You are here
Home > Articles >

બેજાન દારૂવાલા હાલ લઇ રહ્યા છે અમદાવાદ ની હોસ્પીટલમા અંતિમ શ્વાસ, કોરોનાના શિકાર હોવાની આશંકા

મિત્રો, બેજાન દારૂવાલા એ વિશ્વપ્રખ્યાત જ્યોતિષી છે. તેમની વય હાલ ૯૦ વર્ષની આસપાસ છે. હાલ, ગઈકાલ ના રોજ તેમનુ સ્વાસ્થ્ય કથળતા તેમને અમદાવાદની એપોલો હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા છે અને તેઓ હાલ ઓક્સિજન પર છે. તેમના શરીરમા હાલ કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો છે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.

બેજાન દારૂવાલાના પુત્રએ જણાવ્યુ કે, મારા પિતાના શરીરમા કોઈ જ પ્રકારના કોરોનાના લક્ષણ નથી. વિશેષમા તેમણે જણાવ્યુ કે, તેમને ફેફસામા ચેપની સમસ્યા ઉદભવી છે જેના કારણે તેમને હાલ એપોલો હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા છે.હાલ બેજાન દારૂવાલા ને દવાખાનામા ઓક્સીજન ઉપર રાખવામા આવ્યા છે. તેમને જોઈને તેમની હાલત ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે. હાલ, તો હોસ્પિટલમા દાક્તરો દ્વારા તેમની સારવાર અને નિદાન ચાલુ કરી દેવામા આવ્યુ છે તથા દાક્તર દ્વારા તેમનુ નિરંતર ઓબ્ઝરવેશન કરવામા આવી રહ્યુ છે.

આ ઉપરાંત બેજાન દારૂવાલા ના પુત્ર નસ્તુર દારૂવાલા એવુ કહે છે કે, અમે કોરોનામા માનતા નથી. તેમનુ આ સ્ટેટમેન્ટ એવુ દર્શાવી રહ્યુ છે કે તે કોરોનાની સમસ્યાને ગંભીરતાથી નથી લઈ રહ્યા. બીજી તરફ તે તેમના પિતાનુ સ્વાસ્થ્ય સ્વસ્થ થાય તે માટે પ્રભુ ને પ્રાર્થના કરી રહ્યા છે. તો પણ હજુ એક પ્રશ્ન તો અકબંધ જ છે કે, તેમના પિતાને શુ ખરેખર કોરોના નથી થયુ? કે પછી કેમ તે લોકોથી કઈ છૂપાવી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. હવે, આ વિશે તો આવનાર સમયમા જ ખ્યાલ આવી શકે.

મિત્રો, આ તમામ બાબતો અંગે તમારું શું કહેવુ છે, શું બેજાન દારૂવાલા પણ કોરોના ના શિકાર બની ચુક્યા છે? શું હાલ તે હોસ્પીટલમા છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે? શું તે કોરોના ની સમસ્યા થી લડીને પુનઃ સ્વસ્થ થઇ શકશે? આ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવ અમને અવશ્ય આપજો અને હા આ લેખ ને લાઈક અને શેર કરવાનુ ભૂલતા નહિ, ધન્યવાદ!

Leave a Reply

Top