You are here
Home > Recipe >

મમરાને આજે જ વઘારો આ ચટાકેદાર રીતથી પછી નાસ્તામા ખાવાની મજા જ કઈક જુદી હશે, કેવા હોય છે મમરા ના બેનિફિટ…

આપણે બધા લોકો જાણીએ છીએ કે મમરા એ ચોખામાંથી બનાવવામાં આવતી એક નાસ્તાની આઈટમ છે અને મોટાભાગના બધા જ માણસોનો આ મનપસંદ નાસ્તો હશે. મમરા એ નાની ઉંમરના ના કે મોટી ઉમરના ના સૌ કોઈ ને ગમે તેવો નાસ્તો છે તથા આપણા શરીરની તંદુરસ્તી ને કોઈપણ પ્રકાર ની તકલીફ ના પહોચાડે તેવો આહાર છે. મમરા એ આપણા દેશનો ઉત્તમ ભારતીય નાસ્તો ગણી શકાય છે. મમરા નુ સેવન અલગ અલગ જગ્યા એ અલગ અલગ રીતભાત દ્વારા કરવામા આવે છે

તમારે તમારા નાના બાળકોને જો નાસ્તામા મમરા આપવા હોય અથવા તો તમારે સાંજની ચા જોડે આ બધા વિકલ્પમાં મમરા એ ઉત્તમ ઓપ્શન છે અને આમ તો મોટાભાગના માણસોમાં ઘરમા ગમે ત્યારે જોવો તો પણ વઘારેલા મમરાનો ડબ્બો તો ભરેલો જ હોય છે અને જેનાથી તમારા ઘરના નાના હોય કે પછી મોટા દરેક લોકોને જ્યારે પણ ભૂખ લાગે છે ત્યારે મમરા ખાઈ શકે છે અને હવે તમે મમરા લાવો તો આ રીતે વઘારજો જેનાથી તમને બેસ્ટમાં સારો સ્વાદ મળશે.

• મમરા બનાવવા માટે ની સામગ્રીઓ

૧ થેલી કોરા મમરા

આ સિવાય તળેલા સિંગદાણા

૦/૫ ચમચી મરી પાવડર

૦/૫ ચમચી ચાટ મસાલો

૦/૫ ચમચી લાલ મરચાનો પાવડર

મીઠા લીમાડાના પાન

ઝીણાં સમારેલા લીલા મરચા

મીઠું સ્વાદ અનુસાર

અને થોડુ તેલ વધારવા માટે

• આને કઈ રીતે બનાવશો?

તમે સૌ પ્રથમ એક મીડિયમ ફ્લેમ પર એક પેનમા તેલ ને ગરમ કરવા માટે મુકી દો અને તેલ ગરમ થાય બાદ તેમા સિંગદાણા મિક્સ કરીને તેને સારી રીતે શેકી લો અને સિંગદાણા શેકાઈ જાય બાદ તો તેને જુદા જ કાઢી લો

અને હવે તેલમા તમે ઝીણા કરેલા લીલા મરચા તથા તેના પછી મીઠા લીમડાના પાન ને મિક્સ કરીને તેને વઘાર કરો તથા તે જેવા શેકાઈ જાય પછી તેમા તમે મમરા નાખી દો અને મમરા થોડાક શેકાય તો પછી તેમા તમે શેકેલા સિંગદાણા ભેગા કરીને અને તેને થોડોક સમય હલાવતા રહો.

ત્યાર બાદ કેટલોક સમય પછી તમે ગેસ સંપૂર્ણ બંધ કરો અને મમરાને તમે એક વાસણમા ભેગા કરીને તેમા તમે કાળા મરીનો પાવડર તથા ત્યાર બાદ ચાટ મસાલો તથા લાલ મરચાંનો પાવડર અને મીઠુ નાખીને તેને ભેગું કરો અને આટલું કરી વ્યવસ્થિત તેને ભેગુ કરી નાખો તૈયાર છે નમકીન અને ચટાકેદાર મમરા

• મમરા થી થતા બેનિફિટ

મોટાભાગ ના માણસો મમરા ને બીજી વસ્તુઓ સાથે ભેગા કરી ને ચેવડા સ્વરૂપે ગ્રહણ કરતા હોય છે. પણ શુ તમે એ વાત જાણો છો કે આ લાઈટ આહાર મા કેલરી ખુબ જ વધારે હોય છે. જેથી તમને કોઈ લાંબી સફર દરમિયાન કે કાર્ય કરવા ના સ્થળે પણ આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો.

જેથી કરીને તમારા મા પુષ્કળ પ્રમાણ મા ઊર્જાનો વ્યાપ પણ દેખાવા મળે અને તંદુરસ્તી પણ જરૂરી રહે. આ સિવાય માણસોને મમરા ના લાડુ પણ ગમતા હોય છે. મમરામા લોહતત્વ , કેલ્શિયમ અને ફાઈબર જેવા અનેક તત્વો પણ પુષ્કળ પ્રમાણ મા મેળવી શકાય છે.

એક અંદાજ પ્રમાણે એક કટોરી મમરામા થી ૪૦૨ કેલરી તથા ૬ ગ્રામ પ્રોટીન મેળવી શકાય છે . આ સિવાય પણ ઘણા મિનરલ્સ મેળવી શકાય છે. મમરા ખાવા થી આપણ ને જઠરાગ્નિ ને લગતી બધી જ તકલીફમાંથી સરળતાથી મુક્તિ મળે છે તથા માંસપેશીઓ ને મજબૂત બનાવે છે.

મમરા જમવાથી આપણુ બ્લડ પ્રેશર પણ કાબૂમાં રહે છે. આમ, આ હળવો આહાર એકદમ વધુ ફાયદાઓ કરાવે છે. જેથી તેને ક્યારેય પણ હળવાશ મા ના લેવુ. આ બધા બેનિફિટ પરથી કહી શકાય કે મમરા ખાવા એ શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

dip

Leave a Reply

Top