You are here
Home > Jyotish >

અંદાજે આજથી ૬૦૦ વર્ષ જુના માં આશાપુરા ના મઢ વિષે ની રોચક માહિતી

કચ્છ મા આવેલ મા આશાપુરા નો મઢ આશરે ૬૦૦ વર્ષ જુનો માનવામાં આવે છે. જે ભુજ થી ૮૦ કીલોમીટર ના અંતરે આવેલ છે. આ મઢ ત્યા ના માણસો ની શ્રદ્ધા નુ એક જીવતુ જાગતુ પ્રતિક છે. ખ્રિસ્તી ની ૧૪મી સદી ની શરૂઆત ના સમય મા એક રાજમહેલ મા મંત્રી ના પદ પર બિરાજેલ બે વાણીયા અજો અને અનાગોરે આ મઢ નુ નિર્માણ કરાવ્યુ હતુ.

૧૮૧૯ મા આવેલ ભુકંપે આ મઢ ને ઘણુ મોટુ નુકસાન કર્યુ. ત્યારબાદ સુંદરજી , શિવજી તેમજ વલ્લભાજીએ આ મંદિર નુ પુનઃ નિર્માણ કરાવ્યુ. ૨૦૦૧મા થયેલ ધરતીકંપે ફરી આ મંદિર ને ખુબ નુકસાન કર્યુ. આ મંદિર ની ઊંચાઈ ૫૨ ફુટ , લંબાઈ ૫૮ ફુટ તેમજ પહોળાઈ ૩૨ ફુટ હતી. અહી રહેલ માતા આશાપુરા ની પ્રતિમા ની ઊંચાઈ તેમજ પહોળાઈ ૬ ફુટ છે. તેમજ આ સ્વયંભુ પ્રતીમા ઘાટો કોફી કલર ધરાવે છે.

૪૧ વટવાળી અને ચાંદી ની બે કિ.ગ્રા. વજનદાર દીપમાળા કચ્છ ના જમાદાર ફતેહમામદે ભેટ સ્વરૂપે અર્પણ કરેલ છે. આ મઢ ના વડા ને રાજાબાવા તરીકે ઓળખવામા આવે છે અને તે રાજા સમકક્ષ સ્થાન ધરાવે છે. જ્યારે રાજા દર્શનાર્થે મઢ મા જાય છે ત્યારે તે આ સિહાસન પર બેઠેલ બાવા ને પણ નમન કરે છે.

આ માતા કચ્છ સિવાય જામનગર ના જાડેજા વંશ ના કુળદેવી છે. જામનગર મા પણ નાની આશાપુરા માતા નો મઢ સ્થાપિત છે. કચ્છ ના સ્થાનિક રહેવાસીઓ ત્યા આવતા ભક્તો ને કોઈપણ જાત ની અગવડ ન પડે તેનુ ધ્યાન રાખે છે. સુરજબારી થી લઈ આ સ્થાન સુધી તમામ જગ્યાએ તંબુ બંધાયેલ હોય છે. અમુક જગ્યા એ પાકા બાંધકામ તૈયાર કરેલ છે.

તમામ રસ્તાઓ પર રાહત કેમ્પ બનાવવા મા આવ્યા છે. જેમા ખાન-પાન તેમજ આરોગ્ય ની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તમામ લોકો આ કેમ્પ મા પોતાની ફરજ નિઃસ્વાર્થપણે બજાવે છે. તમામ લોકો ઉત્સાહભેર સેવા કરે છે. આ મઢ નજીક આવેલ પંચહાટડી ચોક મા થી તમામ ભક્તો ને વિદાય અપાઈ છે.

અહી એટલા ભાવિકો આવે છે કે જાણે કીડીયારુ ઊભરાયુ હોય. મંદિર નો રસ્તો જાણે શ્રીફળ ના છોતરા થી બનાવાયો હોય. અહી તમામ ભાવિકો એક સીધી લાઈન મા ઊભે છે અને માતા ના દર્શન થી ધન્યતા ની લાગણી અનુભવે છે. કચ્છી રાજવીઓ નુ કુટુંબ હવનાષ્ટમી ના રોજ હાજરી આપે છે અને સાથોસાથ તમામ વિધીઓ પણ થાય છે.

