You are here
Home > Bollywood >

બહેનો-દીકરીઓ માટે અક્કી બન્યો “મસિહા”, જાણો એવું તો શું કરી રહ્યો છે અક્ષય કુમાર ?

મિત્રો, બોલિવૂડ જગત ના “ખતરો ના ખેલાડી” તરીકે ઓળખાતા અક્ષય કુમાર ફક્ત પોતાની ફિલ્મ ને કારણે જ નહીં પરંતુ, પોતાની ચેરિટી ના કારણે પણ લોકોમા ખૂબ જ લોકપ્રિય છે. વાત જ્યારે ભારત ના જવાનો ની આવે તો અક્ષય કુમાર તેમાં આગળ પડતો ભાગ ભજવતો જોવા મળે છે. પુલવામા હુમલો થયો હોય કે પછી અન્ય કોઈ વાત હોય, અક્ષય કુમાર આપણાં દેશના સૈનિકો માટે તેનાથી શક્ય તેટલી સહાય કરે જ છે. જો કે, ફક્ત સૈનિકો ને જ નહીં પરંતુ ખેડૂતો માટે પણ ખડેપગે ઉભો રહે છે.

હાલ, અમે આ લેખ મા તમને અક્ષય ની એક એવી વાત જણાવીશું, જે જાણ્યા બાદ તમને તમારા અભિનેતા પર માન ઉપજશે. અક્ષય કુમાર પાસે જાપાન ના ગો જુ ર્યુ કરાટેમાં ૬ ડિગ્રી બ્લેક બેલ્ટ છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે એક ડિગ્રી માટે કમ સે કમ ત્રણ વર્ષ ની ટ્રેનિંગ લેવી પડે. આ રીતે અક્ષયે ૧૮ વર્ષ ટ્રેનિંગ લઈને બ્લેક બેલ્ટ હાંસલ કર્યાં છે. આટલું જ નહીં પરંતુ, અક્ષય સિંહન ટાઈટલ પણ ધરાવે છે. સિંહન ટાઈટલ એટલે શિક્ષકો ના શિક્ષક.

ડિસેમ્બર, ૨૦૧૨ મા નિર્ભયા પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને આખો દેશ પોતાની પુત્રીઓ ની સુરક્ષા ને લઈને ચિંતિંત બન્યો હતો. આ સમયે અક્ષય કુમારે આદિત્ય ઠાકરે સાથે મળી ને વુમન્સ સેલ્ફ ડિફેન્સ સેન્ટર મુંબઈ ની અંધેરીમા શરૂ કર્યું હતું. ડબ્લ્યુ. એસ. ડી. સી. ના મુખ્ય ઈન્સ્ટ્રક્ટર તથા કો-ફાઉન્ડર મેહુલ વોરાએ વનગુજરાત.કોમ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અક્ષય કુમાર નિર્ભયાકાંડ થી ખૂબ જ જ વ્યથિત તથા દુઃખી હતો. તેણે સ્ત્રીઓ અને તેમાં પણ વિશેષ કરીને યુવતીઓ ને આત્મરક્ષણ શીખવવાનું નક્કી કર્યું હતું.

આ ડબ્લ્યુ. એસ. ડી. સી. સંસ્થા માં સ્ત્રીઓ , બાળાઓ અને યુવતીઓ ને ફ્રી મા આત્મરક્ષણ શીખવવા માં આવે છે. અક્ષયકુમાર એવી ઈચ્છા ધરાવતો હતો કે , સ્ત્રીઓ માર્ગ પર કોઈપણ જાતની બીક વગર આરામ થી હરીફરી શકે અને એ માટે તેમને આત્મરક્ષણ આવડવું અત્યંત આવશ્યક છે. આ ડબ્લ્યુ. એસ. ડી. સી. સંસ્થા મા ચાર ટ્રેનર્સ હોય છે, જે સ્ત્રીઓ, બાળાઓ તથા યુવતીઓ ને આત્મરક્ષણ શીખવે છે.

