
મિત્રો, ચૈત્ર માસમા જ્યારે સૂર્ય અને ચંદ્રનુ મીન રાશિમા એકસાથે આગમન થાય છે ત્યારે ગ્રહો ની સ્થિતિમા થતા પરિવર્તનો મુજબ બનતી કુંડળી અનુસાર આ એક વર્ષનુ ભવિષ્ય ભાખવામા આવે છે. હાલ, બપોરે ૨ વાગ્યે અને ૫૮ મિનિટ પર જ્યારે સૂર્ય અને ચંદ્ર મીન રાશિમા એકત્રિત થશે ત્યારે આ હિંદુ નવ વર્ષની કર્ક લગ્નની આ કુંડળી ભારત માટે વિશેષ મહત્વ ધરાવે છે.
સરકાર દ્વારા લેવાયેલા તમામ પ્રયત્નો સફળ સાબિત થશે :
કર્ક રાશિ આપણા સ્વતંત્ર ભારતના વૃષભ લગ્નની કુંડળીના ત્રીજા સ્થાન મા હોવાથી આ વર્ષ ભારતના પરાક્રમ ભાવમા વૃદ્ધિનો યોગ દર્શાવી રહ્યો છે. આ કુંડળીના દસમા સ્થાનમા શુભ ગ્રહ શુક્ર બિરાજમાન છે. તેના રોગ સ્થાન પરથી ગુરુની પાંચમી દૃષ્ટી પડી રહી છે. જે એ બાબત નો સંકેત આપે છે કે આપણા દેશની સરકાર દ્વારા કરવામા આવતા કોરોનાના ફેલાવાને અટકાવવા ના પ્રયત્નો સફળ સાબિત થશે.
આ સમસ્યા નુ આવશે નિવારણ :
ભાગ્ય સ્થાન મા સૂર્ય અને ચંદ્ર બંને શુભ કર્તરી યોગ સર્જે છે. કારણ કે, તેમના અગ્ર સ્થાને શુક્ર અને પાછળ શુભ ગ્રહ બુધ બિરાજે છે. આ યોગના પ્રભાવ ના કારણે આપણા દેશમા ફેલાયેલી કોઈપણ સમસ્યા નુ ત્વરિત નિવારણ આવી જશે. આ યોગના પ્રભાવ થી એપ્રીલના અંત સુધીમા આ સમસ્યા પર સંપૂર્ણપણે નિયંત્રણ લાવવામા સરકાર સફળ સાબિત થશે. આ વર્ષના રાજા બુધ અને મંત્રી ચંદ્ર છે. જો કોઈ વ્યક્તિ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી કોઈ ગંભીર સમસ્યાઓ થી પીડાઈ રહ્યો હોય તો ટૂંક સમયમા તેનુ નિવારણ આવી જશે.
બજાર અને વ્યાપાર માટે સંવત ૨૦૭૭ કેવુ રહેશે :
આ કુંડળીના સાતમા સ્થાનમા રહેલા શનિ અને મંગળ ના અશુભ સંયોગ ના કારણે આવનાર એક વર્ષ વ્યાપાર , લગ્નસંબંધ અને પાડોશી દેશો સાથેના રાજદ્વારી સંબંધો ક્ષેત્રે ઉતાર-ચઢાવ ની સ્થિતિ જોવા મળશે. એપ્રિલમા શનિ-ગુરુનો આ સંયોગ વિશ્વ સ્તરે આ આર્થિક મંદીને વધુ પ્રભાવિત કરશે. ચીન સાથે ભારત સહિત અન્ય દેશોના રાજદ્વારી સંબંધો તણાવમય બનશે.
બે ગ્રહો ના સંયોગ થી સર્જાતી અસરો :
જૂન અને જુલાઈ માસ મા આવી રહેલા 3 અત્યંત વિશાળ ગ્રહણ ભારત ચીનના સંબંધો ને વધુ પડતા અસર કરી શકે છે. આ કુંડળીના નવમા સ્થાન મા એટલે કે લગ્ન સ્થાન મા શનિ, હાનિ સ્થાનમા એટલે કે બારમા સ્થાનમા મંગળ બંનેની દૃષ્ટી યુદ્ધ સ્થાન એટલે કે કુંડળીના સાતમા સ્થાન મા પડે છે. ગ્રહોની આ સ્થિતિ જરાપણ યોગ્ય નથી.
ભારતના વૈજ્ઞાનિકો અને રમતવીરો અપાવશે વિશાળ સિદ્ધિ :
આ કુંડળીના આઠમા ભાવમા બુધ અને નવમા ભાવમા સ્થિત સૂર્ય અને ચંદ્ર વિજ્ઞાન ક્ષેત્રે વિશાળ સફળતા પ્રાપ્ત થવાની શક્યતાઓ દર્શાવી રહ્યા છે. હાલ આપણા દેશના વૈજ્ઞાનિકો આ ગંભીર બીમારી નુ ઔષધ તૈયાર કરીને આખા વિશ્વને ચકિત કરી શકે છે. આપણા દેશના કોઈ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક આંતરરાષ્ટ્રીય સ્તરે માન-સમ્માન પ્રાપ્ત કરી શકે છે. આ કુંડળીના નવમા અને દશમા ભાવ પર શુક્રના પ્રભાવના કારણે આ વર્ષ સ્ત્રીઓ માટે અત્યંત શાનદાર રહેશે. ભારતીય રમતવીરો અને વૈજ્ઞાનિકો માટે પણ આ વર્ષ અત્યંત શુભ રહેશે.