
આપણી આસપાસ રહેલી વસ્તુ હોય છે ખુબ જ કિમતી પણ તેના ઉપયોગ ની ખબર ન હોવા થી તે કેટલી કિમતી છે તેનુ મુલ્ય આંકી શકાતુ નથી. આવી વસ્તુઓ નો આપણે જાણ્યે અજાણ્યે વિનાશ કરીએ છીએ. એમા થી એક વસ્તુ ની વાત કરીએ તો તે વસ્તુ આપણે દૈનિક વપરાશ મા ઉપયોગ કરીએ છીએ. જેના ઉપયોગ બાદ નકામી સમજીએ છીએ અને તેને ફેકી દેવા ની ટેવ હોય છે.
કદાચ સવારે તમને ચા પીવા ની આદત હશે. ચા ને શક્તિવર્ધક પીણુ માનવા મા આવે છે જે થાક દુર કરે છે. અમુક વ્યક્તિ ની દિનચર્યા મા ચા નુ સ્થાન હોય છે. ચા બનાવ્યા બાદ વધેલ ભુકી ને ફેકી દઈએ છીએ કેમ કે આપણે એમ માની એ છીએ કે તે હવે નકામી છે. પરંતુ તેના થી ઘણા ફાયદાઓ થાય છે.
નાના છોડ ના ખાતર તરીકે ઉપયોગી:
દરેક ઘર મા ફુલછોડ હોય જ છે. આ ફુલછોડ ના વિકાસ માટે ખાતર એક આવશ્યક વસ્તુ છે. આવા છોડ ના ખાતર તરીકે વધેલી ભુકી ઉપયોગ મા લઈ શકાય છે. તેના પરિણામરૂપ પૈસા નો બચાવ થાય તેમજ છોડ સ્વસ્થ રહે છે. ઉપરાંત આ ખાતર ના વપરાશ થી છોડ ની વૃદ્ધિ ઝડપ થી થાય છે.
ઝખમ ભરવા મા છે ઉપયોગી:
વધેલ ભુકી ના ઉપયોગ થી લાગેલા મોટા ઘા મા પણ રૂઝ આવી જાય છે. તેમજ તેને થોડક સમય મા જ મટાડી શકે છે. આપણ ને થયેલ મોટા ઘા માટે આપણે દવા નો પ્રયોગ કરીએ છીએ. હોસ્પિટલ મા જતા ત્યા પૈસા ચુકવવા ની જરૂર પડે છે. જે આ ઉપાય થી નિવારી શકાય છે. જો વૈજ્ઞાનિકોને આ સંશોધનો મા સફળતા પ્રાપ્ત થાય તો ઘણી બધી મુસિબત માથી રાહત મળી જશે.
જુના ફર્નિચર ને કરે છે નવા જેવુ:
હા આ વાત સાચી છે કે તમે વધેલ ભુકી નો પ્રયોગ ફર્નિચર ની સફાઈ માટે કરી શકો છો. વધેલ ભુકીમા પાણી ઉમેરી ફર્નિચર ને પોતુ મારતા ફર્નિચર એકદમ નવુ હોય તેવુ દેખાય છે. જેથી તમે અન્ય કોઈ લિક્વીડ ના ખર્ચા માથી બચી શકો છો.
કાંચ ની વસ્તુઓ ચમકાવવા ઉપયોગી:
તમને જાણીને નવાઈ લાગશે કે કાંચ ને ચમકાવવા પણ આ ફાયદાકારક છે. વધેલ ભુકી મા પાણી ઉમેરી ગરમ કરવી ત્યારબાદ તેને એક બોટલ મા ભરી રાખવી. તેમજ જરૂર મુજબ આ પાણી ને કાચ ની સપાટી પર છાંટી ને સાફ કરવા થી કાચ મા એકદમ નવા જેવી ચમક આવશે.