You are here
Home > News

લૉકડાઉન ૫.૦ : આ શહેરો માટે તૈયાર કરવામા આવશે સખત નિયમોની સૂચી

મિત્રો, કોરોના વાયરસ સંક્રમણનો હાહાકાર આપણા દેશમા હજુ પણ યથાવત છે ત્યારે આવનાર સમયમા લૉકડાઉન ૫.૦ ને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હાલ, ૩૧મી મેના રોજ લૉકડાઉન ૪.૦ સમાપ્ત થઈ રહ્યુ છે ત્યારે મોદી સરકાર ફરીથી બેઠક કરી રહી છે અને જે જગ્યાઓ સૌથી વધારે પ્રભાવિત છે તેમના માટે લૉકડાઉન ૫.૦ ની એક વિશેષ ગાઈડલાઈન તૈયાર કરી રહી છે. લોકડાઉન ૪.૦ પૂર્ણ થયા બાદ સરકાર જે વિસ્તારોમા આ સમસ્યાની નિમ્ન અસરો છે ત્યા તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરવાની વિચારણા કરી રહી છે. સરકાર હાલ આવનારા લોકડાઉન ૫.૦ મા પ્રભાવશાળી વિસ્તારોમા કોરોના ચેઇનને તોડવા માટે એક વિશાળ રણનીતિ બનાવવાની છે. આ જગ્યાઓએ મળી શકે છે શરતી રાહત : ધાર્મિક પ્રવૃત્તિ અને વ્યવસાયને લગતી પ્રવૃતિઓમા મુક્તિ આપવા અંગે વિચારણા કરી શકે. રાજ્યો સાથેની બેઠકમાં

મહારાષ્ટ્રમા કોરોના વાયરસે તોડ્યો મૃત્યુઆંક નો રેકોર્ડ, ફક્ત એક જ દિવસમા ૯૭ લોકોએ ગુમાવ્યુ જીવન

મિત્રો, હાલ મહારાષ્ટ્રમા કોરોના વાયરસનો હાહાકાર થોભવાનુ નામ જ લઇ રહ્યો નથી. હાલ, ચોવીસ કલાકમા કોરોના વાયરસના ૨૦૯૧ નવા કેસ સામે આવ્યા છે તથા આ દરમિયાન જ ૯૭ લોકોના મૃત્યુ થયા નો રેકોર્ડ નોંધાયો છે. જે અત્યાર સુધીમા એક દિવસમા થયેલા મૃત્યુમા સૌથી વધુ છે. ખરેખર, આ કોરોના વાયરસ ક્યા જઈને અટકશે તેનુ કોઈ જ અનુમાન લગાવી શકે તેમ નથી. ફક્ત એક જ દિવસમા મહારાષ્ટ્રમા નોંધાયેલા નવા કેસ અને મૃત્યુના આંકે હાલ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મહારાષ્ટ્રમા કોરોના વાયરસના ટોટલ ૫૪,૭૫૮ કેસ નોંધાયા છે અને ૧,૭૯૨ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. ત્યારે જો મુંબઇની વાત કરીએ તો અહી છેલ્લા ચોવીસ કલાકમા કોરોના વાયરસના ૧,૦૦૨ નવા કેસ સામે આવ્યા અને ૩૯ લોકો મૃત્યુને ભેટ્યા. મુંબઇમા કોરોના વાયરસના ટોટલ ૩૨,૯૭૪ કેસ નોંધાયા

