You are here
Home > Bollywood >

બોલીવુડ ના એવા કલાકારો કે જેમણે કર્યો સાચો પ્રેમ, પણ લગ્ન ન કરી શક્યા, વાંચો તેમના વિષે વિસ્તાર થી…..

મિત્રો, ફિલ્મી જીવન મા ફિલ્મ સ્ટાર્સ અને તેમની લવ સ્ટોરીઝ ખૂબ જ હિટ જાય છે. દરેક ફિલ્મમા સ્ક્રીન પર જુદી-જુદી લવ સ્ટોરીઝ અને જુદા-જુદા ફિલ્મી સ્ટાર હોય છે. પરંતુ, શુ તમને ખ્યાલ છે કે વાસ્તવિક જીવનમા આ ફિલ્મ સ્ટાર કોઈના પ્રેમમા પડે છે તો તે એકબીજા માટે બધુ જ બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ , અફસોસ ની વાત તો એ છે કે દરેક ની ઇચ્છા સફળ થતી નથી.

આવા અનેક ફિલ્મી યુગલો છે કે જે એકબીજા ને ખૂબ જ પ્રેમ કરતા હતા પણ ક્યારેય એક ના થઇ શક્યા. તો ચાલો આજે આ પ્રેમીઓને પણ યાદ કરીએ કે જેમણે યુવાન હૃદયમા પ્રેમની લાગણીઓ જન્માવી. આશ્ચર્ય ની વાત તો એ છે કે તેમણે પોતાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી થી સૌ કોઈને પ્રેમ કરવાનુ શીખવ્યુ પણ તેમનો પ્રેમ ક્યારેય પૂર્ણ ના થઈ શકયો. તો ચાલો જાણીએ આ ફિલ્મી સ્ટાર્સની અધૂરી પ્રેમ કહાનીઓ વિશે.

દેવાનંદ-સુરૈયા :

૯૦ ના દાયકા ના સુપરસ્ટાર તરીકે ઓળખાતા દેવાનંદ અને સુરૈયા એકબીજા ને ખૂબ જ પ્રેમ કરતા હતા, માત્ર ફિલ્મ ઉદ્યોગના લોકો જ નહી પરંતુ, દર્શકો પણ આ વાત ખૂબ જ સારી રીતે જાણતા હતા. ‘જીત’ ફિલ્મના સેટ પર દેવાનંદે સુરૈયા ને ત્રણ હજાર રૂપિયાની હીરાની વીંટી આપીને પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ સંબંધ સુરૈયાની દાદી દ્વારા નકારવામા આવ્યો હતો કારણ કે, તે હિન્દુ-મુસ્લિમ વિવાહ ની તરફેણ મા નહોતી.

એવુ કહેવાય છે કે તેમના માતાએ પણ ફિલ્મ મા દેવાનંદ સાથે ના રોમેન્ટિક દ્રશ્યો સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તે આ બંનેના પ્રેમ નો ખુલ્લેઆમ વિરોધ કરતા હતા. દેવાનંદ ની માતાએ તેમને સુરૈયા થી દૂર રહેવાની સૂચના આપી હતી અને પોલીસ ફરિયાદ નોંધવાની ધમકી પણ આપી હતી. અંતે બંનેએ અલગ થવાનુ નક્કી કર્યુ. ‘રોમેન્સિંગ વિથ લાઇફ’ નામના પુસ્તક મા દેવે તેની અને સુરૈયા વચ્ચેના સંબંધો વિશે જણાવ્યું હતું.

રાજ કપૂર અને નરગિસ :

રાજ કપૂર અને નરગીસ ની કેમિસ્ટ્રી ઓનસ્ક્રીન કરતા પર્સનલ જીવન મા વધુ સારી હતી. રાજ કપૂરના ઘરે નરગિસ ને લઇને ભારે હાહાકાર મચી ગયો હતો. સ્થિતિ એવી હતી કે રાજ કપૂર ઘરે થી નીકળ્યા બાદ સેટ પર નરગિસના ટિફિનની રાહ જોતા. કોઈપણ સંજોગો મા પૃથ્વીરાજ કપૂર નરગીસ ને પોતાની પુત્રવધૂ બનાવવા ઇચ્છાતા નહોતા. પરંતુ, તે રાજ કપૂરની દીવાનગી સામે લાચાર હતા. બધુ બરાબર ચાલી રહ્યુ હતુ કે મધર ઈન્ડિયા ના સેટ પર ભયાનક અગ્નિ એ સમગ્ર ઘટના ને બદલી નાખી.

ગુરુદત્ત અને વહિદા રહેમાન :

૧૯૫૦-૬૦ ના દાયકા મા મશહૂર અભિનેતા, દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા ગુરુદતે વહીદા રહેમાન ને તેની પહેલી ફિલ્મ મા નકારાત્મક ભૂમિકા આપીને ફિલ્મો મા બ્રેક આપ્યો હતો. આ ફિલ્મ પછી વહિદાએ ગુરુદત્તના હૃદય પર એવુ વર્ચસ્વ જમાવ્યુ કે તેણે તેની સાથે આગળ ઘણી ફિલ્મો બનાવી. પ્રેમ ના કલગી મા ખીલેલા ગુરુદત્ત અને વહિદાના પ્રેમનો અંત ખૂબ જ નિરાશાજનક હતો. વહિદાનો પ્રેમ ના મળતા ગુરુદત્તે બે વાર આત્મહત્યા નો પ્રયત્ન કર્યો. છેવટે ત્રીજી વખત ઘણો દારૂ પીધો, ઉંઘની ગોળીઓ ખાધી અને મોત ને ભેંટયા.

