
દોસ્તો, જેના પર પણ ભગવાન ભોલેનાથની કૃપા અપાર થાય છે, તેનો તો બેડો અવશ્ય પાર થઈ જતો હોય છે. તમે ભગવાન ભોલેનાથ ને વિવિધ વસ્તુઓ ચડાવીને ખુશ કરવાનો પ્રયાસ કરો છો. આ વસ્તુઓમાં તમે ભગવાન શિવને સફેદ ચંદન પણ મોટેભાગે ચડાવતા હશો. તો હવે આ સફેદ ચંદનની જોડે આ એક વસ્તુઓ પણ ચડાવો. પછી જુઓ તમારા પર ભગવાન ભોલેનાથની કૃપા થશે.
આપણે બધા લોકો જાણીએ છીએ કે ભગવાન શિવનો વાર સોમવાર માનવમાં આવે છે. આમ જોવા જોઈએ તો ભગવાન શિવને ભોલેનાથ તરીકે ઓળખવામાં આવે છે. તેથી જ તો શિવજી તેમના ભક્તોની થોડી જ પૂજા અને આરાધનાથી ખુશ થઈ જાય છે. પરંતુ સોમવારે ભગવાન શિવને થોડીક વિશેષ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને આ વસ્તુઓ અર્પણ કરવાથી બધી જ મનમાં રહેલી ખાસ ઈચ્છાઓ પૂરી થાય છે. આ કરવાથી, ભક્તોના લાઈફમાં આવતી બધી તકલીફો તથા પરેશાનીઓ કાયમ માટે દૂર થાય છે.
તમે સોમવારના શુભ દિવસે એકદમ સફેદ કપડાં પહેરો. આ ઉપરાંત શિવલિંગ ઉપર સફેદ ચંદન પણ અવશ્ય ચડાવો.
સોમવારના શુભ દિવસે વહેતી નદીમાં ચાંદીનો સિક્કો, સાપ તથા બીજી કોઈ ચાંદીની વસ્તુ પધારવાથી કાલસર્પ દોષ કાયમ માટે દૂર થઈ જાય છે.
સોમવારે શિવલિંગનો એક વખત દૂધથી અવશ્ય અભિષેક કરવો જોઈએ. આ કરવાથી તમારી બધી જ મનમાં રહેલી ઈચ્છો કાયમ માટે પૂર્ણ થશે.
જો તમે તમારા મનની નોકરી પ્રાપ્ત કરવા માંગો છો, તો આ માટે સોમવારે શિવલિંગ પર આખા ચોખાના 21 દાણા ચડાવો.
જો તમે તમારી કુંડળીમાં ચંદ્રની પરીસ્થિતિમાં સુધારો કરવા માંગતા હો, તો સોમવારે પાણીમાં એક પછી એક મોતી તથા ચાંદીના બે સમાન ટુકડાઓ નાખો. આવું કરવાથી કરવાથી તમારા જીવનમાં શાંતિ આવશે.
જો તમારા બધા કામ ક્યાંકને ક્યાંક રોકાઈ ગયા છે તો સોમવારના દિવસે ભગવાન ભોળાનાથને દૂધ અને ભાતની બનેલી ખીર ચડાવો.
ઘણા માણસોનું મન ખુબ ચંચળ હોય છે અને તેમણે ઝડપી ગુસ્સો આવે છે, તેના માટે તમારે સોમવારના દિવસે ચાંદીમાં મોતી પહેરવા જોઈએ.
સોમવારે શિવલિંગ પર સફેદ મોતી અવશ્ય અર્પણ કરવું સારું છે. આ કરવાથી ચંદ્ર ગ્રહ સ્થિર બને છે.