You are here
Home > News >

બજાર મા જ્યા ભીંડા ની કિંમત ૫૦ રૂપિયા ના મણ હતા ત્યા આ ખેડૂત તેને ૫૦ રૂપિયા ના કિલો વેહચી રહ્યા હતા, જાણો આ પાછળ નુ કારણ…

આઝાદી બાદ ગાંધીજી ની ખેતી ની કલ્પના દેશી ખેતી ઉપર આધારિત હતી. તેમાં પણ દેશી ગાય આધારિત ખેતી કરવાથી માણસનું જીવન ધન્ય થાય છે. એ ઉપરાંત વેદોમાં પણ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગૌશાળા અને ગાયોનું પુજન ઉલ્લેખ છે. પુરાતન કાળમાં પણ ગાય આધારિત ખેતી થતી હતી. સુરતના મહુવા તાલુકાના ૬૫ જેટલા ખેડૂતે કૃત્રિમ રાસાયણિક ખાતરનો ત્યાગ કર્યો છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો છે. અને આપણા રાજ્યપાલ પણ આવા કાર્યો માટે જરૂરી પ્રોત્સાહન આપે છે.

દક્ષિણ ગુજરાતના ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકી રહ્યા છે અને તેમના સારા એવા પરિણામ પણ તેમને મળી રહ્યા છે. ગાય આધારિત ખેતી માણસમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા માં ઘટાડો કરશે. જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે. તેથી ગાય આધારિત ખેતી એ રાષ્ટ્રનિર્માણમાં પ્રથમ પગથિયું છે. આજના સમયમાં ખેતી માં ખાતર અને પાણી નો ઉપયોગ કરવાને કારણે ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા નાશ પામી રહ્યું છે. ઝેરી કેમિકલ્સ ના ઉપયોગથી ઘણા બધા લોકોને કેન્સર ડાયાબિટીસ જેવા રોગો થઈ રહ્યા છે.

તેવા સમયે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને શોધ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ એવા પાકોનું ઉત્પાદન લઈ શકાય છે. આમ તો રાસાયણીક ખાતર અને દવા ઓ અતિશય મોંઘી હોય છે. જમીન અને આપણા શરીર માટે હાનિકારક હોય છે. પરંતુ પ્રાકૃતિક ખેતી માં વધુ ઉત્પાદન મેળવવા માટે ખાતર અને જીવામૃત ઘરે જ બનાવવું અતિશય સરળ છે. મહુવા તાલુકાના વડીયા ગામે આદિવાસી ભાઈ પ્રકાશભાઈ ચંદુભાઈ પટેલ ૧ વર્ષ પહેલા વડતાલ ધામ એ આયોજિત સુભાષ પાલેકર ની દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે તાલીમ મેળવી હતી.

ત્યાં શિબિર મા ભાગ પણ લીધો હતો. પ્રકાશભાઈ જણાવે છે કે તેમણે ટ્રેનીંગ બાદ એક સંકલ્પ કર્યો હતો કે હવે ખેતી કોઈ પણ ભોગે પ્રાકૃતિક ખેતી જ કરવી છે. ઘરે આવીને જીવામૃત બનાવવા માટે ગૌશાળા માથી દેશી ગાયનો છાણીયું ખાતર અને ગૌમુત્ર લઇ અને જીવામૃત બનાવ્યું. તેનો ઉપયોગ શેરડીના ઊભા પાક માં કર્યો. શેરડીમાં ઉત્પાદન વધારે થતા તેમણે જાતે પોતે ગીર ગાયની બે વાછરડી ઓ ખરીદી. જાતે જ જીવામૃત બીજામૃત જેવી દવાઓ પાકમાં છંટકાવ કરવાનું શરૂ કર્યું. આમ પ્રાકૃતિક ખેતી ટૂંકાગાળામાં સારો નફો આપે છે.

તેમની પાસે ચાર વીઘા જમીન હોવાથી ભીંડો રીંગણ જેવા શાકભાજી અને શેરડી અને ડાંગર જેવા રોકડિયા પાકની તેઓ ખેતી કરે છે. જાન્યુઆરી મહિનામાં તેમણે ભીંડાનું વાવેતર કર્યું હતું. તેમણે તેમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક કે કેમિકલ પેસ્ટિસાઈડ્ઝ નો ઉપયોગ કર્યો ન હતો. માત્ર ને માત્ર પ્રાકૃતિક દવાઓ દ્વારા ભીંડા પકવ્યા હતા જ્યારે બજારમાં પચાસના કિલો ભીંડા નો ભાવ આવ્યો હતો.તે જ સમયે પેસ્ટિસાઇડ્સ દ્વારા ઉત્પન્ન થયેલા ભીંડા નો ભાવ ૫૦ ના મણ હતો. કુદરતી ખેતી આધારિત ભીંડા એક અઠવાડિયા સુધી બગડતા પણ નહોતા અને સ્વાદ એ પણ ભરપૂર મીઠા હતા.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આત્મા પ્રોજેક્ટના સાથ અને સહયોગથી મહુવા તાલુકા પંચાયત ભવન ખાતે તેમણે પોતાનો એક સ્ટોલ ઉભો કર્યો અને ભીંડા નું વેચાણ કર્યું. જ્યાં તેમને સારો પ્રતિભાવ મળ્યો. રાસાયણિક ખાતર દ્વારા ખેતી માં ૫૦ થી ૬૦ ટકા ખર્ચ થતો હવે પ્રાકૃતિક ગાય આધારિત ખેતી માં આવકના ૧૦થી ૨૦ ટકા જ ખર્ચ થાય છે. હવે ઘરે દેશી ગીર ગાય બાંધીને અમે ઝીરો રોકાણવાળી ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. હાલમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને રાજ્ય સરકારે મહિને રૂપિયા ૯૦૦ આપવાની યોજના અમલમાં આવી છે.

તે ઉપરાંત હજી એક ખેડૂત કે જે વડીયા ગામના છે. તેમનું નામ છે સંજયભાઈ ગામીત તે પણ જણાવે છે કે મારા મિત્ર પ્રકાશભાઈ ની પ્રેરણા લઇ અને તેમના માર્ગદર્શન નીચે તેમણે પણ એક ગીર ગાય પોતાને ઘરે લાવ્યા. પ્રાકૃતિક ખેતી શરૂ કરી. તેમને પણ ઘણો ફાયદો થયો છે. તેમણે ખેતીમાં મંડપવાળા પરવળ નું વાવેતર કર્યું છે. તેમને અગાઉ ની સરખામણીમાં નિંદામણ પણ ઓછું ઊગે છે. તે જીવામૃત બનાવીને નિયમિત રીતે ડાંગર અને અન્ય પાકોમા છંટકાવ કરે છે. ગાય આધારિત ખેતી થી ખર્ચમાં ઘટાડો થયો છે. જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે. અળસિયા સાથે મધમાખી પણ ખેતરમાં આવતી થશે. આમ તે લોકો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઇ રહ્યા છે.

Leave a Reply

Top