You are here
Home > Articles >

ભારત પર બસો વર્ષ રાજ કરનાર દેશ નો વહીવટ આજ કોરોના ને લીધે ભારતીયો ના હાથમા

મિત્રો, કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર વિશ્વ ગાંડુ થયુ છે. કોરોનાએ અત્યાર સુધીમા હજારો લોકોના પ્રાણ લઈ લીધા છે તો લાખો લોકો હાલ આ કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે. વિશ્વના અનેક સિતારાઓ અને મોટા ભાગના રાજકારણીઓ પણ કોરોના વાયરસની ઝપેટમા આવી ગયા છે. બ્રિટન ના પ્રિન્સ ચાર્લ્સ અને વડાપ્રધાન બોરીસ જોહ્ન્સન પણ કોરોના વાયરસ ના શિકાર બની ચુક્યા છે. આવી સ્થિતિમા હાલ બ્રિટનનુ શાસન ભારતીય મૂળના વ્યક્તિઓના હાથમા આવી ચુક્યુ છે.

બ્રિટન ના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સન ને હાલ કોરોના પોઝિટિવ નિકળતા બ્રિટન નો વહીવટ ભારતીય મૂળ ના બે નેતાઓ પર તથા પીએમ પદ માટે માઈકલ ગોવ અને રાબ ડોમેનિક નુ નામ સૌથી આગળ આવ્યુ છે. બ્રિટન ના વડાપ્રધાન અને પ્રિન્સ ચાર્લ્સ ને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મહારાણી એલિઝાબેથ પણ હાલમા સેલ્ફ ક્વોરેન્ટાઇનમા જતા રહ્યા છે. ત્યારે બ્રિટનનુ વહીવટ હાલ ભારતીય મૂળના બે નેતાઓ ઋષિ સુનાક અને પ્રીતિ પટેલ કરી રહ્યા છે.

બોરીસ જ્હોનસન પોઝિટિવ થયા તે પછી બ્રિટનના બધા જ મોટા શાસનકર્તાઓ સેલ્ફ ક્વોરેન્ટાઈનમા છે. એવામા નાણાંમંત્રી ઋષિ સુનાક હાલ બોરિસ જ્હોન્સનની ગેરહાજરીમા પ્રધાનમંડળ ની અધ્યક્ષતા કરી રહ્યા છે. બ્રિટનની રાજનીતિમા આ સમયમા હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સંસદની અધ્યક્ષતા અને મંત્રીમંડળના સંયોજક ની ભૂમિકા નિભાવી રહ્યા છે. જે પછી હવે બ્રિટનમા કોઈ વ્યક્તિને કાર્યવાહક વડાપ્રધાન બનવવાની અટકળો પણ તેજ થઇ ગઈ છે.

હાલ મા પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર વિદેશ સચિવ ડોમેનિક રાબ બોરિસ જોહ્ન્સન ની જગ્યાએ કાર્યવાહક પ્રધાનમંત્રી બની શકે છે. હાલ મા તે પ્રધાનમંત્રી પદની દરેક જવાબદારીઓ સંભાળી શકે તેમ છે. જો કે રાબ સ્ત્રીઓ અંગે ના વિવાદાસ્પદ નિવેદન ના કારણે પણ ખૂબ જ ચર્ચામા રહ્યા છે. જે પછી તેઓ ઘણીવાર ટ્રોલ થતા આવ્યા છે. આ સમયે ઘણા મંત્રીઓ માઈકલ ગોવ નુ નામ પણ આગળ કરી રહ્યા છે.

હવે જોવાનુ એ રહ્યુ કે આ કોરોના આગળ હજુ શુ-શુ નવા રંગ દેખાડે છે અને તેની અસર બ્રિટન ના અર્થતંત્ર પર કેવી પડશે તે તો આવનાર સમય જ જણાવી શકે છે. બ્રિટન જેવા વિકસિત દેશ જ્યારે હાલ આ કોરોના ની સમસ્યા નુ શિકાર બની શકે છે, તો આપણો દેશ તો વિકાસશીલ છે જો ત્યા જેવી પરિસ્થિતિ અહી ઉદભવી તો શુ થશે? માટે આપ સૌ ને નમ્ર અપીલ છે કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા આ ૨૧ દિવસના લોકડાઉન ના આ નિર્ણય ને સન્માન આપી અને સહકાર આપો તથા ઘર ની બહાર શક્ય બને ત્યા સુધી ના નીકળવુ.ધન્યવાદ!

Leave a Reply

Top