રિક કંપની ના એસેમ્બ્લી લાઈન મા ક્વોલિટી એસ્યોરન્સ નુ કામ કર્યુ. પોતે સારી આવક પ્રાપ્ત કરવા લાગ્યા. પણ જમવા ના સમયે એ પૈસા શુ કામ ના. બધા જ લોકો પૈસા કમાવવા ના અર્થે આ દેશ મા ગયેલ છે.

૧૯૭૧ ની સાલ મા મફત પટેલ ને તેના એક દોસ્ત રમેશ ત્રિવેદી પોતાની જૂની દુકાન બીજા ને આપવાની છે તેવી વાત જણાવે છે. આ એક પૈસા કમાવવા ની તક તે મેળવીલે છે. આ તક નો લાભ લઈ તે દુકાન મા એક નાનો વેપાર ચાલુ કરે છે પણ ધીમે-ધીમે તેમા ખુબ જ ઊંડો ઊતરી જાય છે. ભોજન મા થી ઉદભવેલ આ વાત ક્યારેય પુરી થાય એવુ લાગતુ નથી.

પણ તે હાર માને તેવા નથી. આ વ્યક્તિ પોતાના નાના ભાઇ અને તેની પત્ની ને પણ અહી બોલાવી લે છે અને સાથે મળી ને વેપાર કરે છે એ પણ પુરા ત્રણ વર્ષ. ૧૯૭૪ ની સપ્ટેમ્બર માસ મા દુકાન શરૂ થાય છે. આ દુકાન મા ફક્ત ત્રણ જ વ્યક્તિ મફત પોતે , તેનો ભાઈ અને તેની પત્નિ. આ દુકાન માત્ર ૯૦૦ ચો.ફુટ મા હતી વારા પ્રમાણે ત્રણેય કામ કરે. મફત નો વારો પુરો થતા તે પોતાની નોકરી એ જતો રહે.

જો તે નોકરી છોડી દે તો પૈસા ની અછત સર્જાય. શાળાએ થી બાળકો આવે અને થોડી મદદ કરાવે. આવી દુકાન નજીક ના કોઈપણ એરીયા મા ન હતી. તેથી ત્યા ગ્રાહકો ની સંખ્યા મા વધારો થતો ગયો. આમ અન્ય જગ્યા પર ની નોકરી મુકી પોતાના ધંધા મા જ ધ્યાન આપ્યુ. હવે તેને એમ લાગ્યુ કે વધારે માણસો રાખવા પડે એમ છે.

ઈ.સ. ૧૯૯૧ મા મેનેજમેન્ટ અને ફાઈનાન્સ મા સ્નાતક ની પદવી પ્રાપ્ત કરેલ તેના પુત્ર સ્વેતલ અને રાકેશ પોતાના કામ મા લાગી ગયા. મોટિ-મોટી ઈમારતો બનાવવા લાગ્યા. રાજા ફુડ નામ ની કંપની ની સ્થાપના કરી. સ્વાદ નામે કેટલીય પ્રોડક્સ તેણે બનાવવા નુ શરૂ કર્યુ અને પોતાના જેવા તમામ દુકાન ધારકો ને પણ આ વસ્તુઓ પહોચાડવા લાગ્યા. મફત પટેલ ની બીજી પેઢી એ પણ બાંધકામ મા ખુબ જ યોગદાન આપ્યુ.

વર્ષ ૨૦૧૭ મા આ યુગલે કરેલ સાહસ ના પરીણામ રૂપ નાનકડી દુકાન આજે મોટી ઈમારત બની ગઈ છે. મફત પટેલ ની ત્રણ પેઢીઓ તેમા કાર્ય કરે છે. વિદેશો મા પણ મોટા પ્રમાણ મા લોકો કાર્ય કરે છે. અમેરીકા ના લગભગ ૧૫ જેટલા મોટા સીટી મા પટેલ બ્રધર્સ નામે ૫૨ જેટલી દુકાનો કાર્યરત છે. અન્ય નાની દુકાનો મા પણ તેનો માલ વેચાય છે. એક જ શહેર ના જુદા-જુદા વિસ્તારો મા તેની બ્રાંચ સ્થપાયેલ છે.

ડલાસ ફોર્ટ મા જ પટેલ બ્રધર્સ ની ચાર બ્રાંચ અસ્તીત્વ મા છે. જે વર્ષે ૧૪૦ કરોડ ડોલર નુ ટર્ન ઓવર ધરાવે છે. આ દુકાનો મા દેશ વિદેશ ના લોકો ની અવર-જવર રહે છે. આ ઉપરાંત તેણે રાજા ફુડ્ઝ , સ્વાદ પટેલ એર ટૂર્સ , કપડા ની શોપ , પટેલ કાફે વગેરે જેવો વિસ્તાર ધરાવે છે. આની સામે કેટલીક બીજી અન્ય શોપ નુ પણ નિર્માણ કર્યુ છે જે તેને ટક્કર આપી શકે.

આ તો ફક્ત આપણે વાત કરી બીઝનેસ ની. તેણે પોતાના લોકો માટે પોતાની કેટલીય સંપત્તી નુ દાન કર્યુ છે. જે દેશ માટે ઉપયોગી છે. ઉપરાંત અમદાવાદ મા તેણે સંવેદના ફાઉન્ડેશન ની પણ સ્થાપના કરી છે.

Leave a Reply

Top