તેમાંના એક જતીન નાયકે વનગુજરાત. કોમ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ સંસ્થા શરૂ કરવા માટે આદિત્ય ઠાકરેએ અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમા એક મોટો હોલ ફાળવ્યો હતો અક્ષયે તમામ સાધનો ના નાણાં આપ્યા હતાં. અક્ષયે વિશેષ કોરિયા થી એક કરોડ ની મેટ્સ મંગાવી હતી. વધુમા નાયકે જણાવ્યું હતું કે અક્ષય કુમાર ચારેય ટ્રેનર્સ ની ફી પણ ચૂકવે છે. આ ટ્રેનર્સ દર અઠવાડિયે આત્મરક્ષણ ની ટ્રેનિંગ આપવા અહીં સંસ્થા મા આવે છે. આ ચારેય ટ્રેનર્સ ની ફી આશરે એક લાખ રૂપિયા મહિના ની હોય છે.

તેમનો તમામ ખર્ચ અક્ષય કુમાર ભોગવે છે. અક્ષય કુમાર તથા મેહુલ વોરાએ સાથે મળીને અમુક આત્મરક્ષણ માટે ની ટેક્નિક્સ ડિઝાઈન કરી છે અને તેના કોપીરાઈટસ અક્ષયકુમાર તથા મેહુલ વોરા એ પોતાની પાસે રાખ્યા છે. નાયકે આ ટેકનિક્સ અંગેની વાત કરતા જણાવ્યું હતું કે, આત્મરક્ષણ મા જુડો તથા કરાટે ની સામાન્ય ટેકનિક્સ ઉપરાંત કિક બોક્સિંગ, પંચિંગ હોય છે. તેમાં યુવતીઓ ને હુમલાખોર ના નેત્રો મા કેવી રીતે વાર કરવું તે શીખવવા મા આવે છે.

જો કે, આ વાત માર્શલ આર્ટ્સ માટે યોગ્ય નથી પરંતુ, હુમલાખોર જો આકસ્મિક રીતે આવીને હુમલો કરે તો સ્ત્રી કે યુવતી પોતાના આત્મરક્ષણ માં હુમલાખોર ના નેત્રો માં હુમલો કરી શકે છે. આ બાબત વિશેષ રૂપે શીખવવામાં આવે છે. આ જ કારણોસર આ ટેકનિક્સ ના કોપીરાઈટ લેવામાં આવ્યા છે. ડબ્લ્યુ.એસ.ડી.સી. સંસ્થા અંગે વાત કરતા જતીને જણાવ્યું હતું કે, આત્મરક્ષણ માટેનો અહીં એક માસનો સામાન્ય કોર્સ હોય છે, જે દર શનિ-રવિ આયોજિત થતો હોય છે.

હાલ સુધી એટલે કે મે, ૨૦૧૩-૨૦૨૦ જાન્યુઆરી સુધી ૭૦ હજાર યુવતીઓ આ બેઝિક કોર્સ શીખી ચૂકી છે. જે યુવતીઓ માસ ના ચારેય શનિ-રવિ વર્ગ મા ઉપસ્થિત રહી હોય તેમને સંસ્થા દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. જે કોઈ એક દિવસ પણ ગેરહાજર રહે છે તેમને આખી ટ્રેનિંગ બીજીવાર લેવી પડે છે. દર માસે ૬૦-૮૦ જેટલી યુવતીઓ આ ડબ્લ્યુ.એસ.ડી.સી. સંસ્થા સાથે જોડાય છે પરંતુ, જે માસ ના એકપણ શનિ-રવિ હાજર ના રહી હોય તેમને સર્ટિફિકેટ આપવામાં આવતું નથી.

એક ક્લાસ નો સમયકાળ ૧.૫ કલાક નો હોય છે. અક્ષય કુમાર આ સંસ્થા ની મુલાકાતે ગમે ત્યારે અચાનક જ આવી જાય છે. જો કે, મુખ્યત્વે અક્ષય કુમાર સર્ટિફિકેટ આપવા સમયે પોતાની ઉપસ્થિતિ રાખે છે. જો કે, હાલ થોડા સમય થી અક્ષય કુમાર નિરંતર વ્યસ્ત હોવાના કારણે તે સર્ટિફિકેટ આપવા સમયે પણ હાજર રહી શકતો નથી. આથી જ ગત્ ૨૯ ફેબ્રુઆરી ના રોજ એકીસાથે ૧૦૦૦ યુવતીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. અહીં, ગુજરાતી, ઉદેપુર તથા સીલીગુડી થી આવેલી યુવતીઓ ને આત્મરક્ષણ શીખવવા મા આવે છે.

અક્ષય કુમાર અંધેરીના સેન્ટર તથા થાનેના એક સેન્ટર નો ખર્ચ ઉઠાવે છે. આ સેન્ટર નો પ્રારંભ ૨૦૧૪ ના વર્ષ મા થયો હતો. ડબલ્યુ. એસ.ડી.સી. ના બીજા સેન્ટરો નવસારી સીલીગુડી, ઉદેપુર મા સ્થિત છે પરંતુ, આ સેન્ટરો નો ખર્ચ અક્ષય ચૂકવતો નથી. જો કોઈ યુવતી કે સ્ત્રી સામાન્ય કોર્સ કર્યા બાદ ઈન્ટરમીડિયેટ કોર્સ કરવાની ઈચ્છા ધરાવતી હોય તો તેનો ખર્ચ પણ અક્ષય કુમાર ઉઠાવે છે. ઈન્ટરમીડિયેટ કોર્સ છ માસ નો હોય છે અને ત્યારબાદ એડવાન્સ કોર્સ પણ આવે છે જેની અવધિ ૧ વર્ષ ની હોય છે. જેનો ખર્ચ પણ અક્ષય કુમાર ચૂકવે છે.

આ કોર્સ સૌથી વધુ મોંઘો હોય છે. આ મા ઈન્સ્ટ્રક્ટર્સ ની ફી પણ મોંઘી હોય છે અને સાધનો જેવા કે ડમી ગન, હેલમેટ્સ વગેરેના નાણાં પણ અક્ષય કુમાર જ ભોગવે છે. હાલ સુધી ૧૨૦ યુવતીઓએ ઈન્ટરમીડિયેટ અને ૩૫ જેટલી યુવતીઓએ એડવાન્સ કોર્સ પૂર્ણ કર્યો છે. અક્ષય કુમારે ફક્ત એક કરોડ રૂપિયા ની મેટ મુંબઈ સેન્ટર માટે લાવી આપી હતી. આ ઉપરાંત અક્ષય કુમાર દર માસે ૩-૪ લાખ રૂપિયા જેટલો ખર્ચ આ મુંબઈ સેન્ટર પાછળ કરે છે. જતીન નાયકે જણાવ્યું હતું કે આ સેન્ટરમા કોઈપણ સેલિબ્રિટી ના બાળકો જોડાતા નથી.

તેઓ પ્રાઈવેટ ટ્રેનર રાખીને પણ શીખતા હોય છે. જો કે, સોનાક્ષી સિંહા તથા તાપસી પન્નુએ આ સેન્ટર માંથી બેઝિક કોર્સ કર્યો હતો. જો કે, તેઓ અલગ થી આવીને શીખ્યા હતાં. તેઓ એવું નહોતા ઈચ્છતા કે તેમના કારણે સમગ્ર ક્લાસ ડિસ્ટર્બ થાય. વર્ષ ૨૦૧૬ માં અક્ષય કુમારે શ્રેયા નાયક નામની યુવતીનું સન્માન કર્યું હતું. અંધેરીમાં રહેતી આ યુવતીએ ડબલ્યુ. એસ.ડી.સી. માં આત્મરક્ષણ ની ટ્રેનિંગ લીધી હતી. તેની છેડતી કરવામાં આવી હતી અને તે છેડતી કરનાર સામે સાહસપૂર્વક લડી હતી અને તે વ્યક્તિ ને પોલીસ ને સોંપ્યો હતો.