દેશમા આ જગ્યાએ લંબાવવામા આવ્યુ ૩૦ જુન સુધી લોકડાઉન, જાણો આ પાછળનુ કારણ

મિત્રો, હાલ હજુ સુધી પણ કોરોના વાયરસની સમસ્યા નિયંત્રિત ના થવાના કારણે આપણા દેશમા આગામી ૩૧મે સુધી લૉકડાઉનને લંબાવવાનો  નિર્ણય લેવામા આવ્યો છે. ત્યારે હિમાચલ સરકાર દ્વારા એક વિશેષ જાહેરાત કરવામા આવી હતી. હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામા લૉકડાઉનનો સમયગાળો ૩૧મે નહિ પણ ૩૦જુન સુધી લંબાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. હિમાચલ સરકાર દ્વારા લેવામા આવ્યો આ નિર્ણય : હાલ, હિમાચલ સરકાર દ્વારા હમીરપુર જિલ્લામા ૩૦જુન સુધી લૉકડાઉન ના ખોલવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત રાજ્યની વર્તમાન સ્થિતિને જોઇને આ નિર્ણય લેવામા આવ્યો છે. હિમાચલ પ્રદેશમા હાલ કોરોના વાયરસના ૨૦૩ જેટલા કેસ છે, જેમાંથી ૩ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે તો ૬૩ જેટલા દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી હતી. હાલ, હિમાચલમા ૧૩૭ જેટલા કેસ એક્ટિવ છે. દેશમા કોરોના વાયરસની સમસ્યાએ લીધો લોકોના જીવનો ભરડો

ગુજરાતમા હાલ વીફર્યો કોરોના : લોકડાઉનમા આપેલી વધુ પડતી છૂટછાટના કારણે કોરોના પોઝીટીવ કેસમા ભારે ઉછાળો

મિત્રો, હાલ ગુજરાત રાજ્યમા કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી જ રહ્યા છે. હાલ,અંતિમ ચોવીસ કલાકમા ગુજરાત રાજ્યમા વધુ બીજા ચારસો પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ બીજા ત્રીસ જેટલા લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ ઉપરાંત બસ્સો ચોવીસ જેટલા દર્દીઓ ને ડિસ્ચાર્જ કરી દેવામા આવ્યા છે. તો આજે અમદાવાદમા ત્રણસો દસ  જેટલા પોઝિટિવ કેસ, સુરત શહેરમા એકત્રીસ જેટલા પોઝિટિવ કેસ અને વડોદરામા અઢાર જેટલા વધુ પોઝિટિવ કેસ નોંધણી થયેલા છે. ગુજરાત રાજ્યમા સૌથી ઉંચો દર કોરોના પોઝિટિવ કેસનો  અમદાવાદ શહેરમા છે. આજે અહી ૩૧૦ જેટલા પોઝિટિવ કેસ સાથે ૨૫  લોકોનુ નિધન થયુ છે. અમદાવાદમા હાલ કોરોનાની સમસ્યા વકરી રહી છે તે પાછળ નુ મૂળભૂત કારણ લોકડાઉનમાં આપેલી વધારાની છૂટછાટ છે. આ સાથે જ હાલ ગુજરાત રાજ્યમા કુલ કેસની કેસની સંખ્યા

ગુજરાતમા થઇ શકે છે ફરીથી સંપૂર્ણપણે લોકડાઉન ? જાણો આ રહ્યુ કારણ.

મિત્રો, હાલ વર્તમાન સમયમા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામા અનેકવિધ રાહત આપવામા આવી છે. વિશેષ તો જે એરિયા નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમા આવે છે એટલે કે જ્યા કોરોનાના કેસ સૌથી ઓછા છે ત્યા ઘણી બધી છૂટછાટ આપવામા આવી છે. લોકડાઉનમા આપવામા આવેલી છૂટછાટ ના કારણે હાલ ગુજરાત રાજ્યમા જનજીવન જાણે ફરી ધબકતુ થયુ હોય તેવુ લાગી રહ્યુ છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના અર્થતંત્રને પાટા પર લાવવા માટે હાલ પૂરજોશમા કમર કસવામા આવી રહી છે. જોકે, હાલ આ લોકડાઉનમા આપવામા આવેલી રાહત ના કારણે કોરોનાના કેસોમા ફરી એકવાર નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે ફરી એકવાર રાજ્ય સરકાર ચિંતામા ગરકાવ થઇ ચૂકી છે. આ કારણોસર હાલ સરકાર દ્વારા ચોખ્ખા શબ્દોમા એવી ચીમકી ઉચ્ચારવામા આવી રહી છે કે, જો માસ્ક અને

લગ્નના પવિત્ર બંધને બંધાયાના ત્રણ દિવસમા જ નવવિવાહિત વધુ નીકળી કોરોના પોઝિટિવ, પતિ સહિત ૩૨ લોકોને કર્યા ક્વોરેનટાઈન

