You are here
Home > Articles

ચા વાળા વિશે તો ઘણી વખત વાચ્યું અને સાંભળ્યુ હશે પણ આ છે એક ચા વાળી, માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમા આ ચાવાળી ના છે લાખો દિવાના…

મિત્રો, આપણા દેશ મા જ નહી પરંતુ, વિશ્વ ના તમામ લોકો નો દિવસ સવાર ની એક કપ ચા પીવા થી જ થતો હશે. જે લોકો ઘરે ચા નથી બનાવતા તે હોટલ પર જઈને ચા પીતા હોય છે પરંતુ, ચા નો વ્યવસાય એ કોઈને સફળ ઉદ્યોગપતિ બનાવી દે, તેવુ ભાગ્યે જ જોવા મળે છે. હાલ, આપણા દેશની જ એક યુવતી ઉપમા વિર્દીને ચા નો વ્યવસાય શરૂ કરી સમગ્ર વિશ્વમા પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ૩૦ વર્ષની ઉમર ધરાવતી ઉપમા નો જન્મ ચંડીગઢમા શહેરમા થયો છે. તેણીએ પ્રાથમિક શિક્ષણ કર્યા બાદ લો નો અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રેલિયા ચાલી ગઈ. અહી તેણીએ મેલબર્નમા નિવાસ કર્યો. આ સમયે તેણીને અનુભવ થયો કે, મેલબોર્નમા ક્યાય પણ સારી ચા પીવા નથી મળતી. ઓસ્ટ્રેલિયા ની આ જરૂરીયાતને

વાહ આને કેહવાય પ્રેમ, જાણો પોતાની પત્ની ને આઠ કિ.લો નો પ્રેમ પત્ર લખનાર આ અનોખા દીવાના વિશે…

મિત્રો, "યે મેરા પ્રેમપત્ર પઢકર કી તુમ નારાજ ના હોના" આ ગીત સાંભળ્યા બાદ મેરઠના એક પ્રેમીએ આટલો લાંબો પ્રેમપત્ર લખ્યો કે તેની પત્ની ખરેખર ક્રોધિત થઈ ગઈ. જો કે, ત્યારબાદ તેણે આખી વાત પત્નીને કહી દીધી. પતિ દ્વારા કરવામા આવેલ આ કાર્ય જોઇને તેની આંખો ભરાઈ ગઈ હતી. તમને જણાવીએ કે, મેરઠ જિલ્લાના જીવનલાલ બિષ્ટ દ્વારા તેની જ પત્નીને લખેલ પ્રેમપત્ર આજે પણ વિશ્વના સર્વશ્રેષ્ઠ પ્રેમપત્રોમા સમાવિષ્ટ છે. આઠ કિલો ના આ પ્રેમપત્રમા તેણે આખી જીંદગી ખોલીને મૂકી દીધી. અગત્યની વાત એ છે કે, જીવનલાલ બિષ્ટના આ પ્રેમપત્ર વિશે જાણીને તમને પણ નવી લાગશે. આ આઠ કિલોના પ્રેમપત્રમા એની પત્ની સામે તેણે પોતાનુ સંપૂર્ણ જીવન પુસ્તકની માફક ખુલ્લુ રાખીને મૂકી દીધુ છે. આ જ સમયે આ પ્રેમપત્રમા તે સમયના સામાજિક

