
મનીવેલ ખુબ જ જરૂરી કહેવામાં આવે છે અને આ છોડ ઘરમાં રાખવો ખુબ શુભ માનવામાં આવે છે. આ છોડને ઘરમાં મૂકવાથી ઘરમાં ધન અને ખુશી હંમેશા રહેતી હોય છે અને કોઈ પણ પ્રકારની હેરણી ઘરમાં આવશે નહિ. આપણે ઘણા માણસોના ઘરમાં ધનવેલ ને જરૂર જોઈ હશે. અમુક લોકો આ છોડને ઘરની અંદર તો કેટલાક માણસો આ છોડને એમની ઘરના ટેરેસ પર રાખે છે.
વસ્તુ શાસ્ત્રમાં ધનવેલ વિશે કહેવામાં આવ્યું છે કે ઘરમાં ધન તથા સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું હેતુ આ છોડને રાખવું શુભ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ છોડને રાખવા માટેના ઘણા નિયમો છે અને આ નિયમો પ્રમાણે જ આ છોડને ઘરમાં રાખવો જોઈએ. કેમ કે જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો આ છોડને ઘરમાં મૂકવાથી કોઈ પણ લાભ નથી મળતો અને આ છોડ પણ સામાન્ય છોડની જેમ જ રહે છે.
• ધનવેલ રાખવાના કેટલાક વસ્તુ શાસ્ત્રના નિયમો
1. ધનવેલ અગ્નિ ખૂણામાં હોવી જોઈએ
વાસ્તુશાસ્ત્રમાં મુકેલ ધનવેલ મૂકવાથી એની સાથે જોડાયેલી દિશા વિશે કહ્યું છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ છોડનો વધારે લાભ પ્રાપ્ત કરવા માટે એને ઘરના ફક્ત અગ્નિ ખૂણામાં જ રાખવો જોઈએ. અગ્નિ ખૂણો એટલે કે દક્ષિણ- પૂર્વ દિશામાં આ છોડને રાખવાથી એ ઘરમાં પોઝિટિવ ઉર્જા લાવે છે.
2. ઉપરની બાજુ રાખવી વેલ
ધનવેલની વેલને હંમેશા ઉપરની તરફ જ વધવા દેવી અને આ વેલને નીચેની તરફ વધુ પ્રમાણમાં ના ફેલાવવા દેવી. કેમ કે નીચેની તરફ વેલ હોવી વાસ્તુશાસ્ત્રમાં સારું કહેવામાં આવતું નથી. આવી જ રીતે આ વેલને ક્યારેય પણ ઉત્તર- પૂર્વ દિશામાં રાખવી નહિ.
3. ઘરની બહાર ના રાખવી
ધનવેલને રાખવાના કેટલાક નિયમો પ્રમાણે આ છોડને ક્યારેય પણ ઘરની બહાર ના મૂકવું જોઈએ અને આ છોડને ઘરની અંદર જ રાખવું સૌથી ઉત્તમ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે જો આ છોડને ઘરની બહાર રાખવામાં આવે તો આ છોડથી મળતી પોઝિટિવ ઉર્જા ઘરની અંદર પ્રવેશ કરી શકતી નથી.
4. બોટલ અને કુંડામાં રાખવી
આ છોડને ઘરની અંદર બે રીતે મૂકી શકાય છે.આ છોડને કોઈ નાના કુંડામાં પણ રાખી શકાય છે તથા કોઈ કાચની બોટલમાં પણ એને રાખી શકાય છે. એની જોડે જ આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું કે આ છોડ પર ક્યારેય પણ ધૂપ ના પડવી જોઈએ.
5. ધનવેલ હંમેશા રાખવી લીલીછમ
ઘરમાં હંમેશા એકદમ લીલોછમ જ છોડ મૂકવો. કેમકે જયારે આ છોડના પાંદડા પીળા તથા સૂકવવા લાગે છે તો એ ઘર માટે અશુભ બની જાય છે એટલા માટે વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે કે આ છોડ હંમેશા લીલુંછમ જ મૂકવું જોઈએ.