મિત્રો, હાલ મધ્યપ્રદેશની રાજધાની તરીકે ઓળખાતા ભોપાલ શહેરના રેડ ઝોનમા થયેલા એક વૈવાહિક પ્રસંગે હાલ બે જિલ્લામા હાહાકાર મચાવ્યો છે. લગ્નના ત્રીજા દિવસે જ પરણીને સાસરે આવેલી નવવધૂનો રિપોર્ટ કોરોના પોઝિટિવ નીકળ્યો છે. આ રિપોર્ટ બહાર આવતા તુરંત જ વરરાજા સહિત લગ્નમા ઉપસ્થિત ૩૨ જેટલા લોકોને “હોમ ક્વોરેન્ટાઈન” કરી દેવામા આવ્યા છે. આ નવવિવાહિત સ્ત્રી રેડ ઝોન ભોપાલથી પરણીને ગ્રીન ઝોન રાયસેનના મંડીદીપ વિસ્તારમા આવી હતી. જેના કારણે હાલ ગ્રીન ઝોન રાયસેનના તંત્ર વિભાગની ઊંઘ હરામ થઈ ચૂકી છે. હાલ હોમ ક્વોરેન્ટાઈન કરવામા આવેલા તમામ લોકો સાથે પૂછપરછ કરવામા આવી રહી છે કે, કેટલા લોકો તેમની સાથે સંપર્કમા આવ્યા હતા. આ સમગ્ર ઘટના ભોપાલના જાટખેડી વિસ્તારની છે. જાટખેડી વિસ્તારમા વસવાટ કરતી યુવતીના સોમવારના રોજ વિવાહ કરવામા આવ્યા હતા. વરઘોડો રાયસેનથી આવ્યો હતો.

કોરોના તમને ફક્ત ૧૦ મિનિટમા જ બનાવી શકે છે પોતાનો શિકાર! સામે આવ્યો આ ચોંકાવનારો અહેવાલ

મિત્રો, હાલ આ કોરોના વાયરસની સમસ્યા સમગ્ર વિશ્વમા એટલી હદ સુધી ફેલાઈ ગઈ છે કે પ્રવર્તમાન સમયમા આ સમસ્યાથી સુરક્ષિત રહેવા માટે ઘરમા રેહવુ એટલે કે આવશ્યકતા વિના ઘરની બહાર ના નીકળવુ એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. હાલ, સરકાર, દાક્તર અને વૈજ્ઞાનિકો દ્વારા જાહેર જનતા ને ફક્ત એક જ અપીલ કરવામા આવી રહી છે અને તે છે સોશિયલ ડિસ્ટેંસિંગ એટલે કે સામાજિક અંતર જાળવવાની. કારણકે, હાલ વર્તમાન સમયમા આપણે જેટલુ એકબીજાથી વધુ અંતર રાખીશુ તેટલા જ આપણે અને આપણી ફેમિલી સુરક્ષિત રહીશુ. કોવિડ-૧૯ ની સમસ્યા સામે લડવા માટે અને તેને હરાવવા માટે હાલ સામાજિક અંતર જાળવવા સિવાય અન્ય કોઈ જ શ્રેષ્ઠ ઉપાય નથી. તમારા શરીરમાંથી ઉત્સર્જિત થતા દ્રવ્યના કણો જેમકે, છીંક ખાવી, ઉધરસના આવવી, બોલતા સમયે નીકળતુ થૂંક તથા શ્વાસ લેતા

હાલ કોરોનાની સાથે પ્રધાનમંત્રી મોદી પર વધુ એક ખતરા ની ઘંટી

મિત્રો, હજુ તો લોકો કોરોનાની સમસ્યામાથી ધીમે ધીમે બહાર નીકળવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યા હાલ 'અમ્ફાન' નામનુ એક તોફાન વિકરાળ સ્વરૂપ ધારણ કરીને દેશમા તબાહી મચાવવા માટે રાહ જોઈને બેઠુ છે. હાલ ૨૦ મે ના રોજ આ તોફાન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના તટ પર ટકરાશે તેવુ હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામા આવી રહ્યુ છે. આ વાવાઝોડા ના કારણે ઓડિશાના તટીય વિસ્તાર તથા પશ્ચિમ બંગાળની ગંગા નદીની નજીકના વિસ્તારમા ઝડપી પવન ફુંકાઇ શકે છે તથા તેની સાથે જ ભારે થી અતિ ભારે વરસાદ આવવાની શક્યતા પણ સર્જાઈ રહી છે. ત્યારે આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામા આવી હતી. 'અમ્ફાન' વાવાઝોડ એ હાલ ભયંકર સ્વરૂપ ધારણ કર્યુ છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ એક વિશેષ બેઠક બોલાવીને એક નિવેદનમા