આ મઢ ને લુટવા ને કારણે એક મુસ્લિમ દળ રણ મા ભુલુ પડ્યુ:

આ કચ્છ ના રહેલ મઢ પાછળ કેટલાય ઈતિહાસો રહેલ છે. જેમા માતાએ કરેલ ચમત્કાર વધારે છે. શેઠ જગુડશા તેમજ સિંઘ નો મુસલમાન રાજા ગુલામ શાહ કલેરા ને ચમત્કાર દેખાડયા છે. આ મુસલમાન નવાબે આસ્થા પુરાવો દર્શાવતો પિતળ નો ખુબ જ મોટો એક ઘંટ મંદિર ને અર્પણ કર્યો છે. જે મુખ્ય દ્વાર પર છે.

આ મઢ મા ભક્તો સાથે કોઈપણ જાત નો ભેદભાવ રાખવામા આવતો નથી. તમામ જ્ઞાતી , જાતી ના લોકો અહી આવકાર્ય છે. આ મઢ ના ટ્રસ્ટી ના કહેવા મુજબ તમામ પ્રકાર ના લોકો માનતા પુર્ણ થયે અહી પોતાના શીશ ઝુકાવે છે. મંદિર ને લુટી ને જતા મુસલમાન રાજા ગુલામ શાહ કલેશ એ માતા નો ચમત્કાર નીહાળી તમામ ધન પાછુ આપી દિધુ અને પોતાની ભુલ નો સ્વીકાર પણ કર્યો અને ત્યારબાદ પોતાની માતા પ્રત્યે ની શ્રદ્ધા દાખવવા એક મોટો પિતળ નો ઘંટ અર્પણ કર્યો.

એક ઐતિહાસિક કથા મુજબ દિવાન પુંજા ને શેઠ રાવ ગોળજી પદ પર થી ઉતારી મુકે છે. ત્યારે તે પોતાની સાથે થયેલ અપમાન નો બદલો લેવા માટે ગુલામ શાહ કલેરા ને બધી વાત જણાવી ચડાઈ કરવાનુ કહે છે. પણ જ્યારે ગુલામ શાહ કલેરા નુ સૈન્ય જાય છે ત્યારે પુંજા ને પસ્તાવો થાય છે અને પોતા એ કરેલ ભૂલ અંગે પસ્તાવો દર્શાવતો સંદેશ મોકલે છે.

આ યુદ્ધ ને ઝારા ના યુદ્ધ તરીકે ઓળખવા મા આવે છે. કચ્છ ના સૈનિકોએ યુદ્ધ મા પીછેહઠ ન કરી આ જોઈ મુસલમાન શાસકે પાછો જવા નિર્ણય કર્યો. અહી રહેલ ધન માટે કોઈ પણ જાત ના ચોકિદાર નીમવા મા આવ્યા નથી કેમ કે ત્યા સાક્ષાત માતા નો વાસ છે.

આ પાછા ફરેલ સૈન્ય એ મંદિર જોઈ ને તેને લૂટી લીધુ અને તમામ ધન પોતાની સાથે લઈ જવા નૂ નક્કી કર્યુ. પણ રણ મા તોફાન આવતા તે સમજી ગયો કે આ કોઈ શક્તિ છે જે તેને રોકે છે. પછી તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. અને તમામ ધન ફરી માતાના મઢ મા આપી દીધુ અને પોતાની સાથે થયેલ આ ઘટના ના સ્મરણ રૂપે ૨૦૦ કીલો નો એક પિતળ નો મોટો ઘંટ અને લખાણ પણ ત્યા ધર્યુ. આમ આ મઢ નો ઈતિહાસ ખુબ જ ભવ્ય છે અને અનેક ચમત્કારો અહીયાં હજુ પણ જોવા મળે છે.

Leave a Reply

Top