You are here
Home > Articles

ઓગસ્ટ મહિનાથી શરૂ થશે આ મોબાઈલ ટ્રેકિંગ સિસ્ટમ, જેના દ્વારા સરળતાથી મેળવી શકાશે ચોરાઈ ગયેલા મોબાઈલ ફોન

મિત્રો , આપણો દેશ દિવસે ને દિવસે વિકાસ ના પંથ પર આગળ વધી રહ્યો છે. હાલ આપણો દેશ સંપૂર્ણપણે આધુનિકિકરણ તરફ આગળ વધી રહ્યો છે. હાલ સરકાર દ્વારા એક નવી તકનીક લોન્ચ કરવામાં આવી રહી છે જેની સહાયતા થી હવે આપણે સરળતા થી શોધી શકશું ગુમ થયેલા અથવા તો ચોરાઈ ગયેલા મોબાઈલ ફોન. આ તકનીક કંઈક એવી ક્ષમતા ધરાવશે કે જેની સહાયતા વડે સમગ્ર દેશ માં ઓપરેટ થઈ રહેલા ચોરી થયેલા અથવા તો ગુમ થયેલા મોબાઈલ ફોન ને સરળતા થી શોધી શકાય.


આ તકનીક ની વિશેષ વાત એ છે કે , જો કોઈએ આ ચોરી થયેલા ફોન માંથી સીમકાર્ડ કાઢી લીધા હોય અથવા તો ફોન ના IMEI નંબર બદલાવી નાખ્યા હોય તો પણ આ ફોન ને ટ્રેક કરી શકાશે. આ તકનીક સેન્ટર ફોર ડેવલોપમેન્ટ ઓફ ટેલિમેટિકસ એટલે કે સી-ડોટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ તકનીક ને ઓગસ્ટ માં લોન્ચ કરવામાં આવે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.

જુલાઈ ૨૦૧૭ માં ટેલિકોમ વિભાગ દ્વારા સી-ડોટ ને મોબાઈલ ટ્રેકિંગ માટે એક પ્રોજેકટ સોંપવામાં આવ્યો હતો જેનું નામ છે ‘સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટીટી રજીસ્ટર’ એટલે કે સી. ઈ.આઈ.આર. આ પ્રોજેકટ તૈયાર કરવાનો મુખ્ય લક્ષ્ય મોબાઈલ ચોરી કરીને તેના વેંચાણ ના ધંધા ને બંધ કરવાનું છે. સરકાર દ્વારા દેશ માં આ સી.ઈ.આઈ.આર. સેટઅપ કરાવવા પાછળ ૧૫ કરોડ ₹ ખર્ચ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.

તો આ તકનીક કેવી રીતે કાર્ય કરશે તે અંગે થોડી માહિતી મેળવીએ. આ સી.ઈ.આઈ.આર. સિસ્ટમ ચોરી થયેલા મોબાઈલ ફોન ની તમામ સેવાઓ ને બ્લોક કરી નાખશે પછી તેમાં સીમકાર્ડ અને IMEI નંબર ચેન્જ કરવાથી પણ કશો ફાયદો થશે નહી. આ સિસ્ટમ બધા જ મોબાઈલ ઓપરેટર ના IMEI ડેટાબેઝ ને પોતાની સાથે કનેકટ કરશે. આ સિસ્ટમ બધા નેટવર્ક ઓપરેટર્સ માટે એક સેન્ટ્રલ સિસ્ટમ તરીકે કાર્ય કરશે.

જયાં તે બ્લેકલિસ્ટ થયેલા તમામ મોબાઈલ ટર્મિનલ ને શેયર કરી શકશે. જેથી આ બ્લેક લિસ્ટ કરેલા ડિવાઇસ અન્ય કોઈપણ નેટવર્ક માં કાર્ય કરી શકે નહી. પછી તે ભલે ગમે તેટલાં સીમકાર્ડ ચેન્જ કરે. ડી.ઓ.ટી.એ. દ્વારા ૨૦૧૭ ના વર્ષ માં આ સી.ઈ.આઈ.આર. પ્રોજેક્ટ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર માં આ પ્રોજેકટ અંગે ની ટ્રાયલ તપાસ હાથ ધરાઈ હતી જયાં તે સફળ રહ્યું. હવે આ પ્રોજેકટ ને રાષ્ટ્રીય સ્તરે અમલી કરવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.

આ પ્રોજેકટ સાથે સંકળાયેલા એક ડી.ઓ.ટી. ના અધિકારી નું કહેવું છે કે, મોબાઈલ ચોરી થવા ના કારણે ફકત આર્થિક નુકશાની જ નહી પરંતુ , કોઈ વ્યક્તિ ના અંગત જીવન તથા રાષ્ટ્રીય સુરક્ષા માટે ભય નું વાતાવરણ પણ સર્જાય છે. હાલ આ ચોરી થઈ ગયેલા મોબાઈલ ને નકલી IMEI નંબર આપી ને કાર્યરત રાખવામાં આવ્યા છે તે એક વિશિષ્ટ મુદો છે.

મંત્રાલય ના અધિકારી નું કહેવું એવું છે કે , આ પ્રોજેકટ શરૂ કરવાનો મુખ્ય ધ્યેય ફોન ની ચોરી ના દૂષણ ને અટકાવવાનો છે. આ અધિકારી જણાવે છે કે , ફોન ના IMEI નંબર બ્લેકલિસ્ટ કર્યા બાદ તે ફોન કંઈ જ કામ નો નથી રહેતો. આ ઉપરાંત ડેટાબેઝ ની સહાયતા વડે તમે સરળતા થી આ ચોરી થયેલા ફોન ને શોધી શકો. આ ઉપરાંત અધિકારી એ પણ જણાવે છે કે , અમે એ પણ ધ્યાન રાખીશું કે સરકાર તરફ થી આ ડેટાબેઝ નો કોઈ દુરુપયોગ ના થાય.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top