ગુજરાતના લોકો માટે હાલ રાહતના સમાચાર : હવે એક જિલ્લામાથી બીજા જિલ્લામા સરળતાથી જઈ શકાશે

મિત્રો, હાલ ગઇકાલે લોકડાઉન-૩ ની પૂર્ણાહૂતિ થઈ છે પરંતુ, ફરી ૧૪ દિવસ માટે લોકડાઉન લંબાવવામા આવ્યુ છે એટલે કે હજુ ૩૧ મે સુધી લોકડાઉન યથાવત રહેશે. હાલ, લોક ડાઉનના ચોથા તબક્કા નો એટલે કે લોકડાઉન-૪.૦ નો પ્રારંભ થઇ ચૂક્યો છે પરંતુ, અગાઉના લોકડાઉન કરતા આ લોકડાઉનમા નીતિ નિયમો થોડા અલગ પ્રકારના છે તથા આ લોકડાઉનમા અમુક જૂના નિયમોમા પરિવર્તન પણ કરવામા આવ્યુ છે. લોકડાઉન ૩ મા સમગ્ર દેશને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમા વહેંચવામા આવ્યા હતા. જ્યારે હાલ લોકડાઉન ૪.૦ મા દરેક વિસ્તાર વાઈઝ ભાગ પાડવામા આવ્યા છે. દરેક વિસ્તારમા બે વિભાગ પાડવામા આવ્યા છે કન્ટેઈનમેન્ટ ઝોન અને નોન-કન્ટેઈનમેન્ટ ઝોન. આ વિભાજન ના આધારે અમુક વિસ્તારોમા થોડી છૂટછાટ આપવામા આવી છે તો અમુક જગ્યાએ હજુ પણ લોકડાઉન યથાવત છે. આ છૂટછાટ ના

લોકડાઉન 4.0: આજથી ફરી ઝગમગશે અમદાવાદ પરંતુ, આ વિસ્તારો હજુ પણ રહેશે બંધ

મિત્રો, હાલ ગુજરાત રાજ્યમા લોકડાઉનના ચોથા તબક્કા ની શરૂઆત થઇ ચુકી છે ત્યારે હાલ આ તબક્કામા અમુક પ્રકારની છૂટછાટો આપવામા આવશે. હાલ, ગુજરાત સરકાર દ્વારા કોરોનાની સમસ્યાને નિયંત્રણમા રાખવા સાથે આર્થિક ગતિવિધિ અને રોજીંદા જીવનમા થોડુ પરિવર્તન આવે તે માટે અમુક પ્રવૃત્તિઓને ગાઇડલાઇન આધારિત છૂટછાટ આપવાનો વ્યૂહ અપનાવવામા આવ્યો છે. હાલ, સમગ્ર દેશમા કોરોનાની સમસ્યા બાબતે મુંબઇ પછી બીજા ક્રમે આવતા અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર મુજબ અમુક પ્રકારની છૂટછાટ નક્કી કરવામા આવેલી છે. હાલ, સમગ્ર દેશમા ૩૩ ટકા સ્ટાફ સાથે પ્રાઇવેટ ઓફિસ તથા કન્ટેમન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારમા ચાલુ કરવા દેવામા આવશે. પરંતુ, અમદાવાદ શહેરના પૂર્વ વિભાગમા હાલ હજુ પણ ખાનગી ઓફિસો બંધ રાખવાનો આદેશ આપવામા આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બહાર પાડવામા આવેલી માર્ગદર્શિકા મુજબ સાબરમતી નદીની પશ્ચિમ તરફ આવેલા

Top