
મિત્રો હાલ ના સમય મા કોઇપણ વ્યક્તિ હોય તેને મોબાઈલ ના વપરાશ વિષે ના ખબર હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે અને તેમાય હાલ ના સમય ની માંગ ને જોતા ગામડું હોય કે શહેર મોબાઈલ નો વપરાશ તો તમામ લોકો કરતા જ હોય છે. આ મોબાઈલ હાલ ના સમય ની એક મહત્વ ની જરૂરિયાત બની ગઈ છે. માણસ સવારે ઉઠે તો સૌથી પેહલા મોબાઈલ ને જ ગોતતો જોવા મળે છે. આ સાથે જ હવે તો સ્માર્ટફોન નો વપરાસ પણ વધ્યો છે.
સ્માર્ટફોન ના વપરાશ ની સાથોસાથ મોબાઈલ મા ઈન્ટરનેટ હોવું પણ હાલ ના સમય મા અત્યંત જરૂરી માનવામા આવે છે. ગામડું હોય કે શહેર ઈન્ટરનેટ નો ઉપયોગ પણ એટલો જ થાય છે. પછી ભલે સાવ અભણ હોય અથવા તો થોડો ઘણો ભણેલો હોય તોય ફેસબુક અને વોટ્સએપ નો વપરાશ તો શીખી જ લેતો હોય છે. હાલ ના તાજા મળતા અહેવાલો મુજબ છેલ્લા બે અઠવાડિયા થી અને તેમાં પણ ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસો થી સમગ્ર દેશ ના જુદા-જુદા વિસ્તારો મા ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવા મા આવ્યો છે.
જો ભારત ના કાશ્મીર ની વાત કરીએ તો ૪ ઑગષ્ટ ના રોજ થી જ ત્યાં ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવા મા આવી હતી. દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ની સરકારો જુદા-જુદા મુદ્દાઓ પર બેકાબૂ બનેલા હિંસક પ્રદર્શનો પર રોક લગાવવા તેમજ વધુ હિંસા ના ફેલાય તે માટે ઇન્ટરનેટ, ફોન સર્વિસ બંધ કરી દે છે જેથી હિંસક અફવાઓ પર રોક લગાવી શકાય પરંતુ આ સાથે તેનું નુકસાન પણ વેઠવું પડે છે. ટેલિકૉમ કંપનીઓ ને તો આર્થિક નુકસાન થાય જ છે અને તેની સાથોસાથ રોજ ના કાર્યો પણ પ્રભાવિત થાય છે.
ભારત ના કયા કાયદા મુજબ બંધ કરી શકાય છે ઇન્ટરનેટ?
ભારત ના બંધારણ મુજબ ભારત સરકાર ઇન્ટરનેટ સર્વિસ પર પ્રતિબંધ મુકવા માટે જુદિ-જુદી પરિસ્થિતિઓ પ્રમાણે જુદા-જુદા કાયદાઓ નો સહારો લે છે. આ કાયદાઓ મા સીઆરપીસી ની કલમ ૧૯૭૩ મુજબ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ – ૧૯૮૫ તેમજ ટેમ્પરરી સસ્પેંશન ઑફ ટેલિકૉમ સર્વિસેઝ (પબ્લિક ઇમરજન્સી ઑર પબ્લિક સેફ્ટી) નિયમ, ૨૦૧૭ નો સમાવેશ થાય છે.
ટેલિકૉમ કંપનીઓ ને વેઠવું પડતું નુકસાન
એક એહવાલ મા દર્શાવ્યા પ્રમાણે ના આંકડાઓ મુજબ દરેક ટેલીકોમ કંપની ને પ્રતિ દિવસ પ્રતિ રાજ્ય મુજબ ૧.૫ કરોડ રૂપિયા નુ નુકસાન વેઠવું પડે છે. ગયા વર્ષે ઑગષ્ટ ૨૦૧૮ મા ટેલિકૉમ કંપનીઓ દ્વારા કેન્દ્ર સરકાર આગળ આ મુદ્દો ઉઠાવવા મા આવ્યો હતો અને વારંવાર ઇન્ટરનેટ, કૉલ સર્વિસ પર પ્રતિબંધો થી થઇ રહેલા નુકસાન પર ચિંતા વ્યક્ત કરવામા આવી હતી.
CAA ના વિરોધ ને લીધે ઘણા વિસ્તારો મા ઇન્ટરનેટ બંધ
નાગરિકતા સંશોધન કાયદા ની વિરુદ્ધ આક્રમક પ્રદર્શન ને લીધે રાજ્ય સરકારો દ્વારા હિંસા પ્રભાવિત જગ્યાઓ મા ઇન્ટરનેટ સર્વિસ બંધ કરવાનો આદેશ આપવો પડ્યો હતો. ૧૩મી ડિસેમ્બર ના રોજ નાગરિકતા નો સંશોધિત કાયદો અમલ મા આવતા ની સાથે જ રાજ્યો ના જુદા-જુદા વિસ્તારો મા ઉપદ્રવ જોવા મા આવી રહ્યો છે. આ નવીન કાયદા ના વિરોધ મા ભારત મા જુદી-જુદી જગ્યાએ લોકો દ્વારા જુદી-જુદી રીતે વિરોધ દર્શાવવા મા આવી રહ્યો છે.
ભારત ના પશ્ચિમ બંગાળ થી લઇ ને છેક કેરળ સુધી ના ઘણા રાજ્યો મા વાહનો ને ફૂંકવામા આવી રહ્યા છે, આ સાથે જ સાર્વજનિક સંપત્તિઓ ને પણ નુકસાન પહોંચાડવા મા આવી રહ્યું છે. આવા પ્રકાર ના હિંસાત્મક પ્રદર્શનો ને લીધે ઉત્તર પ્રદેશ ના ૨૪ જેટલા જિલ્લાઓ મા ઇન્ટરનેટ સેવા પર હાલ પાબંધી લાગુ કરી દેવા મા આવી છે અને પશ્ચિમ બંગાળ ના ૧૧ જેટલા જિલ્લાઓ મા સદંતર ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવા મા આવી છે.