You are here
Home > Articles >

ભગવદ્ ગીતાની સહાયથી ડાયાબિટસવાળા દર્દીઓની સારવાર શક્ય છે, જાણો કેવી રીતે

માણસના શરીરમાં જ્યારે ખાંડની માત્રા વધે તેને મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે. તેલંગણાની રાજધાની હૈદરાબાદના ઓસ્માનિયા જનરલ હોસ્પિટલ (ઓએચજી) ના ડોકટર ટીમ દ્વારા ડાયાબિટીસની સારવાર કરવાનો એક ‘આધ્યાત્મિક’ રસ્તો મળ્યો છે. અને તેનો સીધો સંબંધ ભગવદ્ ગીતા છે.

સંશોધકો વાત કરતા કહે છે કે ભગવદ્ ગીતામાં અર્જુન તથા ભગવાન કૃષ્ણ વચ્ચે સંવાદનો ઉપયોગ રોગોની ઉપચાર માટે થઈ શકે છે, ખાસ કરીને ડાયાબિટીસ જેવા અનેક દીર્ઘકાલિન રોગોની સારવારમાં. સંશોધકો ભગવદ્ગ ગીતાના છંદો તરફ ધ્યાન દોરે છે જે જીવનની વિવિધ તકલીફોમાંથી વિગતવાર વર્ણન કરે છે.

• તો આવો જાણીએ ગીતા શું જણાવે છે

વિવિધ સંશોધકોએ કહ્યું હતું કે, “ગીતા નેગેટિવ પરિસ્થિતિઓને ઓળખે છે અને તેમને લડવા માટે પોઝિટિવ માર્ગ બતાવે છે, ભગવાન કૃષ્ણએ જણાવ્યું અને અર્જુને તેનું અનુસર્યું.”

સંશોધકોએ આગળ પણ વાત કર્યુ છે કે ડાયાબિટીસ એ એક રોગ છે જે તમારી જીવનશૈલી સાથે સંકળાયેલો છે. તેથી આ રોગના ઉપચાર માટે તમારે તમારી જીવનશૈલીમાં દરરોજ ફેરફાર કરવો અગત્યનો છે.. ખાસ કરીને જેમાં શું ખાવું અને શું ન ખાવું, અને વ્યાયામ જેવી પ્રવૃત્તિઓમાં ફેરફાર કરવો જરૂરી છે.

સંશોધકોએ જણાવ્યું કે ભગવદ્ ગીતાના ઉપદેશોનો ફાયદો ઉઠાવીને ડાયાબીટીસનો સામનો કરવામાં કેવી રીતે સહાય કરે છે તે જાણીએ..

દેશ વિદેશના ડૉક્ટરની કેટલીક અગત્યની ટીમ બનાવવામાં આવી છે

આ રીસર્ચ પ્રમાણે ભારતીય જર્નલ ઓફ એન્ડ્રોક્રિનોલોજી અને મેટાબોલિઝમમાં પ્રકાશિત થયો હતો. આ અભ્યાસમાં દેશમાં અને વિદેશમાં અને સંશોધન વિવિધ હોસ્પિટલોમાંથી ડોકટરો અને સંશોધકોનો સમાવેશ થાય છે.

વિદેશી નિષ્ણાતો બાંગ્લાદેશમાં ઢાકા મેડિકલ કૉલેજ હોસ્પિટલ, ઢાકામાં મિટફોર્ડ હોસ્પિટલ અને પાકિસ્તાનના કરાચીમાં આગ ખાન યુનિવર્સિટી હોસ્પિટલમાં હતા.

શા માટે દર્દીને ભગવદ્ ગીતાની જરૂર છે?

સંશોધકોએ વાત કરતા કહ્યું હતું કે, “ભગવદ્ ગીતા ધાર્મિક અથવા દાર્શનિક ગ્રંથ કે પુસ્તક કરતાં વધારે છે, 700 થી વધુ ઉપદેશો લાઈફના બધા જ પાસાને સમજવાની ઊંડી સમજ આપે છે અને તે ફક્ત ભારત માટે જ નહિ સમગ્ર વિશ્વને અસર કરે છે.”

આ સાથે તેમણે કહ્યું હતું કે ડાયાબિટીસના રોગનું ઉપચાર કર્યા પછી, પીડિત માણસ ઘણી વખત ઉદાસીન લાગણીઓથી જોડાય છે. કારણ કે તેણે તેમના જીવનમાં કેટલીક મીઠી વસ્તુઓ છોડી દીધી છે

dip

Leave a Reply

Top