You are here
Home > Articles >

અપનાવી લો કપૂર નો આ ચમત્કારીક ઉપાય, તમારો ચેહરો બનશે સુંદર અને ચમકદાર

મિત્રો, પોતાના સ્વાસ્થ્ય નુ ધ્યાન રાખવુ એ ખૂબ જ સારી વાત છે અને આ સ્વાસ્થ્ય ની સાથે જે વસ્તુ ની આપણ ને સૌથી વધુ ચિંતા હોય છે તે છે મોઢુ એટલે કે ચેહરા ની સારસંભાળ રાખવી. યુવક હોય કે યુવતી ચેહરા ના સૌંદર્ય ને નિખારવા માટે ચિંતિત હોય છે. માત્ર રૂપવાન હોવુ જ સુંદરતા નથી પરંતુ, મોઢા ની યોગ્ય સાફ-સફાઈ કરવી તથા દાગ- ધબ્બા થી પણ સુરક્ષિત રાખવુ.

આપણી સ્કિન આખા દિવસના થાક ની સાથોસાથ પ્રદુષણ નો માર પણ સહન કરે છે, એવામા લાખ પ્રયત્નો બાદ પણ ચેહરા ની સારસંભાળ રાખવી ખૂબ જ મુશ્કેલ છે. મોઢા ની સ્કિન અત્યંત સંવેદનશીલ હોય છે અને તેની સુંદરતા તુરંત જ ખરાબ થઈ જાય છે. બહારની અનિયમિત ખાણીપીણી પણ મોઢા ની સ્કિન ને હાનિ પહોંચાડવા નુ સૌથી મોટુ કારણ છે.

સ્કિન ની સારસંભાળ માટે પસંદ કરો આ ઘરગથ્થુ ઉપાય :

તમારી સ્કિન ને આકર્ષક બનાવવા માટે વારંવાર પાર્લર જઈને ઢગલાબંધ રૂપિયા ઉડાવીને કે પછી મોંઘા સૌંદર્ય સંસાધનો નો ઉપયોગ કરવો. આ બેય રીત મા તમારે ગંભીર આડઅસર નો સામનો કરવો પડી શકે છે જે ખૂબ જ હાનિકારક છે. પરંતુ, આજે અમે તમને એક એવા ઘરગથ્થુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે કોઈ આડઅસર થવા નહિ દે. સ્કિન ની સારસંભાળ રાખવા માટે તમારે વધુ પડતા નાણા પણ નહિ ખર્ચ કરવા પડે. તમારે આ ઘરગથ્થુ નુસ્ખામા સ્કિન ની જાળવણી માટે કાઈ વિશેષ નથી કરવાનું.

બસ ફક્ત કપૂર નો જ ઉપયોગ કરવાનો છે. કપૂર કે જેને મંદિરમા પ્રગટાવવા માટે પણ ઉપયોગ મા લેવાય છે. કપૂરમા અનેક પ્રકારના ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ છે જે આપણી સ્કિન માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. પરંતુ, તમને જણાવી દઈએ કે કપૂર નો ક્યારેય પણ સીધો ઉપયોગ કરવો નહિ નહિતર તે તમારા મોઢા પર ઈન્ફેક્શન કરી શકે છે. કપૂરને હમેંશા ક્રશ કરીને કોકોનટ ઓઇલમા મિક્સ કરીને જ પોતાના મોઢા પર લગાવવુ.

કપૂરને મોઢા પર લગાવતા પહેલા ઠંડા પાણી થી યોગ્ય રીતે ધોઈ લેવુ. ત્યારબાદ જીણા કપૂરના પાવડરને કોકોનટ ઓઇલમા મિક્સ કરી લો. ત્યારબાદ હવે હળવા હાથોથી તેને મોઢા પર લગાવો. ધ્યાન રાખવુ કે આ લેપ તમારી આંખો પર ના લાગે. ૧૫ મિનિટ સુધી આ લેપ ચહેરા પર લગાવેલો રહેવા દો ત્યારબાદ તેને તાજા પાણીથી સાફ કરી દો. અઠવાડિયામા બે દિવસ આ નુસ્ખાનો ઉપયોગ કરવો જેથી તમારી ત્વચા નિખરી જશે અને બેદાગ બની જશે.

