You are here
Home > Articles >

બુધનું થયું કર્ક રાશિમાં પરિવર્તન, જાણો કઈ રાશીના જાતકો પર કેવી પડશે અસર

મિત્રો , વર્તમાન સમય માં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સમસ્યા થી પીડાતો હોય છે. આ સમસ્યા પાછળ નું એક કારણ ગ્રહ-નક્ષત્રો પણ હોઈ શકે. જયોતિષ શાસ્ત્ર માં દરેક ગ્રહ અંગે ની માહિતી આપેલી હોય છે કે કોની કુંડળી માં કયો દોષ છે? તથા કયો ગ્રહ આપણી રાશિ ને વધુ પડતો પ્રભાવિત કરે છે? હાલ ૨૦ જૂન ના રોજ રાત્રિ ના ૧૨:૧૦ એ બુધ ગ્રહ કર્ક રાશિ માં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ પરિવર્તન રાશિજાતકો માટે કેવુ સાબિત થશે? ચાલો જાણીએ.

વૃષભ :

આ રાશિજાતકો માટે આ પરિવર્તન અત્યંત શુભ સાબિત થશે. બુધ આ રાશિ ના ત્રીજા ભાવ માં વિચરશે. જેથી તેમનું જીવનધોરણ સુધરશે તથા તેમના ઘર નું વાતાવરણ શાંતિમયી બની રહેશે. નોકરી ક્ષેત્રે અપાર સફળતા પ્રાપ્ત થશે.

મકર :

આ રાશિજાતકો માટે આ રાશિપરિવર્તન અત્યંત સારું રહેશે. વૈવાહિક જીવન મધુર બનશે. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા પર જવાના યોગ સર્જાઈ રહ્યા છે. વ્યાપાર ક્ષેત્રે સંકળાયેલા લોકો ને ધનલાભ થશે.

મિથુન :

આ રાશિ ના બીજા ભાવ માં બુધ વિચરશે. જેથી તમે તમારા કાર્યો સમજદારીપૂર્વક અને બુદ્ધિમતાપૂર્વક પૂર્ણ કરી શકો. જો તમે કોઈ જગ્યાએ નાણાં નિવેશ કરેલા હશે તો તમને તેનું યોગ્ય વળતર પ્રાપ્ત થઈ રહેશે.

કર્ક :

આ રાશિ માં બુધ નો પ્રવેશ થવા થી તેમનું જીવન સુખ અને શાંતિ થી ભરેલું રહેશે. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા પર જવાના યોગ સર્જાઈ શકે. સ્વાસ્થ્ય અંગે થોડી સાવચેતી રાખવી. ઘર ના સદસ્યો સાથે ના સંબંધો ગાઢ બનશે.

કન્યા :

આ રાશિ માં ૧૧ માં સ્થાન માં બુધ વિચરશે. તમારા અધૂરાં તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. સમાજ માં તમારુ માન તથા પ્રતિષ્ઠા માં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.

મેષ :

આ રાશિજાતકો માટે આ પરિવર્તન લાભદાયી સાબિત થશે. ઘર નો માહોલ શાંતિમયી બની રહેશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી લેવી. તમે તમારા ધાર્યા મુજબ ના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો.

સિંહ :

આ રાશિજાતકો માટે આ પરિવર્તન થોડું કષ્ટદાયી સાબિત થઈ શકે. આ રાશિ માં બુધ ૧૨ માં ભાવ માં વિચરશે. નાણાં ખોટી જગ્યાએ વધુ પડતો વ્યય થઈ શકે. વ્યાપાર અર્થે લાંબી યાત્રા પર જવું પડી શકે. વાદ-વિવાદ થી દૂર રહેવું તથા વાણી પર નિયંત્રણ રાખવું.

ધનુ :

આ રાશિ માં બુધ આઠમાં ભાવ માં વિચરણ કરશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે. કોઈપણ ઉતાવળિયા નિર્ણયો લેવા નહી. કોઈપણ અગત્ય નો નિર્ણય લેતા પૂર્વે ધૈર્ય સાધવું.

તુલા :

આ પરિવર્તન આ રાશિજાતકો માટે વિશેષ લાભ લઇને આવ્યું છે. આ આવનાર સમયગાળો તેમના માટે અત્યંત શુભ છે. નોકરી સાથે સંકળાયેલા વ્યક્તિઓ ને ઉચ્ચ પદ પ્રાપ્ત થવાના યોગ સર્જાઈ રહ્યા છે જેથી તેમની આવક માં પણ વૃદ્ધિ થશે. આ ઉપરાંત આવક ના નવા સ્ત્રોતો પ્રાપ્ત થઈ રહેશે.

વૃશ્ચિક :

આ રાશિ માં નવમાં સ્થાન માં બુધ વિચરણ કરશે. આ રાશિજાતકો માં વ્યાપાર ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓ ને અઢળક ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. આ રાશિજાતકો નું ભાગ્ય સંપૂર્ણપણે તેમને સાથ આપશે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.

કુંભ :

આ રાશિ માં નવમા ભાવ માં બુધ વિચરણ કરશે. ખાણી-પીણી અંગે વિશેષ સાવચેતી રાખવી નહિતર તમારું સ્વાસ્થ્ય કથળી શકે છે. આર્થિક સ્થિતિ પ્રબળ બને.

મીન :

આ રાશિ માં બુધ પાંચમાં સ્થાન માં વિચરણ કરશે. આ રાશિજાતકો માટે આ પરિવર્તન અત્યંત શુભ સાબિત થશે. વિદ્યાર્થીગણ માટે અભ્યાસ અંગે અત્યંત સાનૂકુળ સમય જણાઈ રહ્યો છે.તમારા તમામ અધૂરાં કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top