You are here
Home > Jyotish >

બુધ કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓ ને થશે ઘણો લાભ, બનશે તેમના બધા બગડેલા કામ, જાણો કઈ-કઈ છે આ રાશીઓ

મિત્રો, જે જાતકો બુધ નો શુભ પ્રભાવ ધરાવતા હોય તે સામાન્ય રીતે એક શ્રેષ્ઠ વક્તા અને ગણિત ના કાર્યો મા માહેર હોય છે. બુધ ને મિથુન અને કન્યા રાશિનો સ્વામી ગ્રહ માનવામા આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના પ્રિન્સ તરીકે ગણાતો બુધ વાણી, તર્કશક્તિ, ગણિત, વ્યવસાય અને પ્રવાસ નો કારક ગ્રહ માનવામાં આવે છે.

હાલ બુધ નો રાહુ અને મંગળ સાથે સંયોગ થવા જઈ રહ્યો છે. આ રાશિમા બુધ મધ્યરાત્રી સુધી રહેશે. આ સંયોગ થી જુદી-જુદી રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ પડશે. તો ચાલો આજે આ લેખમા જાણીએ કે આ સંયોગ તમારી રાશિ પર કેવી-કેવી અસર લાવશે?

વૃષભ રાશિ :

બુધ નો આ સંયોગ આ રાશી જાતકો ની કુંડળીના ત્રીજા ભાવમા થઈ રહ્યું છે. આ સંયોગ ના પ્રભાવથી તમારા સંબંધો તમારા ઘર ના સદસ્યો સાથે વધુ ગાઢ બનશે. તમારી વાણી પ્રભાવશાળી બનશે. કાર્યસ્થળે પણ તમારો પ્રભાવ રહેશે. મીડિયા, લેખન અને માર્કેટિંગ ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓ માટે આવનાર સમય શુભ રહેશે. અભ્યાસ ક્ષેત્રે સમય સાનુકુળ રહેશે. વિવાહ માટે પણ આવનાર સમય લાભદાયી જણાઈ રહ્યો છે.

મેષ રાશિ :

બુધ નો આ સંયોગ તમારી કુંડળીના બીજા ભાવમા ગોચર થઇ રહ્યું છે. તેના પ્રભાવ થી તમારા વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ થશે અને ધનલાભ થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા તમામ અધૂરા કાર્યો પૂર્ણ થશે. તમારી મધુર વાણી દ્વારા તમે અન્ય લોકો ને તમારી તરફ આકર્ષિત કરી શકશો. વૈવાહિક જીવન સુખમય વ્યતીત થશે. જીવનસાથી સાથે ના સંબંધો ગાઢ બનશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

મિથુન રાશિ :

બુધ આ રાશિમા પ્રથમ ભાવમા ગોચર કરી રહ્યુ છે. આ રાશીજાતકો પર આ ગોચરનો પ્રભાવ અન્ય રાશિ કરતા વધુ થશે. આ ગોચરના કારણે અન્ય લોકો તમારી તરફ આકર્ષિત થશે. ઘર નો માહોલ શાંતિમય બની રહેશે. જીવનસાથી સાથે સારો એવો સમય પસાર કરી શકશો. વિદેશ યાત્રા પર જવાના યોગ સર્જાઈ રહ્યા છે. વિદ્યાર્થી ને તેમના અથાગ પરિશ્રમ નું શુભ ફળ મળી શકે છે.

સિંહ રાશિ :

બુધનું ગોચર આ રાશિના ચોથા ભાવમા થઈ રહ્યુ છે. આ ભાવ વ્યય નો ભાવ કહેવાય છે. આ ભાવમા બુધ ના ગોચરથી તમારા બિનજરૂરી ખર્ચમા વૃદ્ધિ થઈ શકે છે. કોર્ટ-કચેરીના કાર્યો થી દૂર રહેવુ. નોકરી ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે સમય શુભ છે. તમે પોતાના કાર્ય થી કાર્યસ્થળે સૌ કોઈને પ્રભાવિત કરી શકશો.

કર્ક રાશિ :

બુધ આ રાશી ની કુંડળીના પાંચમા ભાવમા ગોચર કરી રહ્યો છે. આ ભાવ આયુ, લાભ તથા ભાઈ-બહેન સાથે સંકળાયેલો હોય છે. આ ગોચરના પ્રભાવથી તમને બધા જ ક્ષેત્રોમા સફળતા હાંસિલ થશે. આવનાર સમય મા તમારા મન ની દબાયેલી તમામ ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તમારી આવકમા વૃદ્ધિ થઈ શકે છે. અભ્યાસ ક્ષેત્રે સમય સાનુકુળ જણાઈ રહ્યો છે. નવી વસ્તુઓ શીખવા પ્રત્યે તમારી રુચી વધશે. પ્રેમ-સંબંધ વધુ ગાઢ બનશે. જીવનસાથી સાથે સારો એવો સમય વ્યતીત કરી શકશો. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

કન્યા રાશિ :

બુધ આ રાશી ની કુંડળી ના છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યું છે. આ ભાવને કર્મ ભાવ કહેવામા આવે છે. આ ભાવથી સમાજમા માન-સન્માન અને પ્રતિષ્ઠા મા વૃદ્ધિ થાય છે. આ ગોચરના પ્રભાવથી તમે કાર્યસ્થળે સારુ એવુ કાર્ય કરી કરશો. વ્યવસાય ક્ષેત્રે કરેલા પૂર્વ આયોજન સફળ સાબિત થશે. ઘર નો માહોલ થોડો તણાવમય બની રહેશે. વિદેશ યાત્રાથી લાભ પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ :

બુધનું ગોચર આ રાશી ની કુંડળીના ધર્મ એટલે કે નવમા ભાવમા થઈ રહ્યું છે. જેથી તેની સીધી અસર તમારી ધાર્મિક લાગણીઓ તથા આધ્યાત્મિકતા પર પડી શકે છે. બુધ નુ આ પરિભ્રમણ તમને હકારાત્મક પરિણામો આપશે. આ સમય દરમિયાન તમારું નસીબ તમને સંપૂર્ણપણે સાથ આપશે. આકસ્મિક ધન લાભ ના યોગ સર્જાઈ રહ્યા છે. આ સમય દરમિયાન ધાર્મિક અને આધ્યાત્મિક વસ્તુઓ તરફ તમારુ મન વધુ પડતુ વળશે અને તમે કોઈ આધ્યાત્મિક ગુરુ ના સંપર્કમા આવી શકો છો. વિદેશ યાત્રા ના યોગ સર્જાઈ રહ્યા છે. વૈવાહિક જીવન સામાન્ય રહેશે.

તુલા રાશિ :

આ રાશી ની કુંડળીના દસમા ભાવમા બુધનુ ગોચર થઈ રહ્યુ છે. આ ભાવ ધન સાથે જોડાયેલો છે. આ ગોચરના કારણે તમને કોઈ વિશેષ લાભ થઈ શકે છે અને તમારી નાની એવી ભૂલ પણ મોટા પાયે હાની પહોંચાડી શકે છે. વ્યવસાય ક્ષેત્રે આ સમય વિશેષ લાભદાયી સાબિત થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે. વાણી પર નિયંત્રણ રાખવું નહિતર વાદ-વિવાદ સર્જાઈ શકે.

મકર રાશિ :

બુધ નુ આ રાશિ ની કુંડળી ના આઠમા ભાવમા ગોચર થઇ રહ્યુ છે. જ્યોતિષ મા આ ભાવને વિવાહ સાથે જોડવામા આવ્યો છે. આ ગોચરના પ્રભાવ થી તમારા યોગ્ય જીવનસાથી ની શોધ નો અંત આવશે. જીવનસાથી સાથે ના સંબંધો તણાવમય બની શકે છે. નોકરી ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે શુભ સમય જણાઈ રહ્યો છે. આ દરમિયાન તમને પ્રમોશન મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. આવકના સ્ત્રોતો મા પણ વૃદ્ધિ થઈ શકે છે.

ધન રાશિ :

બુધ આ રાશિના સાતમા ભાવમા ગોચર કરી રહ્યો છે. કોર્ટ-કચેરી સાથે સંકળાયેલા કાર્યો થી દૂર રહેવુ. તમારા જીવન ની તમામ સમસ્યાઓ નો અંત આવશે. આવનાર સમય મા શત્રુઓ થી સાવચેત રહેવુ. તમારી તર્કશક્તિ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે. કાર્યક્ષેત્રે થોડો અથાગ પરિશ્રમ કરવો પડશે. આર્થિક સ્થિતિ સામાન્ય બની રહે તેવી શક્યતા છે. બિનજરૂરી ખર્ચ તમારા માનસિક તણાવ નું કારણ બની શકે.

મીન રાશિ :

બુધ આ રાશિના બારમા ભાવમા ગોચર કરે છે. આ ભાવ જ્ઞાન, સંતાન અને વિદ્યાનો કારક છે. આ ભાવમા બુધના ગોચરથી વિદ્યાર્થીઓ ને અભ્યાસ ક્ષેત્રે સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારી તાર્કિક ક્ષમતા મા વૃદ્ધિ થશે. વિકટ સમસ્યાઓ ને પણ તમે સરળતા થી હલ કરી શકો છો. રચનાત્મક કાર્યો તમારા માટે લાભદાયી સાબિત થશે. આવનાર સમય મા આવકમા વૃદ્ધિ થઈ શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખવુ.

કુંભ રાશિ :

બુધ આ રાશિના અગિયારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ ભાવ સુખનો ભાવ કહેવાય છે. ઘર નો માહોલ આનંદમય બની રહેશે. તમારા તમામ પૂર્વનિર્ધારિત કાર્યો યોગ્ય સમયે પૂર્ણ થશે. આ રાશિના જાતકો નવુ ઘર અથવા નવા વાહન ની ખરીદી કરી શકો છો. કોઈપણ અગત્ય નો નિર્ણય લેતા પૂર્વે તમારી આર્થિક પરિસ્થિતિ નુ યોગ્ય તારણ કાઢી લેવું જેથી તમારુ આવનાર ભાવી મંગલમય રહે.

Leave a Reply

Top