You are here
Home > Articles >

ચા વાળા વિશે તો ઘણી વખત વાચ્યું અને સાંભળ્યુ હશે પણ આ છે એક ચા વાળી, માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમા આ ચાવાળી ના છે લાખો દિવાના…

મિત્રો, આપણા દેશ મા જ નહી પરંતુ, વિશ્વ ના તમામ લોકો નો દિવસ સવાર ની એક કપ ચા પીવા થી જ થતો હશે. જે લોકો ઘરે ચા નથી બનાવતા તે હોટલ પર જઈને ચા પીતા હોય છે પરંતુ, ચા નો વ્યવસાય એ કોઈને સફળ ઉદ્યોગપતિ બનાવી દે, તેવુ ભાગ્યે જ જોવા મળે છે. હાલ, આપણા દેશની જ એક યુવતી ઉપમા વિર્દીને ચા નો વ્યવસાય શરૂ કરી સમગ્ર વિશ્વમા પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

૩૦ વર્ષની ઉમર ધરાવતી ઉપમા નો જન્મ ચંડીગઢમા શહેરમા થયો છે. તેણીએ પ્રાથમિક શિક્ષણ કર્યા બાદ લો નો અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રેલિયા ચાલી ગઈ. અહી તેણીએ મેલબર્નમા નિવાસ કર્યો. આ સમયે તેણીને અનુભવ થયો કે, મેલબોર્નમા ક્યાય પણ સારી ચા પીવા નથી મળતી. ઓસ્ટ્રેલિયા ની આ જરૂરીયાતને પૂર્ણ કરવા માટે તેણીએ પોતાના ઘરના સદસ્યોની વિરુદ્ધમાં જઈને ઓસ્ટ્રેલિયામાં ચા નો વ્યવસાય શરૂ કર્યો. બસ પછી તો શુ હતુ? તેમનો વ્યવસાય એટલો આગળ વધ્યો કે, થોડા દિવસોમા જ તે પ્રખ્યાત થઈ ગઈ.

તમને જાણીને નવાઇઉ લાગશે કે, આ ભારતીય યુવતીએ આસ્ટ્રેલિયામા ‘બિઝનેસવુમન ઓફ દ યર’ મા સફળ જગ્યા બનાવી. તેણીને ચા વહેંચવાનો આ વિચાર પોતાના દાદા પાસેથી મળ્યો. તેના દાદા ચંડીગઢમા આયુર્વેદિક ઔષધનુ વેંચાણ કરે છે. તેના દાદાએ જ જણાવ્યુ હતું કે, ચા મા ક્યાં-ક્યા પ્રકારના મસાલા ઉમેરવા જોઈએ. તેણીએ પોતાના દાદા તરફથી મળેલા જ્ઞાનને અહી ઓસ્ટ્રેલીયામા અજમાવી અને એક સફળ ઉદ્યોગ શરુ કર્યો.

ઓસ્ટ્રેલિયામા આયોજિત ટી ફેસ્ટીવલ દરમિયાન ઉપમા એ જણાવ્યુ હતુ કે, હું ઓસ્ટ્રેલિયાને જણાવવા ઈચ્છુ છુ કે, ભારતીય ચા નો સ્વાદ બાકીના દેશો કરતા તો ક્યાય અલગ છે કારણકે, અમે ભારતીય ચા ને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમા ઈલાયચી, લવિંગ તેમજ અમુક પ્રકારના વિશેષ મસાલા ઉમેરીએ છીએ. તેણી જણાવે છે કે, શરૂઆતમાં તેના પિતાએ આ વાતનો વિરોધ કર્યો હતો.

તેમના માતા-પિતાનુ માનવુ હતુ કે, વકીલાત નો અભ્યાસ કરીને ચા નોઈ વ્યવસાય કરવો જરાપણ યોગ્ય નથી પરંતુ, તેણીએ પોતાના માત-પિતાને સમજાવ્યા અને ચા નો વ્યવસાય શરૂ કર્યો. હાલમા જ ઈંડિયન ઓસ્ટ્રેલિયન બિઝનેસ એન્ડ કમ્યુનિટી એ ઉપમાને બિઝનેસ વુમન ઓફ દ ઈયર નો ૨૦૧૬ નો એવોર્ડ આપી સન્માનિત કર્યા છે.

Leave a Reply

Top