બસ આટલા નિયમ મનમાં બેસાડી લો સાઈટીકા રોગ માટી જશે અને નહિ થાય પાછો

મિત્રો , હાલ ના વર્તમાન સમય મા લોકો નુ જીવન એટલુ વ્યસ્તતા ભરેલુ બની ગયુ છે કે લોકો યોગ્ય સમયે યોગ્ય આહાર તથા ઊંઘ લઈ નથી શકતા અને પરિણામે અનેક શારીરિક તથા માનસિક સમસ્યાઓ થી પીડાય છે. આ સમસ્યાઓ મા ની એક સમસ્યા સાઈટીકા વિશે હાલ આપણે વિસ્તૃત મા ચર્ચા કરીશુ.

સાઈટીકા મા થતો દર્દ સ્યાટીક નર્વ ને કારણે ઉદ્દભવે છે. આ દર્દ સામાન્ય રીતે શરીર ના નીચે ના અંગો મા વધુ પડતો ફેલાય છે. આ દર્દ મુખ્યત્વે સ્યાટીક નર્વ મા વધુ પડતા દબાણ પડતા , સોજા ચડતા તથા અન્ય કોઈ ક્ષતિ ને કારણે ઉદ્દભવે છે. આ સમસ્યા મા ચાલવા થી લઈ ને ઊઠવા સુધી મા તકલીફો નો સામનો કરવો પડે છે. આ દર્દ મુખ્યત્વે ૩૦ થી ૫૦ વર્ષ ની વય ના લોકો મા વધુ પડતો જોવા મળે છે.

સાઈટીકા ની રગ એ શરીર મા રહેલી નાડીઓ મા સૌથી લાંબી રગ છે. આ નર્વ શરીર ના કમર ના ભાગ ના બોન્સ મા થી પસાર થઈ ને પગ ના પાછળ ના ભાગ સુધી પહોચે છે. માટે જયારે તમને શરીર ના આ ભાગ મા દુઃખાવો ઉદ્દભવે ત્યારે સમજવુ કે સાઈટીકા ની બિમારી થઈ છે.

લક્ષણો :
૧. કમર ની નીચેના ભાગ મા દર્દ થવા ની સાથે જાંઘ અને પગ ના પાછળ ના ભાગ મા દર્દ થવો.
૨. પગ સૂન્ન પડી જવા અને માંસપેશીઓ મા નબળાઈ અનુભવવી.
૩. પગ ના પંજા સૂન્ન પડી જવા , ઝણઝણાટી ઉપડવી તથા પગપાળા ચાલવા મા સમસ્યા ઊભી થવી.

ઉપાયો :


બટાકા નો રસ :
આ રોગ થી પીડાતા વ્યક્તિ એ નિયમીત ૩૦૦ ગ્રામ જેટલો બટાકા નો રસ કાઢી ને સતત બે માસ સુધી સેવન કરવો તેથી આ દર્દ મા થી મુક્તિ મળે. જો તમે ઈચ્છો તો બટાકા ના રસ મા ગાજર નો રસ ઉમેરી ને તેનુ સેવન પણ કરી શકો છો. જેથી તમે ખુબ જ ઓછા સમય મા આ બિમારી મા થી મુક્તિ મેળવી શકો.

લસણ ની ખીર :
આ રોગ મા થી મુક્તિ મેળવવા માટે નો રામબાણ ઇલાજ છે લસણ ની ખીર. જો ૧૦૦ ગ્રામ દૂધ મા ૪-૫ નંગ લસણ ની કળીઓ ઉમેરી તેને વ્યવસ્થિત રીતે ઉકાળી ને ત્યારબાદ તેને ઠંડી પાડી ને તેનુ સેવન કરવા મા આવે તો ફક્ત ૨-૩ માસ સુધી મા તમે આ સાઈટીકા ની બિમારી મા થી મુક્તિ મેળવી શકો. લસણ મા પુષ્કળ પ્રમાણ મા એન્ટિઓક્સિડન્ટ તત્વ સમાવિષ્ટ હોય છે. જે શરીર ને તંદુરસ્ત રાખવા માટે ઉપયોગી સાબિત થાય છે.

લીંબુ :
આ સાઈટીકા ની બિમારી મા થી મુક્તિ મેળવવા માટે લીંબુ પણ એક મહત્વ નો ફાળો ભજવે છે. જો નિયમીત લીંબુ ના રસ મા ૨ ચમચી મધ ઉમેરી તેનુ સેવન કરવા મા આવે તો શરીર હુષ્ટપુષ્ટ અને તંદુરસ્ત રહે છે.

સરસીયા ના તેલ મા લસણ :
સરસીયા ના ઓઈલ મા લસણ ઉમેરી તેને પકાવી શરીર ના જે ભાગ મા દર્દ થતો હોય ત્યા હળવા હાથે માલિશ કરવા મા આવે તો રાહત મળે છે.

હારસિંગાર :
હરસિંગાર એટલે કે પારિજાત ના ૨૫૦ ગ્રામ પર્ણો ને સાફ કરી ને તેને ૧ લિટર પાણી મા વ્યવસ્થિત રીતે ઉકાળો. ત્યારબાદ આ પાણી ૭૦૦ મી.લી. વધે ત્યારે તેને ઉતારી ઠંડુ કરી ને ગાળી લો. આ પર્ણો ને ફેંકી દો અને ૧-૨ રતી કેસર આ પાણી મા ઉમેરી તેનુ સેવન કરવુ. આવી જ રીતે નિયમીત ત્રણ માસ સુધી આ મિશ્રણ નુ સેવન કરવા મા આવે તો સાઈટીકા ની બિમારી મૂળ મા થી દૂર થઈ જાય છે.

આયુર્વેદીક મેડિસીન્સ :
૨૦ ગ્રામ લોહભસ્મ , વીષ્ટિદુક વટી ૧૦ ગ્રામ , ૨૦ ગ્રામ ત્રીકુટ ચૂર્ણ આ બધી આયુર્વેદીક ઔષધિઓ ને મિક્સ કરી તેમા આદુ નો રસ ઉમેરી ને ગોળીઓ બનાવી લો અને નિયમીત બે-બે ગોળીઓ નુ પાણી સાથે દિવસ મા ત્રણ વખત સેવન કરવુ જેથી સાઈટીકા ની બિમારી જડમૂળ મા થી દૂર થઈ જાય. આની સાથોસાથ નિયમીત હળવો વ્યાયામ પણ કરવો તથા ભારે વસ્તુઓ ઊંચકવા નુ ટાળવુ.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *