You are here
Home > Articles >

ભારતની આ સુંદર તથા ચમત્કારિક સ્થાન કે જેના પર હુમલો કરતા ડરે છે પાક. અને ચીનનું લશ્કર

હમણાં જ પુલવામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં આપના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. પાકિસ્તાન તથા ભારતમાં રોજબરોજ પોતાના આવા કાયરતા ભર્યા કાર્યોને અંજામ આપતું રહે છે તેની સાથે પાકિસ્તાન અવારનવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરતું હોય છે તો બીજી તરફ ચીન પણ ક્યારેક લદ્દાખમાં ઘૂસી જાય છે. આવી પરીસ્થિતિમાં આપણા ભારત દેશમાં આવેલા કેટલાક પવિત્ર અને ચમત્કારિક મંદિરો તથા દરગાહ છે જેના પર કોઈ દુશ્મન ક્યારેય ફાયરિંગ નથી કરતા. આ સિવાય, આ મંદિરના દેવી-દેવતાઓ સૈન્યના જવાનોની હંમેશા સુરક્ષા કરે છે. જ્યારે દરગાહમાં દુઆ કરવામાં આવે છે

પહેલી વાત કરીએ જેસલમેર થી ૧૨૦ કિલોમીટર દુર તથા સરહદ થી નજીક આવેલા તનોટ માતાના આ મંદિર ની….

રાજસ્થાનના જેસલમેર ભાગમાં જયારે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે પાકિસ્તાની સેનાને હરાવવા માટે તનોટ માતાના મંદિર ની મહત્વનું સ્થાન રહ્યું હતું. ત્યાં ના મંદિર વિશે કહેવામાં આવે છે કે માતાએ ઇન્ડિયન સૈનિકો ને મદદ કરી તથા પાકિસ્તાની સેના ને પાછા દૂર કરવા મજબુર કરી દીધું હતું. જેસલમેર થી થાર રણ ભાગમાં આશરે ૧૨૦ કિ.મી ના અંતરે ભારતીય સીમા પાસે તનોટ માતાનું મંદિર સ્થાપિત કરવામાં આવે છે.

આ તનોટ માતાનુ મંદિર ફકત ભારતીય સૈનિકો જ નહિ પરંતુ પાકિસ્તાની સૈનિકો માટે પણ આસ્થા નું મોટું પ્રતીક માનવામાં આવે છે. આજ થી લગભગ ૫૩ વર્ષ પેહલા ૨૩મી સપ્ટેમ્બર ૧૯૬૫માં ભારત તથા પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. તો આજે આ આર્ટીકલ દ્વારા આ મંદિર વિશે વાતચીત કરવી છે કે જ્યાં દુશ્મને લગભગ ૩૦૦૦ જેટલા બમ્બ-ગોળા ફેકવામાં આવ્યા હતા પરંતુ તેઓ માતાના મંદિર ની ધૂળ પણ હલાવી શકયા નહતું.

આ મંદિર જેસલમેર થી આશરે ૧૫૩ કિ.મી. દૂર થાર ના રણ વચ્ચે આવેલું છે અને આ મંદિર સાથે ઘણી વાતો પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે ૧૯૬૫ ના યુદ્ધ મા પાકિસ્તાને આ મંદિર પર લગભગ ૩૦૦૦ જેટલા બમ્બ-ગોળા વરસાવામાં આવ્યા હતા પરંતુ મંદિરને કઈ જ થયું નહતું. આ સિવાય મંદિર ના પટાંગણ મા લગભગ ૪૫૦ જેટલા ગોળા પડ્યા હતા પરંતુ તે ફૂટ્યા જ ન હતા. આને માતા નો આશીર્વાદ કહેવામાં આવ્યો હતો. ત્યારે મેજર જયસિંહ ની નિગરાણી હેઠળ ગ્રેનેડિયર ની એક કંપની સીમા ની સુરક્ષા કરી રહી હતી.

• બમ્બ-ગોળા સતત પડતા હતા પણ ફૂટતા ન હતા

આવું રણ કે જેનું નામ પણ જાવરલે સાંભળ્યું હોય તે આ યુદ્ધ પછી પ્રખ્યાત થઇ ગયું. હાલ આ મંદિર નુ કાબુ બોર્ડર સિક્યુરીટી ફોર્સ હેઠળ છે અને તેમના જવાનો મંદિરની દેખરેખ નીચે છે. અહિયાં જે બમ્બ ફાટ્યા નહતા તે આજે પણ ત્યાં જ એક મ્યૂઝિયમમા મૂકવામાં આવ્યા છે.

• આ મંદિર ના દર્શન કરવા કેવી રીતે જવું

આ મંદિર ના દર્શન કરવા માટે રોડ માર્ગે નો ઉપયોગ કરતા થયા છે તથા આ મંદિર જેસલમેરથી ૧૫૩ કિ.મી ના અંતરે રણ બાજુ આવેલું છે. આ સાથે માણસ પોતાની કાર કે ભાડે ટેક્સી લઈ ને પણ ત્યાં માતાના દર્શન કરવા જઈ શકાય છે.

• તનોટ મંદિરથી 5 કિમી પહેલા માતા ઘંટીયાલીનું મંદિર

રાજસ્થાનના જેસલમેર નજીકના તનોટ મંદિરથી 5 કિમી આગળ માતા ઘંટીયાલીનું મંદિર સ્થિત છે. અને આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે મંદિરની નજીક આવતા પાકિસ્તાની સૈનિકો એકબીજાને જ દુશમન માનીને અંદરોઅંદર લડીને મૃત્યું પામ્યા હતા., 1965માં ભારત તથા પાકિસ્તાન વચ્ચે થયું હતું. તે વખતેના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ઘંટીયાલી માતાએ ભારતીય સૈન્યને મદદ કરી હતી. જ્યારે કેટલાક સૈનિકોએ મંદિરમાં પ્રવેશ કર્યો તો તેઓ અંધ થઈ ગયા હતા

• આશરે 350 વર્ષ જૂની બાબા દિલીપસિંહની દરગાહ

ભારત-પાકિસ્તાનની આતંરરાષ્ટ્રીય સરહદથી આશરે 200 મીટર દૂર આશરે 350 વર્ષ જૂની બાબા દિલીપસિંહની દરગાહ આવેલી છે. બાબા દિલીપસિંહની આ દરગાહ પર પાકિસ્તાનીઓ ક્યારેય ફાયરિંગ નથી કરતા. આ દરગાહને બાબા ચમલિયાની દરગાહ ના નામથી પણ ઓળખવમાં આવે છે. બોર્ડરની પેલે પાર રહેતા લોકો અહીં દરગાહ પર ચાદર ચઢાવવા માટે આવે છે. પાકિસ્તાની સૈનિકો પણ માને છે કે, અહીં કોઈ આત્માની શક્તિ છે જે સૈન્યની સુરક્ષા કરે છે.

હરભજનસિંહ ઇન્ડિયન સૈનિક હતા અને દુર્ઘટનાવશ તેમના શરીરનો અંત થઈ ગયો પણ દેશપ્રેમ આજે પણ કાબૂમાં છે. આવનારા જોખમથી સૈન્યની રક્ષા કરી રહ્યા છે. ભારત-ચીન બોર્ડર પાસે બાબા હરભજનસિંહનું બંકર છે. એવું પણ કહેવામાં આવે છે કે, બાબાએ ભલે શરીર છોડી દીધુ હોય પણ તેઓ આજે પણ બોર્ડર પર સૈનિકોની સહાય કરી રહ્યા છે.

dip

Leave a Reply

Top