જાણો બીજા લાભ :

કોકોનટ ઓઇલ અને કપૂર ને મિક્સ કરી તેને નિયમિત ખીલ, દાઝેલા કે ઈજાના દાગ પર લગાવશો તો થોડા દિવસોમા જ આ નિશાન દૂર થઈ જશે. આ સિવાય જો કોકોનટ ઓઇલમા કપૂર મિક્સ કરી તેને હુંફાળુ ગરમ કરી તેના વડે માથામા માલિશ કરો અને ૧ કલાક બાદ માથુ ધોઈ લો. ખોડાની સમસ્યા દૂર થશે અને વાળ ખરશે નહિ. નિયમિત રાત્રે સુતા પહેલા કાચા દૂધમા થોડો કપૂરનો પાવડર ઉમેરી રૂ ની સહાયતા થી તેને ચહેરા પર લગાવો. ૫ મિનિટ બાદ મોઢુ ધોઈ લો. તમારી સ્કિન સ્વસ્થ બનશે અને મોઢા ની ચમક મા વૃદ્ધિ થશે.

૧ ગ્લાસ પાણીમા ૧ ચમચી અજમો નાખીને ઉકાળો. પાણી અડધુ રહી જાય, તો તેમા થોડુ કપૂર ઉમેરીને પી જાઓ. પેટ દર્દમા તમને તુરંત રાહત મળશે. કપૂર, અજમો, પિપરમેંટ બધુ જ યોગ્ય માત્રામા ભેળવીને કાચ ની બરણીમા ભરો. આ બરણી ને તડકામા રાખો. ૬-૮ કલાક બાદ તેને હટાવી લો. ત્યારબાદ આ તૈયાર મિશ્રણના ૪-૫ બૂંદ નાખી શરબત બનાવીને તેનુ સેવન કરવુ જેથી આરામ મળશે. જો મસલ્સ કે ઘુંટણના ભાગમાં દર્દ વધી રહ્યો છે તો આ દુ:ખાવા વાળી જગ્યા પર કપૂરના ઓઈલ થી માલિશ કરો. તુરંત રાહત મળશે.

ખંજવાળ કે ફંગલ ઈન્ફેક્શન થાય ત્યારે તકલીફ વાળી જગ્યા પર કોકોનટ ઓઇલમા કપૂર ઉમેરીને લગાવવાથી આરામ મળશે. દાઝી ગયા હોય તેના પર કપૂર કે કપૂરનુ ઓઇલ લગાવવુ. બળતરા મટી જશે અને ઈન્ફેક્શનનુ જોખમ ઘટી જશે. ઘરમા કપૂરનો ધુમાડો કરવાથી આજુબાજુ મા રહેલા બધા જ બેક્ટેરિયા નો નાશ થઈ જાય છે, જેના થી ઈન્ફેક્શન અને બિમારીઓ નુ જોખમ ટળે છે. ગરમ પાણીમા થોડું કપૂર અને નમક ઉમેરો.

ત્યારબાદ તેમા થોડીવાર પગ ડુબાડી રાખો, ત્યારબાદ સ્ક્રબ કરીને મોઈશ્ચરાઈઝર ક્રીમ લગાવી લો. ફાટેલી એડીઓની સમસ્યા દૂર થશે. જૈતુનના ઓઇલમા કપૂર મિક્સ કરીને માથામા માલિશ કરવી. તણાવ અને સરદર્દ ની સમસ્યા દૂર થશે. કપૂરમા સમાવિષ્ટ એંટીબાયોટીક તત્વો ઈજા મટાડવામા સહાયરૂપ બને છે. ઈજા થવી, અંગ કપાઈ જવુ કે ઘાવ થઈ જવા પર ઈજાવાળી જગ્યાએ કપૂર મેળવેલુ પાણી લગાવવા થી રાહત મળશે.

દાંત ના દુ:ખાવા સમયે દુ:ખાવા વાળી જગ્યા પર કપૂર નો પાવડર લગાવો તુરંત જ તમને રાહત મળશે. કપૂર ને શુધ્ધ ઘીમાં મેળવીને મોઢા પર લગાવવા થી સ્કિન આકર્ષક બને છે. શરદી થવા પર તલ કે નાળિયેર તેલમાં કપૂર મેળવીને છાતી અને માથા પર લગાવો કે તેના પાણી થી નાસ લો. રાહત મળશે.

Leave a Reply

Top