આત્મનિર્ભર બનવા તરફ ભારતનુ પ્રથમ ડગલું , જાતે જ કરશે આ ૫૩દવાઓનુ ઉત્પાદન

મિત્રો, આપણા દેશ દ્વારા ૫૩ દવાઓના ઉત્પાદન અંગે આત્મનિર્ભર બનવાની યોજના તૈયાર કરવામા આવી  છે. મોદી સરકારે હાલ આ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂર કરી દીધી  છે. અત્યાર સુધી મોટા ભાગની દવા માટે એ.પી.આઇ. તથા અન્ય આવશ્યક તત્વો ચીનથી આયાત થતા હતા. પરંતુ, હવે આ યોજના હેઠળ ભારતે આત્મનિર્ભર થવાનુ લક્ષ્ય નિર્ધારિત કર્યુ છે, જેના કારણે ચીને એક ફ્ટકો સહન કરવા માટેની તૈયારી રાખવી પડશે. આ સ્કીમ હેઠળ આપણા દેશમા સ્વદેશી સ્તરે આ દવાઓના મહત્વપૂર્ણ  ડ્રગ ઇન્ટરમીડિએટ અને એક્ટિવ ફર્માસ્યૂટિકલ્સ ઇન્ગ્રેડિએન્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામા આવશે. આ યોજના ૨જી  જૂનથી આવનાર ચાર માસ સુધી ચાલુ રહેશે. આ યોજના હેઠળ રોકાણકારો ૫૩ ડ્રગ ઇન્ટરમીડિયેટરી અને જથ્થાબંધ દવાના ઉત્પાદન માટે નવા કારખાના સ્થાપિત કરવાની દરખાસ્ત કરી શકશે. હાલમાં આ દવાઓ ચીનથી આયાત કરવી

જાણો, વિશ્વના ૧૧ એવા દેશો વિશે કે જે થયા કોરોનામુક્ત !

મિત્રો, કોરોનાની સમસ્યાએ આખા વિશ્વમા કાળો કહેર મચાવ્યો છે ત્યારે વિશ્વના ૧૧ એવા દેશો છે કે જેમણે કોરોનાની સમસ્યાને માત આપી છે. આ ૧૧ દેશો કોરોનાના કાળચક્રમાથી મુક્ત થયા છે. જે ૧૧ દેશોએ કોરોનાની સમસ્યાને માત આપી છે તેમા આઈસલેન્ડ , ન્યૂઝીલેન્ડ , સ્લોવેનિયા , આઈસલ ઓફ મેન , મોરિશિયસ , મોન્ટેગ્રો , ફેરો આઈલેન્ડ , બ્રુનેઈ, કમ્બોડિયા , ત્રિનિદાદ અને અરૂબાનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડ, બ્રુનેઈ અને ત્રિનિદાદમા તો હવે માત્ર ૧-૧ એક્ટિવ કેસ છે જ્યારે આઈસલેન્ડ અને કમ્બોડિયામા ફક્ત ૨-૨ એક્ટિવ કેસ છે. ફેરો આઈલેન્ડ, અરૂબા અને મોન્ટેગ્રોમા હાલ એકપણ એક્ટિવ કેસ નથી. ડબલ્યુ.એચ.ઓ. ની ગાઇડલાઇન્સ પ્રમાણે આ તમામ દેશને કોરોનામુક્ત જાહેર કરાશે. આઈસલેન્ડમા તો જાન્યુઆરીથી જ ટેસ્ટિંગ શરૂ કરી દેવામા આવ્યુ હતુ. જ્યારે સ્લોવેનિયામા ફેબ્રુઆરીમા કોરોના સામે લડવા

ગુજરાતમા આવનાર ૨૪ કલાકમા વરસી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ , વાવાઝોડાની ગંભીર અસર

મિત્રો, વાવાઝોડાની ગંભીર અસરના કારણે ગુજરાતમા હવામાન ખાતાએ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત રાજ્યના અમુક ભાગોમા આવનાર ૨૪ કલાક સુધીમા ભારે વરસાદ આવવાની આશંકાઓ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમા આવનાર ૨૪ કલાકમા ભારે વરસાદ આવવાની શક્યતા સર્જાઈ રહી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમા પણ સામાન્યથી મધ્યમ વરસાદનુ હવામાન ખાતા દ્વારા અનુમાન લગાવવામા આવી રહ્યુ છે. નિસર્ગ વાવાઝોડુ હાલ વર્તમાન સમયમા મહારાષ્ટ્ર તરફથી ધીમે-ધીમે મધ્યપ્રદેશ બાજુ ફંટાયું છે ત્યારે મધ્યપ્રદેશમા પણ મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આવનાર ચોવીસ કલાકની અંદર ગુજરાતના આ વિસ્તારો જેમકે, સુરત , નવસારી , ભરૂચ , ભાવનગર , આણંદ , અમરેલી , ગીર-સોમનાથ , વલસાડ , અમદાવાદ , રાજકોટ , વડોદરા વગેરે સ્થળોએ ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા સર્જાઈ રહી છે. મોડી રાત્રે