અક્ષયકુમાર ની ઈચ્છા સમગ્ર દેશમા આ સેન્ટર ખોલવાની છે. ૨૩ વર્ષ ની વય ધરાવતી નિધિ ચૌધરીએ ગવર્મેન્ટ અધિકારી છે. હૈદરાબાદમા થયેલા ગેંગરેપ બાદ તેણીએ આ આત્મરક્ષણ ની ટ્રેનિંગ લેવાનું નિર્ણય કર્યો હતો. તેણીને અક્ષય કુમાર ના ડબલ્યુ.એસ.ડી.સી. સંસ્થા વિશે ખ્યાલ પડ્યો અને તેણી અહીં ટ્રેનિંગ લેવા માટે આવી પહોંચી હતી. તેનો હવે ફક્ત એક જ ક્લાસ બાકી રહ્યો છે. એ ક્લાસ મા જતીન સર પરીક્ષા લેતા હોય છે.

ક્લાસ મા જોડાયા પૂર્વે તેને ખ્યાલ નહોતો કે કોઈ તેને ખરાબ રીતે અડકે અથવા તો તેના પર હુમલો કરે તો તેને પ્રત્યુતર કેવી રીતે આપવાનો. પરંતુ, હવે તેને આ તમામ વાતો વિશે નું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે અને તેના આત્મવિશ્વાસ મા પણ વૃદ્ધિ થઈ છે. હવે તેને અંદાજ આવી ગયો છે કે , હુમલા ના સમયે હુમલાખોર ના ફેસ અથવા તો નેત્રો મા કેવી રીતે વાર કરવાનો છે. ઉર્મી ફાઉન્ડેશન સાથે સંકળાયેલી દેવી કિરોસ્કર ને સંસ્થાએ ડબ્લ્યુ.એસ.ડી.સી. મા જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

ઉર્મી ફાઉન્ડેશન સ્ત્રીઓ ને રક્ષણ આપતી એક સ્વૈચ્છિક સંસ્થા છે. એક સમયે તેણીને ખ્યાલ નહોતો કે કોઈ પુરુષ તેના પર હુમલો કરે અથવા તો તેને આડકતરી રીતે અડકવાનો પ્રયાસ કરે તો તેણે શું કરવું જોઈએ. પરંતુ, હાલ તે વળતો ઉત્તર આપવા સક્ષમ છે. તેને અહીંયા એ વાત શીખવા મળી કે પેન, કી, સ્પ્રે ગમે તે વસ્તુને હથિયાર બનાવીને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. ઘર સાંભળતી એક સ્ત્રી દિવ્યા પટેલ પોતાની ૬ વર્ષીય પુત્રી ક્રિશા પટેલ ને લઈ આ ડબ્લ્યુ. એસ.ડી.સી. ના સેન્ટરે આવે છે.

દિવ્યાએ વનગુજરાત.કોમ સાથે ની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેનો પતિ કાર્ય ને લઈને સતત યાત્રા કરતો રહેતો હોય છે અને તેને તેમની અને તેમની પુત્રી ની ખૂબ જ ચિંતા થતી. પુત્રી માંડ ૬ વર્ષની છે. ન્યુઝ પેપરમા પણ નાની બાળાઓ પર થતા દુષ્કર્મના ન્યુઝ વાંચીને મને વધુ ભય લાગતો. મને આ સંસ્થા વિશે ખ્યાલ પડ્યો કે અહીં ગમે તે વયની યુવતી, બાળા કે સ્ત્રીઓ ને આત્મરક્ષણ ના ક્લાસ મફતમાં શીખવવા માં આવે છે. તેથી તે અહીં પોતાની ૬ વર્ષની પુત્રી સાથે આવીને આત્મરક્ષણ ની ટ્રેનિંગ લે છે. તેમની પુત્રી અજાણી વ્યક્તિ પાસેથી કંઈ જ લેતી નથી અને કોઈપણ ખરાબ રીતે તેને અડકે તો તે બૂમાબૂમ કરી મૂકે છે.

Leave a Reply

Top