દિલીપકુમાર અને મધુબાલા :

દિલીપકુમાર અને મધુબાલા સાથે કાર્ય કરતી વખતે બંને ને પ્રેમ થઈ ગયો હતો અને દિલીપ સાહેબ મધુબાલા સાથે વિવાહ કરવા માટે આતુર થઈ ગયા હતા પરંતુ, કુટુંબ ની નારાજગી ના કારણે આવુ થઈ શક્યુ નહોતુ. મધુબાલા ના પિતા ઇચ્છતા ના હતા કે દિલીપકુમાર સાથે ની નિકટતામા વધારો થાય છે. તેમના પ્રેમ કરતા બંને ના અલગ થયા બાદ એકબીજા પર બનેલી ફિલ્મો વધુ પ્રખ્યાત થઈ.

અમિતાભ બચ્ચન અને રેખા :

બોલિવૂડ મા જ્યારે લોકોએ રેખા અને અમિતાભ ની જોડીને એકસાથે જોઈ ત્યારે બધાએ મનોમન તેમણે એકબીજાના લાઈફ પાર્ટનર ધારી લીધા હતા. મુકદર કા સિકંદર ,ખુનપસીના, નટવરલાલ વગેરે ફિલ્મો મા રેખા અને અમિતાભ એકસાથે કાર્ય કરેલુ છે. પરંતુ, અમિતાભ અને જયા ના લગ્ન બાદ બંને ના માર્ગો સંપૂર્ણપણે અલગ થઈ ગયા હતા. આજે એવી પરિસ્થિતિ છે કે બંને એકબીજા ની સામે જોતા પણ નથી.

અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી :

રવિના ટંડન સાથે સંબંધ હોવા છતા પણ અક્ષય નુ દિલ શિલ્પા શેટ્ટી પર આવી ગયુ હતુ. આ બંનેએ ક્યારેય પણ વિશ્વ ની સામે પોતાના સંબંધો ને છુપાવવા નો પ્રયત્ન કર્યો ના હતો અને એવુ માનવામા આવી રહ્યુ હતુ કે ટૂંક સમયમાં અક્ષય અને શિલ્પા વિવાહ સંબંધે જોડાશે. પરંતુ, અક્ષય એવુ ઇચ્છે છે કે તેની પત્ની લગ્ન પછી ફિલ્મો મા કાર્ય ના કરે અને શિલ્પાએ હંમેશા કારકિર્દી ને પ્રાધાન્ય આપ્યું. જેથી અક્ષય કુમારે શિલ્પા ને છોડીને તેના મિત્ર અને અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સાથે વિવાહ કર્યા.

સલમાન ખાન અને એશ્વર્યા રાય :

વર્ષ ૧૯૯૯ મા દબંગ સલમાન અને બ્યુટી ક્વીન એશ્વર્યા રાય ડેટિંગ શરૂ કરી હતી. પરંતુ, એશ્વર્યા ના જીવનમા સલમાન ખાન નુ નકારાત્મક વર્તન અને અતિશય દખલગીરી તેમના સંબંધો ને તોડી પાડવાનુ કારણ બની હતી. સલમાન ખાન જ્યા પણ એશ્વર્યા શૂટિંગ કરતી હોય ત્યાં પહોંચતો હતો, જે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ને જરાપણ ગમતુ નહોતુ. ૨ વર્ષ બધુ બરાબર ચાલ્યુ પરંતુ,પછી એશ્વર્યાએ સલમાન ને છોડી દીધો.

કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન :

જો આ યુગલ ને ‘મેડ ઇન બોલિવૂડ હેવન’ કહેવામા આવે તો તે ખોટું ન કેહવાય. બોલીવુડના બે મોટા પરિવારો નો બોન્ડ થવા જઈ રહ્યા હતા ત્યારે કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન ના સંબંધો ને લઈને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ ખુશ હતું પરંતુ, એકાએક એવા સમાચાર આવવા લાગ્યા કે અભિષેક અને કરિશ્મા કપૂર ની સગાઈ તૂટી ગઈ છે. બંનેના પરિજનોએ સંબંધ તૂટી જવા પાછળનું કારણ સમજાવ્યું નહીં અને ટૂંક સમયમાં કરિશ્મા કપૂર અને દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ સંજય કપૂર વિવાહ સંબંધે જોડાયા. થોડા વર્ષો બાદ અભિષેક બચ્ચને એશ્વર્યારાય ને તેની જીવનસાથી બનાવી લીધી.

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ :

ફિલ્મ જગતમાં પ્રવેશતા ની સાથે જ રણબીર કપૂર અને દીપિકા એકબીજા ની નજીક આવવા લાગ્યા. આ બંનેએ જાહેર મા પોતાના સંબંધો ની કબૂલાત કરી હતી. દીપિકા પાદુકોણે પણ રણબીરના નામના પહેલા અક્ષર નુ ગળા પાસે ટેટૂ બનાવ્યુ હતુ પરંતુ, એકાએક બંને એકબીજા થી વિખુટા પડી ગયા અને જે કારણ બહાર આવ્યુ તે રણબીર નો પ્લેબોય સ્વભાવ હતો.

Leave a Reply

Top