કોરોના સમસ્યા વચ્ચે આફત બનીને કલાકની 30 હજાર કિલોમીટરની ઝડપે આવી રહ્યો છે એક વિશાળ ઉલ્કાપિંડ

મિત્રો, કોરોના વાયરસની સમસ્યા હજુ તો નિયંત્રણમા પણ નથી આવી ત્યા લોકો માટે હવામાંથી એક નવી સમસ્યા આવી રહી છે. વિશ્વની સૌથી મોટી અવકાશી સંસ્થા નાસાએ એક એલર્ટ જાહેર કરીને જણાવ્યુ છે કે, અંદાજે અડધો કિલોમીટર વિશાળ એક ઉલ્કાપિંડ ધરતી તરફ તીવ્ર ગતિએ આવી રહ્યો છે. આ ઉલ્કાપિંડની ઝડપ અંદાજે ૫.૨ કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કે ૧૧,૨૦૯ માઇલ પ્રતિ કલાકની ઝડપ હોવાનુ અનુમાન લગાવવામા આવી રહ્યુ છે. નાસાના મત મુજબ આ ઉલ્કાપિંડ અમેરિકાની “એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ” કરતા પણ ખૂબ જ મોટો છે અને આવનાર ટુંક સમયમા જ ધરતીની કક્ષામા પ્રવેશવાની શક્યતા છે. ડેઇલી સ્ટારના અહેવાલ પ્રમાણે નાસાએ આ ઉલ્કાપિંડનુ નામ રૉક-૧૬૩૩૪૮ (૨૦૦૨ એન.એન.-૪) રાખ્યુ છે અને આશા છે કે તે ધરતીની ખૂબ જ નજીકથી પસાર થઈ શકે. આ ઉલ્કાપિંડની લંબાઈ અંદાજે

પરિસ્થિતિ એવી સર્જાણી કે મૃતકના પરિવારજનોને અડધા સળગેલા શબને લઇને ત્યાથી ભાગવુ પડ્યુ : જમ્મુ કાશ્મીર

મિત્રો, જમ્મૂ કાશ્મીરમા કોરોના વાયરસના કારણે એક ૭૨ વર્ષના વ્યક્તિનુ મૃત્યુ થયા બાદ તેમના અંતિમ સંસ્કારની વિધિ સમયે વાદ-વિવાદ મચી ગયો. અંતિમ સંસ્કાર સ્થળ પર મોટી સંખ્યામા લોકો એકત્રિત થઇ ગયા અને હોબાળો મચાવવા લાગ્યા. લોકો અહીં કોરોનાથી મૃત્યુ પામનારના અંતિમ સંસ્કારનો વિરોધ કરી રહ્યા હતા. પરિસ્થિતિ એવી સર્જાણી કે મૃતકના પરિવારજનોને અડધા સળગેલા શબને લઇને ત્યાથી ભાગવુ પડ્યુ. આ ઘટના જમ્મૂ-કાશ્મીરની છે. ડોડા જિલ્લાના નિવાસી આ વ્યક્તિનુ મૃત્યુ સરકારી મેડિકલ કોલેજ જી.એમ.સી. હોસ્પિટલમા સોમવાર ના રોજ થયુ હતુ. આ જમ્મૂમા કોરોના વાયરસ ના સંક્રમણથી ચોથુ મૃત્યુ છે. મૃતક વ્યક્તિના પુત્રએ મીડિયા સાથે વાતચીતમા જણાવ્યુ છે કે, અમે ડોમના વિસ્તારમા અંતિમવિધિ માટે તંત્રની મંજૂરી માંગી હતી. ત્યા મેડિકલ ટીમ સિવાય અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા પરંતુ, અચાનક સ્થાનિક લોકોના એક ટોળાએ

મને દેશની ક્ષમતા, ટેલેન્ટ અને ટેક્નોલોજી પર અતુટ વિશ્વાસ છે : નરેન્દ્ર મોદી

મિત્રો, હાલ કોરોનાની સમસ્યાના કારણે દેશની અર્થવ્યવસ્થાને અનેકવિધ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ, કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને ફરીથી સક્રિય બનાવવા માટે "આત્મનિર્ભર ભારત" અભિયાનનો પ્રારંભ કર્યો છે. હાલ, ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઉદ્યોગ સંગઠનના વાર્ષિક કાર્યક્રમને સંબોધન કર્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમા ઉદ્યોગપતિઓને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ તેમની સાથે છે, તમે એક ડગલુ આગળ વધો, સરકાર તમને ચાર ડગલાં આગળ વધારશે. આ સંબોધનમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ "આત્મનિર્ભર ભારત" ના નિર્માણ પર સરકારની વિચારસરણી રજૂ કરી. તેમણે જણાવ્યુ કે, દેશ હવે લોકડાઉનને પાછળ મુકીને આગળ વધવાની તૈયારી કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, આજથી ત્રણ મહિના પહેલા દેશમા એકપણ પી.પી.ઈ. કિટ બનાવવામા આવતી ના હતી પરંતુ, હાલ ત્રણ લાખ કિટનુ ઉત્પાદન કરવામા આવી રહ્યુ છે. "આત્મનિર્ભર

જાણો આ ૧૦૦ વર્ષના દાદીમા વિશે, જે આત્મનિર્ભર બનીને ચલાવે છે પોતાના ઘરનુ ગુજરાન

મિત્રો, લોકડાઉનના આ સમયમા ગરીબો અને શ્રમિકો તેમના ઘરનુ ગુજરાન ચલાવવા માટે કોઈ તેમની સહાય કરે તેવી આશા રાખતા હતા. પરંતુ, છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગર પર ઉંચે રહેતા ૧૦૦ વર્ષની ઉમર ધરાવતા દાદીમા આ ઉંમરે પણ કોઈની મદદ સ્વીકારતા નથી અને આત્મનિર્ભર બનીને પોતાનુ કામ પોતાની જાતે જ કરે છે. ચારે તરફ ડુંગરાની હારમાળા અને ડુંગર ઉપર કાચા મકાનમા રહે છે એક આદિવાસી પરિવાર. આ ૧૦૦ વર્ષના દાદીને તેમના બે પુત્ર પણ છે. પરંતુ, ઘરના એક ભાગમા દાદીમા તેમના બંને પુત્રોથી અલગ રહે છે. આ દાદીમા આ ઉંમરે પણ તેમના જીવનનિર્વાહ માટે જંગલમા જઇને મહુડાના ફૂલ, ડોળી, કોકમના ફૂલ જેવી ચીજવસ્તુઓ લઈ આવે છે. આ ચીજવસ્તુઓ ગામથી ૨૦ કિલોમીટર દૂર ક્વાંટ જઈને વેચે છે અને જે પૈસા મળે તેમાથી ખાણીપીણીની

જાણો, કોરોનાના વિશેષજ્ઞો શા માટે છે પી.એમ. મોદીથી નારાજ?

મિત્રો, આપણા દેશમા સોમવારથી લોકડાઉનના પાંચમા તબકકા એટલે કે અનલોક-૧ ની શરૂઆત થઈ ચુકી છે. એક બાજુ દેશમાં તમામ નિયંત્રણો ધીમે-ધીમે હળવા કરવામા આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ કોરોના વાયરસના સંક્રમણના કેસોમા નિરંતર વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોએ કોરોના વાયરસનો ચેપ સમુદાયમાં ફેલાવાની સંભાવના વ્યક્ત કરી છે.કોરોના વાયરસ ચેપ અંગેના રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના નિષ્ણાતોએ આ સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. આ પત્રમા જણાવવામા આવ્યુ છે કે, કોરોનાનુ સંક્રમણ દેશના અનેક વિસ્તારોમા ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમા તે માનવુ ખોટુ હશે કે હાલ વર્તમાન સમયની પરિસ્થિતિમા કોરોનાના સંક્રમણને નિયંત્રણમા રાખવો શક્ય બનશે. કોરોના પર નજર રાખવા માટે એપ્રિલમાં રચાયેલ ટાસ્ક ફોર્સે પણ કોરોના ઉપરના નિયંત્રણ અંગે સરકારના વલણ પર આક્રમક રીતે પ્રશ્નો ઉઠાવ્યા છે. અત્રે

Top