You are here
Home > Articles >

ભારતમા હાલ કોરોના બન્યો છે યુવાવર્ગ માટે કાળ, યોગ્ય પગલા લેવામા ના આવ્યા તો પરિસ્થિતિ બની શકે છે ગંભીર

મિત્રો, હાલ કોરોના વાયરસ આપણા દેશમા દિન-પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આપણા દેશમા હાલ બે રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતમા આ વાયરસ બહોળા પ્રમાણમા હાહાકાર મચાવી રહ્યો છે. આપણા દેશમા હાલ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા એક લાખને પાર થઈ ચૂકી છે. વૈજ્ઞાનિકો હાલ આપણા દેશ વિશે વિવિધ પ્રકારની આશંકા વ્યક્ત કરી રહ્યા છે અને આગામી સમયમા કોરોના ની સમસ્યા હજુ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેવુ અનુમાન લગાવી રહ્યા છે.

આ સિવાય કોરોના વાયરસની વધુ એક ધ્યાનમા લેવા જેવી બાબત એ છે કે, હાલ આ વાયરસ આપણા દેશના યુવાવર્ગને નિશાન બનાવી રહ્યો છે. અહેવાલ અનુસાર આપણા દેશમા હોસ્પિટલોમા દાખલ થનારા કોરોના દર્દીઓમા યુવાનોની સંખ્યા વધી રહી છે. વર્તમાન સમય સુધીમા જે પણ દેશ કોરોના હોટસ્પોટ્સ બન્યા હતા ત્યા યુવાઓમા આ કોરોના વાયરસના સંક્રમણની અસર સૌથી ઓછી જોવા મળી હતી.

જ્યારે ભારતમા હાલ આ આંક ચિંતાનો વિષય બની શકે :

આપણા દેશમા કોરોના વાયરસ સંક્રમણના કેસો હાલ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આપણા દેશમા વર્તમાન સમય સુધીમા ૧.૩૯ લાખથી વધુ લોકો કોરોનાની સમસ્યાના કારણે સંક્રમિત થયા છે અને આ વાયરસ ના કારણે ૪૦૦ કરતા પણ વધુ લોકો પામી ચૂક્યા છે. આ બધામા ડરાવની બાબત એ છે કે, આપણા દેશમા કોરોના વાયરસ યુવાનો પર વધુ ઝડપથી હુમલો કરવા માંડ્યો છે.

એક અહેવાલ પ્રમાણે  ભારત અને બ્રાઝિલ જેવા વિકાસ ની તરફ ધીમે-ધીમે પગલા માંડતા દેશો હાલ કોરોનાના નવા હોટસ્પોટ વિસ્તારો બનવા જઈ રહ્યા છે. કોરોના વાયરસ હવે યુવાવર્ગને પોતાનો નિશાનો બનાવી રહ્યો છે. ભારત અને બ્રાઝીલ હાલ બંને આ ભય હેઠળ જીવી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે બ્રાઝિલમા કોરોના વાયરસની સમસ્યાના કારણે મૃત્યુ પામનારા લોકોમા ૫૦ વર્ષથી ઓછી ઉમંરના લોકો ૫ ટકા છે.

આ ટકાવારી ઈટાલી અને સ્પેન જેવા દેશો કરતા ૧૦ ગણી વધુ છે.આ આંક હાલ ભારતમા તો ખૂબ જ ભયજનક છે. હાલ, આપણા ભારત દેશમા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોમા ૫૦ ટકાથી વધુ લોકોની ઉંમર ૬૦ વર્ષથી ઓછી છે. આ અહેવાલમા ભારતને કોરોનાની સમસ્યાનુ હાલનુ નવુ હોટસ્પોટ જણાવવામા આવી રહ્યુ છે.

Leave a Reply

Top