You are here
Home > Jyotish >

બીજા પાસેથી આ પાંચ વસ્તુઓ ક્યારેય પણ માંગીને પોતાની પાસે ન રાખવી જોઈએ, આનાથી સર્જાય શકે છે દુર્ભાગ્ય

દરેક વ્યક્તિ પાસે પોતાની એક અલગ જ આંતરિક શક્તિ હોય છે. એવું માનવામાં આવે છે કે આ આંતરિક શક્તિ તેમના આજુબાજુ મા રેહતા લોકો મા અથવા તો તેમના દ્વારા ઉપયોગ મા લેવાતી વસ્તુઓ ને પણ પ્રભાવિત કરે છે. જો વાસ્તુશાસ્ત્ર મુજબ વિચારીએ તો દરેક માણસ નકારાત્મક અને સકારાત્મક બન્ને શક્તિઓ વિદ્યમાન હોય છે. આવી આંતરિક શક્તિઓ થી આપળી આજુબાજુ ના લોકો પણ પ્રભાવિત થઇ શકે છે. બીજાઓ ની આવી ઉર્જા લઈને વાપરવા મા આવતી વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર મા જણાવવા મા આવી છે.

વાસ્તુશાસ્ત્ર મા જણાવવા મા આવ્યું છે કે બીજાઓ ની આવી અમુક વસ્તુઓ ને આપણે કયારેય આપળી પાસે ના રાખવી જોઈએ. જો તમે કોઇપણ લોકો ની આ વસ્તુઓ પોતાની પાસે રાખશો અથવા તો ઉપયોગ કરશો. તો આવી આ લોકો ની નકારાત્મક અથવા તો સકારાત્મક ઉર્જા તમારી અંદર પણ પ્રવેશી શકે છે. આ રીતે ઉપયોગ મા લીધેલ બીજાઓ ની વસ્તુઓ તમારા માટે દુર્ભાગ્ય અને આર્થિક તંગી નું કારણ બની શકે છે. આ લીધે દરેક વ્યક્તિએ ક્યારેય પણ ખાસ કરીને આ પાંચ વસ્તુઓ નો ઉપયોગ ન કરી તેને પાછુ આપી દેવી જોઈએ.

કપડાં

વાસ્તુશાસ્ત્ર મુજબ ક્યારેય પણ બીજા લોકો ના કપડા ન પહેરવા જોઈએ. આવું કરવાથી તેમની નકારાત્મક ઉર્જા આપડા શરીર મા પ્રવેશે છે. આ લીધે ક્યારેય પણ બીજાઓ ના કપડાં પહેરવા થી બચવું. કોઈપણ સારા પ્રસંગે તેમજ મહત્વપૂર્ણ કામ માટે પોતાના જ કપડાં પહેરીને જાઓ. આ સિવાય બીજા વ્યક્તિઓ ના બુટ પણ ના પહેરવા જોઈએ.

પેન

મોટેભાગે બધા આવું કરતા હોય જ છે કે કામ પડે ત્યારે કોઈ પાસે થી પેન લખવા માટે લેતા હોય અને પાછી આપવાનું જાણતા-અજાણતા પાછી નથી આપતા. જો ક્યારેય કોઈ કામ કરવા માટે અથવા લખવા માટે કોઈની પેન માંગવી પડે તો કામ પૂરું થયા બાદ તેને પાછી આપી દો. કેમકે વાસ્તુશાસ્ત્ર મુજબ જે પેન થી આપળે કામ કરીએ છીએ તે પેન તેને જો પરત ના આપવામાં આવે તો તેના થી આપળે ને પૈસા-ટકા ની નુકશાની થઈ શકે છે. આ સાથે પૈસા ના વેવાર મા પણ ખામી આવે છે.

શંખ

એવું માનવામાં આવે છે કે શંખ ને માતા લક્ષ્મી નું પ્રતીક મનાય છે જેથી તેને કોઇપણ બીજા વ્યક્તિ ને ન આપવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જયારે તમે તમારું શંખ બીજા ને આપો છો તો તેનો અર્થ એવો થાય છે કે તમે માતા લક્ષ્મી બીજા ને આપી રહ્યા છો. જેથી ભૂલ થી પણ ક્યારેય પોતાના મંદિર ના શંખ ને બીજા ને ના આપો. જો કોઇપણ જગ્યાએ પૂજા-પાઠ દરમિયાન શંખ ની જરૂર પડે ત્યારે જો શક્ય હોય તો તમારે જાતે શંખ લઇ આવું જોઈએ અને જાતે જ વગાડવું જોઈએ. આ સાથે જયારે પણ શંખ ને પાછુ લઇ આવીએ ત્યારે તેને ગંગાજળ થી ધોઈ પવિત્ર કર્યા બાદ જ તેના મૂળ સ્થાન પર રાખવું જોઈએ.

ઘડિયાલ

વાસ્તુશાસ્ત્ર મુજબ હાથ મા પહેરવાની ઘડિયાલ પણ માનવ જીવન પર ઘણી સારી તેમજ ખરાબ અસર કરે છે. એવું માનવામાં આવે છે કે જયારે કોઇપણ બીજા વ્યક્તિ ની ઘડિયાલ ને તમે તમારા કાંડા પર બાંધો છો તો તે માણસ ની નકારાત્મક ઉર્જા પણ તમારા મા પ્રેવેશે છે. જેના લીધે એવું પણ બને છે કે વ્યક્તિઓ પોતાના જીવન મા કયારેય શિખરો સર કરી શકતાં નથી. ગમે તેટલી મેહનત કરી હોય પણ તે બેકાર સાબિત થઇ જાય છે જેના પરિણામ સ્વરૂપ અસફળતા નો સામનો કરવો પડે છે.

પથારી

કોઇપણ બીજા વ્યક્તિ ની પથારી અથવા તો તેના શયનખંડ નો ઉપયોગ ક્યારેય ના કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે કોઈ બીજા ના શયનખંડ અથવા પથારી ના ઉપયોગ થી વાસ્તુ દોષ મા વધારો થાય છે. આ સિવાય ઘર-પરિવાર મા પૈસા થી લગતી ઘણી તકલીફો ઉભી થાય છે તેમજ કરજો વધે છે.

Leave a Reply

Top