You are here
Home > Janva Jevu/Tips >

અમિતાભે જણાવ્યું કે માખીથી પણ “કોરોના વાયરસ” ફેલાઈ શકે છે, આપી આ સલાહ

મિત્રો, કોરોના વાઈરસ એ સમગ્ર વિશ્વમા હાલ એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે. આપણા દેશમા લોકોને કોરોના વાઈરસ અંગે જાગૃતી માટે બોલીવુડ જગત સાથે સંકળાયેલા ઘણા સિતારાઓ પોતાની રીતે સંદેશ આપીને સમજાવી રહ્યા છે. હાલ સમગ્ર બોલીવુડ જગતના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચને પણ સોશિયલ મીડિયા ટ્વીટર પર એક વીડિયો શેયર કર્યો છે, આ વીડિયો મા તેમણે કોરોના વાયરસ કેવી રીતે માનવ મળ સાથે સંકળાયેલો છે તેના વિશે માહિતી આપી છે.

અમિતાભ બચ્ચને આ વીડિયો મા શુ-શુ જણાવ્યુ ?

અમિતાભ જણાવે છે કે , હાલ આપણો દેશ કોરોના વાઈરસ જેવી ગંભીર સમસ્યા સામે લડત આપી રહ્યો છે અને આપણે બધા એ ભેગા મળીને તેમા એક ખૂબ જ મહત્વ ની ભૂમિકા ભજવવાની છે. તેમણે જણાવ્યુ કે, ચીનના તજજ્ઞો એ હાલમા જ એક સંશોધન કર્યુ છે કે કોરોના વાઈરસ માનવ મળમા ખૂબ જ લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. જે લોકો આ બીમારી ને લડત આપીને સ્વસ્થ થઇ ગયેલા તે દર્દીના મળમા પણ અમુક અઠવાડિયા સુધી કોરોના વાઈરસ જીવિત રહી શકે છે.

જો આવા કોઈ વ્યક્તિના મળ પર કોઈ માખી બેસે અને આ માખી ત્યારબાદ ખાવા-પીવાની ચીજવસ્તુઓ પર બેસે તો આ રોગ વધુ ફેલાઈ શકે છે. આ માટે એ અત્યંત મહત્વ નુ છે કે, કોરોના વાઈરસ સામે લડવા માટે વડાપ્રધાન ના સ્વચ્છતા અભિયાન દરમિયાન બનાવેલા જન આંદોલન ની જેમ જ આજે એક જન આંદોલન કરીને ભારત ને ખુલ્લામા શૌચ કરવા થી મુક્ત બનાવીએ. જેવી રીતે બધા લોકોએ એકત્રિત થઇને ‘દો બુંદ ઝીંદગી કે’ અભિયાન ચલાવીને સમગ્ર ભારતને પોલિયો મુક્ત કર્યુ હતુ.

તેવી જ રીતે આજે હુ તમને હાથ જોડી નમ્ર વિનંતી કરુ છુ કે આ ૩ કાર્યો કરીને કોરોના વાયરસ સામે ની દેશવ્યાપી લડત મા પોતાનો ફાળો આપો. ખુલ્લામા શૌચ ના કરવુ , પોતાના શૌચાલયનો યોગ્ય ઉપયોગ કરવો. સોશ્યલ ડિસ્ટન્સિંગ એટલે કે લોકો થી શારીરિક રીતે બને તેટલુ અંતર રાખવુ અને વિકટ પરિસ્થિતિ સિવાય ઘર છોડીને જાવુ નહિ. આખો દિવસ વારંવાર સાબૂ થી હાથ ધોવા અને નિરંતર ૨૦ સેકન્ડ સુધી ઘસીને ધોઈએ.

દિવસ દરમિયાન બને ત્યા સુધી આપણા ચહેરાને બિલકુલ અડવુ નહિ. કોરોના વાઈરસ ને ફેલાવો અટકાવવા માટે એક જ સૂત્ર કામનુ છે. ‘ દરવાજા બંધ તો બિમારી બંધ ’ શૌચાલય નો ઉપયોગ કરવો. અત્રે નોંધનીય છે કે દેશમા કોરોના વાઈરસ ને ફેલાતો અટકાવવા ૨૧ દિવસના લોકડાઉન નો આજે બીજો દિવસ છે. સમગ્ર દેશ હાલ કોરોના વાઈરસ ને અટકાવવા ની ચળવળ મા જોડાયો છે.

Leave a Reply

Top